________________
૧૪૦૮
પ્રતિમાશતક | શ્લોક : ૨ Uત્યા ...... રોસા 1 અન્યત્ર=ગૃહાદિકાર્યમાં આરંભવાળા પુરુષને ધર્મમાં અનારંભ અનાભોગ છે-અજ્ઞાન છે, અને લોકમાં શિષ્યલોકમાં પ્રવચનની અશ્લાઘા છે, અને અબોધિનું બીજ છે=જન્માંતરમાં અબોધિની પ્રાપ્તિનું કારણ છે, એ પ્રમાણે દોષો છે. ભાવાર્થ :
પૂર્વપક્ષી પાશદોષાકર મહાનિશીથસૂત્રની સિગવત્ત!IM .. ગાથાને ગ્રહણ કરીને અર્થ કરે છે કે કૃમ્નસંયમને જાણનારા સાધુ અને શ્રાવક બંને છે, અને કૃત્નસંયમને જાણનારા પુષ્પાદિને ઇચ્છતા નથી, એમ મહાનિશીથસૂત્રમાં કહ્યું છે. તેથી દેશવિરતિધર શ્રાવક પુષ્પાદિથી ભગવાનની પૂજા કરે નહિ, પરંતુ મહાનિશીથની મસળવત્તIIM ..... ગાથાના પૂર્વાદ્ધમાં કહ્યું કે અકૃત્ન પ્રવર્તક એવા વિરતાવિરતને આ દ્રવ્યસ્તવ યુક્ત છે. તેથી અકૃત્નપ્રવર્તક વિરતાવિરત જુદા છે અને કૃત્મસંયમના જાણનારા એવા દેશવિરત જુદા છે. માટે સર્વતો વિરતાવિરત કરતાં દેશવિરત ભાંગો મહાનિશીથના અસગવત્તા વચનથી પૃથફ સિદ્ધ થાય છે.
પૂર્વપક્ષી પાશદોષાકરનો આશય એ છે કે દેશવિરતિધર શ્રાવક સંપૂર્ણ સંયમ શું છે તેના પરમાર્થને જાણનારા છે, સર્વવિરતિની અભિલાષાવાળા છે, પરંતુ સર્વવિરતિની શક્તિના સંચયવાળા નથી, તેથી સર્વવિરતિની શક્તિના સંચય માટે દેશથી પાપોની વિરતિ કરીને સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે. માટે કૃત્નસંયમને જાણનારા દેશવિરતિધર શ્રાવકો છે. અને મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે કૃત્મસંયમના જાણનારાઓ પુષ્પાદિને ઇચ્છતા નથી. આનાથી એ ફલિત થાય છે કે પુષ્પાદિ જીવોને કિલામણા થાય તેવી આરંભની પ્રવૃત્તિ ધર્મના અર્થી એવા શ્રાવકો કરે નહિ; અને જેઓ કૃત્નસંયમને જાણનારાઓ નથી, તેઓ વિરતાવિરત છે, અને તેઓ ધર્મબુદ્ધિથી પુષ્પાદિ દ્વારા ભગવાનની પૂજા કરે છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
તું=પૂર્વપક્ષી પાશદોષાકર, મહાનિશીથની મસિપવત્ત!If ગાથાના અર્થને જાણવા માટે અસમર્થ છે. આથી જ મહાનિશીથના વૃત્તિકારે જે અર્થ કર્યો છે, તેને પૂર્વપક્ષી તું જાણતો નથી.
મહાનિશીથના વૃત્તિકારે મસિUવત્ત T ..... ગાથાનો શું અર્થ કર્યો છે, તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
કૃમ્નસંયમવાળા એવા તે વિદ્વાનો' તે કૃમ્નસંયમવિદ્ છે. તેથી એ ફલિત થાય છે કે જેમણે જીવનમાં સંપૂર્ણ સંયમ સ્વીકાર્યું છે, તેવા વિદ્વાનો કૃત્નસંયમવિદ્ છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે જે ખરેખર વિદ્વાન હોય તે હંમેશાં સંયમના પરમાર્થને જાણનારા હોય અને સંયમને પાળનારા હોય, અને કૃત્મસંયમને પાળનારા એવા જે વિદ્વાનો છે, તેઓ ભાવસ્તિવને ઇચ્છનારા છે, દ્રવ્યસ્તવને ઇચ્છનારા નથી, તેથી પુષ્પાદિ દ્વારા ભગવાનની ભક્તિ કરવાની અભિલાષાવાળા નથી. જ્યારે દેશવિરતિધર શ્રાવકો તો કૃત્નસંયમને જાણનારા હોવા છતાં તેઓ કૃમ્નસંયમવાળા વિદ્વાનો નથી. માટે મહાનિશીથસૂત્રમાં અકૃત્નપ્રવર્તક એવા વિરતાવિરત શબ્દથી દેશવિરતિધર શ્રાવકને ગ્રહણ કરેલ છે. તેથી મહાનિશીથના વચન પ્રમાણે દેશવિરતિધર