________________
પ્રતિમાશતક | શ્લોક : ૨
૧૪૨૫
ટીકાર્ય :
સાદ - કાદથી શંકા કરે છે –
વધેવં .. જો આમ છે=ભાવસ્તવથી જ શુભ અધ્યવસાય થાય છે, ભાવસ્તવ હોતે છતે જ તત્વથી તીર્થનું ઉન્નતિકરણ છે, અને કરાતા એવા ભાવસ્તવને જોઈને શિષ્ટ પુરુષો પ્રતિબોધ પામે છે, એથી સ્વ-પરનો અનુગ્રહ થાય છે, એમ છે, તો શું આ દ્રવ્યસ્તવ એકાંતથી જ ય વર્તે છે ? કે ઉપાદેય પણ છે? તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી વડે કહેવાય છે –
સાધુઓને હેય જ છે, શ્રાવકોને ઉપાદેય પણ છે. તથા વાદ માર: - અને તે પ્રમાણે ભાષ્યકાર કહે છે –
મસ . વિડંતો | અકૃસ્તપ્રવર્તક વિરતાવિરતને સંસારમતનુકરણ સંસારલયકારક, આ દ્રવ્યસ્તવ, ખરેખર યુક્ત છે. દ્રવ્યસ્તવમાં કૂપદષ્ટાંત છે.
નં ..... પાન્ત તિ | અક્સ્મ સંયમને પ્રવર્તાવે તે અકસ્મપ્રવર્તક છે. અકસ્મ પછી “સંયમ' એ પ્રકારે સામર્થ્યથી જણાય છે અર્થાત્ “સંયમ' શબ્દ ગાથામાં અધ્યાહાર છે. તેથી એ પ્રાપ્ત થાય કે અકસ્મસંયમને પ્રવર્તાવે તે અકૃમ્ન સંયમપ્રવર્તક છે. અક્સ્મ સંયમ પ્રવર્તક એવા વિરતાવિરતોને=શ્રાવકોને, આ યુક્ત છે=દ્રવ્યસ્તવ યુક્ત જ છે.
કેવા પ્રકારનો આ=દ્રવ્યસ્તવ છે ? એથી કહે છે – સંસારને પ્રતનુ કરનાર=સંસારના ક્ષયને કરનાર, દ્રવ્યસ્તવ છે. સાર - શંકા કરતાં કહે છે -
પ્રકૃતિથી જ જે અસુંદર હોય તે શ્રાવકોને પણ કેવી રીતે યુક્ત હોય ? એથી કરીને અહીં શ્રાવકોને દ્રવ્યસ્તવ યુક્ત છે એમાં કૂપદષ્ટાંત છે. તે આ પ્રમાણે –
નહીં ..... ૨૩તિત્તિ ! જેમ નવા નગર અને સંનિવેશમાં પ્રભૂત જલનો અભાવ હોવાથી તૃષ્ણાદિથી પરિગત થયેલા એવા કેટલાક તેને-તૃષ્ણાને દૂર કરવા માટે કૂવો ખોદે છે, અને તેમાં જોકે તૃષ્ણાદિ વધે છે, અને માટી અને કાદવ આદિથી મલિન પણ થવાય છે, તો પણ તેનાથી ઉદ્ભવેલ જ જલથી તેઓના તે તૃષ્ણાદિ અને મલ અને પૂર્વના મલ દૂર થાય છે, અને શેષકાળે તે અને તેનાથી અન્ય લોકો સુખભાગી થાય છે. એ પ્રમાણે દ્રવ્યસ્તવમાં જોકે અસંયમ છે, તો પણ તેનાથી જ તે પરિણામની શુદ્ધિ થાય છે, જેના વડે અસંયમથી ઉપાર્જિત કર્મ અને અન્ય નિરવશેષ=સંપૂર્ણ, કર્મક્ષય થાય છે.
તા ... થાર્થ. 1 તે કારણથી શુભાનુબંધી અને પ્રભૂતતર નિર્જરાફળવાળો (દ્રવ્યસ્તવ) છે. એથી કરીને વિરતાવિરતો વડે=દેશવિરતો વડે, આ દ્રવ્યસ્તવ કરવો જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે.
રૂતિ શબ્દ આવશ્યકનિયુક્તિભાષ્ય ગાથા-૧૯૨-૧૯૩-૧૯૪ના કથનની સમાપ્તિસૂચક છે. ઉત્થાન :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે દ્રવ્યસ્તવનું અપ્રધાનપણું પણ સ્વરૂપથી જ છે, માટે દ્રવ્યસ્તવનું અપ્રધાનપણું . શાસ્ત્રમાં બતાવેલ છે; પરંતુ તેના બળથી પૂર્વપક્ષી દ્રવ્યસ્તવને ધર્માધર્મરૂપે સ્થાપન કરે છે તે યુક્ત નથી,