________________
૧૩૯૫
પ્રતિમાશતક | શ્લોક : ૯૨ અને સંમતિગ્રંથમાં છજીવનિકાયના શ્રદ્ધાવાળા એવા ગીતાર્થ સાધુમાં પણ સ્યાદ્વાદના પરિજ્ઞાનના અભાવના કારણે સમ્યકત્વનો અભાવ કહ્યો તે, ભગવતીસૂત્ર અને સંમતિગ્રંથનું સૂત્ર ભિન્ન ભિન્ન નયદષ્ટિવાળું ગંભીર છે, અને નયની દૃષ્ટિ વિચિત્ર છે. તેથી ગંભીર નયોના પરમાર્થને યથાસ્થાને જોડીને તેનો અર્થ કરવો જોઈએ; પરંતુ ગંભીર એવી યદષ્ટિનો યથાસ્થાને વિનિયોગ કર્યા વગર સંમતિના વચનને ગ્રહણ કરીને તમેવ સર્વાં.' સ્વીકારનાર પુરુષમાં સમ્યક્ત્વ નથી એમ કહેવું ઉચિત નથી, તેમ આચારાંગસૂત્રનું રૂપ' . ઈત્યાદિ સૂત્ર ગ્રહણ કરીને અપ્રમત્ત મુનિ સિવાય કોઈનામાં સમ્યકત્વ નથી એમ કહેવું પણ ઉચિત નથી. ભાવાર્થ :
પૂર્વમાં પૂર્વપક્ષીએ છ પ્રકારના પુરુષો બતાવીને ચોથા પ્રકારના પુરુષને સર્વતો વિરતાવિરત સ્વીકારેલ તે ચોથો ભાંગો શ્રમણોપાસક દેશવિરતરૂપ પાંચમા ભાંગાથી પૃથફ નથી, તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
પૂર્વપક્ષીએ કરેલ સર્વતો વિરતાવિરતરૂપ ચોથા ભાંગામાં ‘તમેવ સળં.' ઇત્યાદિ સંક્ષેપરુચિ સમ્યક્ત્વનો સદ્ભાવ હોવાથી અને કુળક્રમથી આવેલ વિરતિનું પાલન હોવાથી દેશવિરતિની જ પ્રાપ્તિ છે. તેથી સર્વતો વિરતાવિરતરૂપ ચોથા ભાંગામાં દેશવિરતિ નથી અને સર્વતો વિરતાવિરતિ છે એમ કહેવું તે યુક્તિરહિત છે, તેની પુષ્ટિ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
વિશેષના પરિજ્ઞાનના અભાવમાં પણ તમેવ સળં. .... ઇત્યાદિ વચનથી સ્થિર શ્રદ્ધાવાળા એવા માષતુષાદિ મુનિને શાસ્ત્રમાં સર્વવિરતિ સ્વીકારેલ છે. તેથી તેવી શ્રદ્ધાવાળા કોઈ દેશવિરતિનું પાલન કરતા હોય ત્યારે તેમને દેશવિરતિ નથી, તેમ કેમ કહી શકાય ? અર્થાત્ કહી શકાય નહિ.
અહીં પૂર્વપક્ષી કહે : મોષતુષાદિ મુનિને જીવાદિ વિશેષના પરિજ્ઞાનના અભાવને કારણે સમ્યકત્વનો અભાવ છે તેથી તમેવ સર્વે ઇત્યાદિથી માપતુષાદિને ભગવાનના વચનમાં શ્રદ્ધા હોવા છતાં તેમની સર્વવિરતિની આચરણા સર્વવિરતિરૂપ નથી; તેમ તમેવ સર્વાં માનનાર અને દેશવિરતિનું પાલન કરનાર શ્રાવકમાં પણ જીવાદિનો વિશેષ બોધ નહિ હોવાને કારણે દેશવિરતિ નથી, માટે દેશવિરતિથી સર્વતો વિરતાવિરતરૂ૫ ચોથો ભાંગો પૃથફ પ્રાપ્ત થશે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
જીવાદિના વિશેષ પરિજ્ઞાનના અભાવને કારણે માપતુષાદિમાં સમ્યકત્વનો અભાવ કહેવામાં આવે તો પકાયના પરિજ્ઞાનવાળા પુરુષમાં પણ સ્યાદ્વાદની સિદ્ધિ કરવાની શક્તિ ન હોય તો સમ્યત્વ નથી, એ પ્રકારની ઉપરિતન નયની દૃષ્ટિના વિવેકમાં ચારિત્ર પાળનારા અને સ્યાદ્વાદના પરમાર્થને નહિ જાણનારા એવા સર્વ સાધુઓને પણ સર્વવિરતિ નથી, તેમ સ્વીકારવાની તને=પૂર્વપક્ષીને, આપત્તિ આવે. તેથી તારું=પૂર્વપક્ષીનું, સર્વ કથન ઇંદ્રજાળ જેવું સિદ્ધ થાય અર્થાત્ છ પ્રકારના પુરુષના જે વિકલ્પો તેં કર્યા છે તે સર્વ ઇંદ્રજાલ જેવા થાય. વસ્તુતઃ સ્વદર્શન અને પરદર્શનના પરમાર્થને જાણનારા અને સ્યાદ્વાદથી પરિષ્કૃત મતિવાળા એવા સર્વવિરતિ પાળનારા સર્વવિરતિધર છે, અને તેવા સ્યાદ્વાદથી પરિષ્કૃત મતિવાળા દેશવિરતિધર છે, અને અન્ય સર્વ દેશવિરતિવાળા કે સર્વવિરતિવાળા નથી, તેમ સ્વીકારવાની પૂર્વપક્ષીને આપત્તિ આવે.