________________
૧૪૦૭
પ્રતિમાશતક | શ્લોક : ૯૨ પણ પુષ્પાદિથી પૂજાના અનધિકારી સ્વીકારવાની આપત્તિ આવે; કેમ કે તર્ક હંમેશાં વિપર્યયમાં પર્યવસાન પામે છે. તેથી જો સમ્યગ્દષ્ટિ દેવો પુષ્પાદિથી પૂજાના અધિકારી હોય તો શ્રમણોપાસકદેશવિરતને પણ પુષ્પાદિથી અર્ચનમાં અધિકારી સ્વીકારવા જોઈએ, તેવો અર્થ પ્રાપ્ત થાય. આ પ્રકારના તર્કથી સમ્યગ્દષ્ટિ દેવતાઓને પુષ્પાદિથી પૂજાના અધિકારી થવાની આપત્તિ ગ્રંથકારશ્રીએ આપી. તેના નિરાકરણ અર્થે પૂર્વપક્ષી કહે છે –
ગત પર્વ ... તિ વેત્ ? આથી જ=સમ્યગ્દષ્ટિ એવા દેવો સચિત પુષ્પાદિથી અર્ચનમાં અધિકારી તથી આથી જ, અચિત્તપુષ્પાદિ વડે જ તેઓ=સમ્યગ્દષ્ટિ દેવતાઓ, જિનપૂજા કરે છે. એ પ્રમાણે પૂર્વપક્ષી કહે છે, તો તેને ગ્રંથકારશ્રી કહે છે –
સદો ... વા: 1 અહો ! લુંપકના માસીયાઈ ભાઈ ! કોના વડે આ=અચિત પુષ્પાદિ વડે દેવો જિનપૂજા કરે છે એ, તારા કર્ણમાં મૂત્રિત છે =કોના વડે આવું અસંબદ્ધ વચન તારા કર્ણમાં નંખાયું છે? અર્થાત્ અચિત પુષ્પાદિથી દેવતાઓ જિનપૂજા કરે છે, એ પ્રકારનું તારું વચન અસંબદ્ધ છે; કેમ કે નંદાપુષ્કરિણીના કમલાદિ અચિત્ત જ છે, એથી સચિત્ત પુષ્પાદિ દ્વારા પૂજાના અધ્યવસાયમાં દ્રવ્યથી પાપ સ્વીકારાયે છતે અચિત્ત પુષ્પાદિ વડે પણ તેનાથી=પૂજાના અધ્યવસાયથી, કાલસૌકરિક કસાઈના મહિષના વ્યાપાદતની જેમ=ભાવથી પાડાને મારવાની જેમ, ભાવથી પાપ, દુર્નિવારપણું છે. તે કારણથી=સચિત્ત પુષ્પાદિથી પૂજામાં પાપ સ્વીકારવામાં આવે તો અચિત્ત પુષ્પાદિથી પણ પૂજામાં ભાવ પાપની પ્રાપ્તિ છે તે કારણથી, શા માટે મુગ્ધજનને બુદ્ધિનો વ્યામોહ કરવા માટે કૃત્રિમ પુષ્પાદિ વડે પણ પૂજાનું તું વ્યવસ્થાપન કરે છે ? આ રીતે તારા વડે ઉષ્ણ જલાદિ વડે જsઉકાળેલા પાણી વડે જ, અભિષેક કહેવો જોઈએ અર્થાત્ ભગવાનનો અભિષેક સ્વીકારવો જોઈએ.
ઉષ્ણ જલાદિથી=ઉકાળેલા પાણી આદિથી ભગવાનનો અભિષેક પૂર્વપક્ષી સ્વીકારે તો તેમાં પણ હિંસા છે; કેમ કે જલાદિ અભિષેક અર્થે પાણીને ઉકાળવામાં હિંસાની પ્રાપ્તિ છે. તેને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે –
મૂત્રત વ .... મારશા ! મૂળથી જ તેનો નિષેધ જલાભિષેકનો નિષેધ, કેમ તું કહેતો નથી? અર્થાત્ તારા મત પ્રમાણે તો અચિત પાણી આદિથી પણ જલાદિ જીવોની હિંસા છે, માટે મૂલથી જ તારે જલાભિષેકનો નિષેધ કહેવો જોઈએ.
પૂર્વપક્ષીનું આ સર્વ કથન અસંબદ્ધ છે, એમ સ્થાપન કરીને, તેને દઢ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે -
f=જે કારણથી ધર્મમાં આરંભની શંકા દુરંત સંસારનું કારણ છે, તે કારણથી પૂર્વપક્ષીનું આ સર્વ કથન અસંબદ્ધ છે, એમ અવય છે.
ત૬: શ્રી દરિદ્રસૂર : - તેને ધર્મમાં આરંભની શંકા દુરંત સંસારનું કારણ છે એમ પૂર્વમાં કહ્યું તેને, આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજા પંચાશક-૪, ગાથા-૧૨માં કહે છે.