________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૯૨
૧૪૧૫ પૂર્વમાં કહ્યું કે જિનાલયમાં જતી વખતે જે પાંચ અભિગમો કહ્યા છે, તેમાં સચિત્ત દ્રવ્યના ત્યાગનો અભિગમ ભોગાંગ સચિત્તના પરિહાર માટે છે, અન્ય સચિત્ત દ્રવ્યના પરિવાર માટે નથી; કેમ કે ભગવાનની ભક્તિના કાળમાં પરિહાર યોગ્ય એવું સચિત્ત દ્રવ્ય ભોગાંગ છે, પરંતુ ભગવાનની પૂજા અર્થે લઈ જવાનાં પુષ્પાદિ પરિહાર યોગ્ય નથી. તેની પુષ્ટિ કરવા અર્થે તર્ક કરે છે –
જો પરિહાર યોગ્ય એવા સચિત્ત દ્રવ્યને અભિગમના વચનના બળથી આગળ કરવામાં ન આવે, અને સર્વ સચિત્ત દ્રવ્યનો પરિહાર સ્વીકારીને અચિત્ત પુષ્પાદિથી ભગવાનની પૂજા થાય તેમ સ્વીકારવામાં આવે, તો અચિત્ત દ્રવ્યનો ત્યાગ નહિ કરવાનું કે બીજું અભિગમ વચન છે તેને સાચવવા માટે રાજા વગેરે જિનાલયમાં પ્રવેશ કરતી વખતે ખગ, છત્ર, પગરખાં વગેરે અચિત્ત દ્રવ્યનો ત્યાગ કરે છે તેનો પણ ત્યાગ કરવો જોઈએ નહિ; કેમ કે જેમ સચિત્ત દ્રવ્યના ત્યાગથી યોગ્યાયોગ્યનો વિભાગ કર્યા વગર સર્વ સચિત્ત દ્રવ્યનો ત્યાગ સ્વીકારવામાં આવે, તો અચિત્ત દ્રવ્યના ત્યાગના નિષેધને કહેનારા અભિગમવચનથી પણ યોગ્યાયોગ્યનો વિભાગ કર્યા વગર જે પોતાની સાથે અચિત્ત દ્રવ્ય છે તે અચિત્ત દ્રવ્યનો ત્યાગ કરવો જોઈએ નહિ, એમ સ્વીકારવું જોઈએ; અને એમ સ્વીકારીએ તો જિનાલયમાં જતી વખતે પગરખાં વગેરેનો ત્યાગ કર્યા વગર જિનાલયમાં જવું જોઈએ, એ પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય, અને તર્ક હંમેશાં વિપર્યયમાં પર્યવસાન પામે છે. તેથી જેમ અચિત્ત દ્રવ્યના અત્યાગના વચનથી પગરખાદિનું ગ્રહણ નથી, તેમ સચિત્ત દ્રવ્યના ત્યાગના વચનથી પૂજાની સામગ્રીના ત્યાગનું ગ્રહણ નથી, એ પ્રકારે વિપરીત અર્થમાં તર્ક વિશ્રાંત થાય છે.
આનાથી એ ફલિત થાય કે જેમ અચિત્ત દ્રવ્યને કહેનાર અભિગમવચનથી અત્યાગયોગ્ય અચિત્ત દ્રવ્યના અત્યાગનું કથન છે સર્વ અચિત્ત દ્રવ્યના અત્યાગનું કથન નથી, તેમ સચિત્ત દ્રવ્યના ત્યાગને કહેનારા અભિગમવચનથી ભોગાંગ એવા ત્યાગ યોગ્ય સચિત્ત દ્રવ્યના ત્યાગનું કથન છે, સર્વ સચિત્ત દ્રવ્યના ત્યાગનું કથન નથી. તેથી ભગવાનની ભક્તિ અર્થે ગ્રહણ કરાતા પુષ્પાદિ કે જલાદિના ત્યાગનું કથન સચિત્ત દ્રવ્યના ત્યાગના અભિગમવચનથી પ્રાપ્ત થાય નહિ.
આ રીતે તર્કથી ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે સચિત્ત દ્રવ્યના ત્યાગને કહેનારું અભિગમવચન વિશેષ સચિત્તના પરિહારપર છે, સર્વ સચિત્તના પરિહારપર નથી, અને તેમાં તર્ક આપ્યો; તે તર્કનું નિરાકરણ કરવા અર્થે પૂર્વપક્ષી કહે કે પ્રવચનની શોભાને અનુરૂપ અચિત્ત દ્રવ્યના ગ્રહણનું જ બીજા અભિગમનો અર્થ છે અર્થાત્ અચિત્ત દ્રવ્યના અત્યાગને કહેનારું વચન પ્રવચનની શોભાને અનુરૂપ એવા આભૂષણાદિ દ્રવ્યોના ગ્રહણનું જ કથન કરે છે, ત્યાગનું કથન કરતું નથી.
પૂર્વપક્ષીનો આશય એ છે કે ભગવાનની ભક્તિની વૃદ્ધિ અર્થે ઉત્તમ અલંકારો વગેરે આભૂષણો ધારણ કરવામાં આવે તો પ્રવચનની શોભા થાય, અને તેવાં અચિત્ત દ્રવ્યોને ગ્રહણ કરવાનું જ કથન બીજા અભિગમથી પ્રાપ્ત થાય છે અર્થાત્ અચિત્ત દ્રવ્યના અત્યાગને કહેનારા અભિગમવચનથી પ્રાપ્ત થાય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
પૂજાના અવસરમાં પૂજાને અનુપયોગી એવા સચિત્ત દ્રવ્યના ત્યાગને કહેનારું પ્રથમ અભિગમ વચન છે એ પ્રકારે તું કેમ વિચારતો નથી ? તેથી જેમ ડાકણ કોઈના શરીરમાં પ્રવેશ કરવા અર્થે અવસર પ્રાપ્ત થતો