________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૨
कृत्स्नसंयमानुपपत्तेः, यतश्चैवं ततः = तस्मात् कृत्स्नसंयमविद्वांस इति = कृत्स्नसंयमप्रधाना विद्वांसः तत्त्वतः साधवः उच्यन्ते । कृत्स्नसंयमग्रहणमकृत्स्नसंयमविदुषां श्रावकाणां व्यपोहार्थं, ते किम् ? अत आह-पुष्पादिकं द्रव्यस्तवं नेच्छन्ति =न बहु मन्यन्ते ।
૧૪૨૨
ટીકાર્ય ઃ
किञ्च . મારૢ – અને ષડ્જવનિકાયનું હિત શું છે ? એથી કહે છે
"छज्जीवकायसंजमु ન ફૅન્તિ”। “છજીવકાયનો સંયમ (હિત છે). કૃત્સ્ન=સંપૂર્ણ, એવો તે=છજીવકાયનો સંયમ, દ્રવ્યસ્તવમાં વિરોધી છે. તે કારણથી કૃત્સ્નસંયમને જાણનારાઓ પુષ્પાદિને ઈચ્છતા નથી.”
આવશ્યકનિર્યુક્તિ ભાષ્યગાથા-૧૯૩નો અર્થ ટીકામાં આ. હરિભદ્રસૂરિ મહારાજ સ્પષ્ટ કરે છે षड्जीवकाय. . વધુ મન્યન્તે । ષડ્જવનિકાયનો સંયમ=પૃથિવી આદિ છજીવનિકાયનો સંયમ=સંઘટ્ટનાદિ પરિત્યાગ, તે છજીવનિકાયનો સંયમ છે. આ=ષડ્જવનિકાયનો સંયમ, હિત છે.
જો આ પ્રમાણે છે, તેથી કરીને શું ? એથી કરીને કહે છે
-
દ્રવ્યસ્તવમાં=પુષ્પાદિ સમભ્યર્ચન સ્વરૂપ દ્રવ્યસ્તવમાં, તે=ષડ્જવનિકાયનો સંયમ, તે શું ? અર્થાત્ વિરોધી થાય છે=સમ્યગ્ નિષ્પન્ન થતો નથી.
-
અહીં પ્રશ્ન થાય કે દ્રવ્યસ્તવમાં ષડૂજીવનિકાયનો સંયમ અંશથી પણ સમ્યગ્ થતો નથી ? તો કહે છે - દ્રવ્યસ્તવમાં ષડ્જવનિકાયનો સંપૂર્ણ સંયમ સમ્યક્ સંપન્ન થતો નથી અર્થાત્ અંશથી થાય છે. અહીં પ્રશ્ન થાય કે દ્રવ્યસ્તવમાં ષડ્જવનિકાયનો સંપૂર્ણ સંયમ કેમ થતો નથી ? તેમાં હેતુ કહે છે પુષ્પાદિના ચૂંટન અને સંઘટ્ટનાદિ વડે કૃત્સ્નસંયમની અનુપપત્તિ છે, અને જે કારણથી આ પ્રમાણે છે તે કારણથી, કૃત્સ્નસંયમ પ્રધાન છે જેને એવા વિદ્વાનો પુષ્પાદિરૂપ દ્રવ્યસ્તવને ઇચ્છતા નથી, એ પ્રમાણે અન્વય છે.
-
કૃત્સ્નસંયમપ્રધાન વિદ્વાનો કોણ છે ? તો કહે છે –
તત્ત્વથી સાધુઓ કૃત્સ્નસંયમપ્રધાન વિદ્વાનો કહેવાય છે. કૃત્સ્નસંયમનું ગ્રહણ, અકૃત્સ્નસંયમ વિદ્વાન એવા શ્રાવકોના વ્યપોહ માટે=વ્યવચ્છેદ માટે, છે. તેઓ=સાધુઓ શું ? એથી કરીને કહે છે – સાધુઓ પુષ્પાદિ દ્રવ્યસ્તવને ઇચ્છતા નથી અર્થાત્ બહુમાનતા નથી.
ઉત્થાન :
આવશ્યકનિર્યુક્તિભાષ્ય ગાથા-૧૯૨ની ટીકામાં કહ્યું કે દ્રવ્યસ્તવ કરાયે છતે વિત્તના પરિત્યાગથી શુભ અધ્યવસાય થાય છે ઇત્યાદિ કારણથી, ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો થાય, એ પ્રકા૨ની ચાલના છે; અને પછી પ્રત્યવસ્થાનનું ઉત્થાન કરતાં કહ્યું કે આ સર્વ સપ્રતિપક્ષ છે. એ પ્રકારે ચિત્તમાં સ્થાપન કરીને આવશ્યકનિર્યુક્તિભાષ્ય ગાથા-૧૯૨માં કહ્યું કે આ અનિપુણમતિનું વચન છે. ત્યાં દ્રવ્યસ્તવથી થતા શુભ અધ્યવસાય આદિ ત્રણ સપ્રતિપક્ષ કહ્યા, તે સપ્રતિપક્ષ આવશ્યકનિર્યુક્તિભાષ્ય ગાથા-૧૯૩ની ટીકામાં બતાવતાં કહે છે –
-