________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૯૨
૧૪૨૩ ટીકા :___ यच्चोक्तं - ‘दव्यस्तवे क्रियमाणे वित्तपरित्यागात् शुभ एवाध्यवसाय' इत्यादि, तदपि यत्किञ्चिद्, व्यभिचारात्, कस्यचिदल्पसत्त्वस्याविवेकिनो वा शुभाध्यवसायानुपपत्तेः, दृश्यते च कीाद्यर्थमपि सत्त्वानां द्रव्यस्तवे प्रवृत्तिरिति, शुभाध्यवसायभावोऽपि तस्यैव भावस्तवत्वादितरस्य च तत्कारणत्वेनाप्रधानत्वमेव, ‘फलप्रधानाः सर्वारम्भाः' इति, भावस्तव एव च सति तत्त्वतस्तीर्थस्योन्नतिकरणं, भावस्तववत एव तस्य सम्यगमरादिभिः पूज्यत्वात्तमेव च दृष्ट्वा क्रियमाणमन्येऽपि सुतरां प्रतिबुध्यन्ते शिष्टाः इति स्वपरानुग्रहोऽपीहैवेति गाथार्थः । ટીકાર્ચ -
ચડ્યો..... વ્યપિવાર, દ્રવ્યસ્તવ કરાવે છતે વિત્તના પરિત્યાગથી શુભ જ અધ્યવસાય થાય છે, ઈત્યાદિ જે કહેવાયું તે પણ યત્કિંચિત્ છે; કેમ કે વ્યભિચાર છે.
તે વ્યભિચારને બતાવે છે – કર્યા ... મનુYપત્ત, કોઈક અલ્પસત્વને અથવા તો અવિવેકીને શુભ અધ્યવસાયની અનુપપત્તિ છે. કોઈક અલ્પસત્ત્વને અથવા અવિવેકીને શુભ અધ્યવસાયની અનુપપત્તિ કેમ છે ? તે બતાવતાં કહે છે - દૃશ્યતે ... અને દેખાય છે કે કીર્તિ આદિ માટે પણ સત્ત્વોની=જીવોની, દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ છે.
દ્રવ્યસ્તવથી કોઈક જીવને શુભ અધ્યવસાય થતો નથી, તેમ બતાવ્યું. તેથી અર્થથી કોઈક જીવને દ્રવ્યસ્તવથી શુભ અધ્યવસાય થાય છે, એમ પ્રાપ્ત થયું. તેને સ્વીકારીને પૂર્વપક્ષી કહે કે ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એમ માનીએ તો શું વાંધો છે ? તેથી કહે છે –
શુHTષ્યવસાય ..... સર્વારમા: તિ, શુભ અધ્યવસાય થવા છતાં પણ તેનું જ=શુભ અધ્યવસાયનું જ, ભાવસ્તવપણું હોવાને કારણે, અને ઈતરનું દ્રવ્યસ્તવનું, તત્કારણપણું હોવાને કારણે શુભ અધ્યવસાયરૂપ ભાવસ્તવનું કારણ પણું હોવાને કારણે, અપ્રધાનપણું જ છે. તેમાં હેતુ કહે છે –
ફળપ્રધાન સર્વ આરંભો છે.
છે અહીં પ્રતિમાશતક મૂ.પુ. માં “નપ્રધાન: સમારંમ:' રૂતિ ચાયાત્ એ પાઠ આવશ્યકનિયુક્તિભાષ્ય ગાથા૧૯૩ની ટીકા મુજબ છે, અને પ્રતિમાશતકની હ. પ્રતમાં ઉત્તપ્રથાના સર્વારH:' રૂતિ એ પ્રમાણે પાઠ છે, અને તે બંનેનો અર્થ એક જ છે. અહીં આરંભ કે સમારંભથી પ્રવૃત્તિનું ગ્રહણ કરેલ છે.
છે અહીં સર્વારHI: પછી ‘તિ' શબ્દ છે તે હેતુઅર્થક છે. તેનાથી એ પ્રાપ્ત થાય છે કે ફળપ્રધાન સર્વ આરંભો=પ્રવૃત્તિઓ છે; કેમ કે ભાવસ્તવ એ ફળસ્થાનીય છે અને દ્રવ્યસ્તવ એ આરંભસ્થાનીય છે, અને દ્રવ્યસ્તવનો આરંભ ભાવસ્તવરૂપ ફળ માટે કરાય છે. માટે ભાવરૂવરૂપ ફળ પ્રધાન છે અને તેનું કારણ હોવાથી દ્રવ્યસ્તવ અપ્રધાન છે.
દ્રવ્યસ્તવમાં વિત્તના પરિત્યાગથી શુભ જ અધ્યવસાય થાય છે, તેથી ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ પ્રકારની ચાલનામાં કરાયેલી શંકાનું અહીં સુધી નિરાકરણ થયું. હવે ચાલનામાં કહેલ