________________
૧૩૯૯
પ્રતિમાશતક | શ્લોક : ૨ ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે “તમેવ સર્વે.' ઇત્યાદિ શ્રદ્ધાવાળામાં સંક્ષેપરુચિ સમ્યકત્વ છે, અને તેવા જીવો દેશવિરતિનું પાલન કરતા હોય તો તેમને સર્વથી વિરતાવિરત કહી શકાય નહિ, પરંતુ દેશવિરત જ સ્વીકારવા જોઈએ. તેથી શ્રમણોપાસક દેશવિરતિરૂપ પાંચમા ભાંગાથી સર્વતો વિરતાવિરતરૂપ ચોથો ભાંગો પૃથફ સ્વીકારવો ઉચિત નથી. ત્યાં પૂર્વપક્ષી પાશદોષાકર કહે છે –
આ રીતે સર્વતો વિરતાવિરતરૂપ ચોથા ભાંગાનો અપલોપ કરવામાં આવે તો દુઃખે કરીને તરી શકાય એવા સંસારસમુદ્રમાં બૂડવાનો તમને=ગ્રંથકારશ્રીને ભય પ્રાપ્ત થશે અર્થાત્ તમારું કથન ઉસૂત્રરૂપ હોવાથી અનંત સંસારની પ્રાપ્તિ થશે.
ગ્રંથકારશ્રીનું સર્વતો વિરતાવિરતરૂ૫ ચોથા ભાંગાનું અપલાપ કરનારું કથન ઉસૂત્રરૂપ કેમ છે ? તે પૂર્વપક્ષી બતાવે છે –
ભક્તિરાગથી દેવપૂજાની પ્રવૃત્તિમાં પુષ્પાદિ જીવોનો આરંભ હોવાથી પુષ્પાદિથી પૂજા કરનાર શ્રાવકમાં સંયમની ક્ષતિ છે, તેથી દેશવિરતિ કેવી રીતે સ્વીકારી શકાય ? અર્થાત્ દેશવિરતિ સ્વીકારી શકાય નહિ.
પૂર્વપક્ષીનો આશય એ છે કે દેશવિરતિધર શ્રાવક સંસારની પ્રવૃત્તિ કરે છે, તે અવિરતિરૂપ છે, અને તેમાં જે અણુવ્રતોનું પાલન કરે છે કે સામાયિકાદિ કરે છે, તે અપેક્ષાએ દેશથી વિરતિ છે; પરંતુ જે શ્રાવક ધર્મકૃત્યરૂપ પૂજામાં પણ પુષ્પાદિનો આરંભ કરે છે તે આરંભની ક્રિયા સંસારની અવિરતિની ક્રિયા કરતા જુદા પ્રકારની છે, અને અણુવ્રતોના પાલનમાં બાધક એવી આ અવિરતિની પ્રવૃત્તિ છે, છતાં મુગ્ધતાને કારણે પુષ્પાદિના આરંભપૂર્વક તે શ્રાવક પૂજા કરે છે, તેથી તે શ્રાવકમાં દેશવિરતિ નથી; કેમ કે ભક્તિરાગથી તે શ્રાવક પુષ્પાદિ દ્વારા ભગવાનની પૂજા કરે છે, તેમાં સંયમ અને અસંયમ બંનેનું અપરિગણન છે અર્થાત્ સંસારની ક્રિયા જેવી અસંયમની ક્રિયા નથી, અને દેશવિરતિ શ્રાવક જે સામાયિકાદિ કરે છે તેવી સંયમની ક્રિયા પણ નથી. તેથી ભક્તિરાગથી કરાતી પુષ્પાદિ દ્વારા પૂજાની પ્રવૃત્તિમાં સંયમ અને અસંયમ બંનેની અપ્રાપ્તિ છે. માટે તે શ્રાવકમાં વિરતાવિરતિ જ છે, દેશવિરતિ નથી; કેમ કે દેશવિરતિવાળા શ્રાવક પુષ્પાદિના આરંભપૂર્વક ભગવાનની ભક્તિ કરે નહિ. આ પ્રકારનો પૂર્વપક્ષીનો–પાશદોષાકરનો આશય છે, અને તેના દ્વારા પૂર્વપક્ષી એ સ્થાપન કરે છે કે પાંચમા શ્રમણોપાસક દેશવિરતના ભાંગા કરતાં ચોથો સર્વતો વિરતાવિરતરૂપ ભાંગો પૃથકુ ન સ્વીકારવામાં આવે તો ઉસૂત્રભાષણની પ્રાપ્તિ થાય.
તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
ભગવાનના શાસનના પરમાર્થને જોવામાં તને પૂર્વપક્ષીને, મહામોહ વર્તે છે અને મહામોહના અભિનિવેશને કારણે પરલોકના ભયની ઉપેક્ષા કરીને સંસારમાં ડૂબવાની ક્રિયા જેવું તું ઉત્સુત્રભાષણ કરે છે. વસ્તુતઃ ભગવાનની પુષ્પાદિથી કરાતી પૂજામાં સંસારના અસદારંભનો પરિત્યાગ હોવાને કારણે શુભયોગ વર્તે છે, તેથી પુષ્પાદિથી કરાતી ભગવાનની પૂજાકાળમાં દેશવિરતિરૂપ સંયમને સ્વીકારવાની ક્ષતિના ભયનો અભાવ છે; કેમ કે ભગવાનની ભક્તિ ઉત્તરોત્તર સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય કરે છે. તેથી