________________
પ્રતિમાશતક / બ્લોક : ૨
૧૪૧૯
અનુબંધથી અસંયમનો ત્યાગ ભગવાનની પૂજામાં થતા શુભભાવથી થાય છે, તો ભગવાનની પૂજાકાળમાં અનુબંધથી અસંયમ હજુ ઉત્પન્ન થયો નથી. તેથી તેનો નાશ થઈ શકે નહિ.
આશય એ છે કે શ્રાવકો પુષ્પોથી ભગવાનની પૂજા કરે છે. તેને જોઈને ભવિષ્યમાં અન્ય અન્ય પણ જીવો પુષ્પાદિથી પૂજા કરશે, તેથી ભગવાનની પૂજાથી અનુબંધથી અસંયમની પ્રાપ્તિ છે, અને તે અનુબંધથી અસંયમની પ્રાપ્તિ ભગવાનની પૂજાથી નાશ થાય છે તેમ પણ પૂર્વપક્ષી કહી શકે નહિ; કેમ કે અનુબંધથી અસંયમ તો ભવિષ્યમાં થનાર છે, હજુ તે અસંયમ ઉત્પન્ન થયો નથી. તેનો નાશ શુભભાવથી થાય છે, તેમ કહી શકાય નહિ. માટે ભગવાનની પૂજાકાળમાં જે અસંયમ છે તે વિધિ-ભક્તિ અન્યતરની વિકલતાકૃત છે. સારાંશ :
ભગવાનની ભક્તિમાં અસંયમનો સ્વીકાર ત્રણ રીતે થઈ શકે છે : (૧) ભગવાનની ભક્તિકાળમાં વિધિભક્તિ અન્યતરનું વૈગુણ્ય અને (૨) પુષ્પાદિથી ભગવાનની પૂજા કરવારૂપ જે દ્રવ્યસ્તવ, તસ્વરૂપ અસંયમ અને (૩) પુષ્પાદિથી થતી પૂજાને જોઈને અન્ય જીવો તે રીતે પુષ્પાદિથી ભગવાનની પૂજા કરે, એ રૂપ અનુબંધથી અસંયમ.
આ ત્રણથી અતિરિક્ત કોઈ અસંયમની પ્રાપ્તિ પૂજામાં નથી.
સ્વરૂપથી અસંયમનો ત્યાગ શુભભાવથી સ્વીકારીએ તો દ્રવ્યસ્તવનો ત્યાગ પ્રાપ્ત થાય; અનુબંધથી થતા અસંયમનો ત્યાગ સ્વીકારીએ તો શ્રાવકો જે ભગવાનની પૂજા કરી રહ્યા છે, તે પૂજાને જોઈને અન્ય જીવો દ્વારા ભવિષ્યમાં પુષ્પાદિથી થનારી પૂજાના અસંયમનો ત્યાગ ભગવાનની પૂજાકાળમાં થતા શુભભાવથી થઈ શકે નહિ. એટલે અનન્ય ગતિથી વિધિ-ભક્તિ અન્યતરના વૈગુણ્યકૃત અસંયમનો ત્યાગ પૂજાકાળમાં થતા શુભભાવથી થાય છે, એમ સ્વીકારવું ઉચિત છે. ઉત્થાન :
આવશ્યકનિયુક્તિ ભાષ્ય ગાથા-૧૯૩માં દ્રવ્યસ્તવને અપ્રધાન કહેલ છે અને ભાવસ્તવને પ્રધાન કહેલ છે. તેનાથી પણ એ ફલિત થાય છે કે દ્રવ્યસ્તવમાં પુષ્પાદિ જીવોની હિંસા છે, માટે દ્રવ્યસ્તવને અપ્રધાન કહેલ છે. તેથી દ્રવ્યસ્તવમાં ધર્માધર્મ સ્વીકારવામાં કોઈ દોષ નથી, એમ પૂર્વપક્ષી કહે તો તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – ટીકા :
द्रव्यस्तवस्याप्रधानत्वमपि स्वरूपत एव, विधिभक्तिसाद्गुण्योपबृंहितभावप्रवृद्धौ भावस्तवस्यैव साम्राज्यात् । इदमित्थमेव महाबुद्धिशालिना हरिभद्राचार्येणाभिहितम्, तथापि यस्य स्थूलबुद्धेर्मनसि नायाति तदनुकम्पार्थं तद्ग्रन्थपङ्क्तिरत्र लिख्यते -
"दव्वथओ भावथओ, दव्वथओ बहुगुणो त्ति बुद्धि सिया । अनिउणमइवयणमिणं छज्जीवहिअं जिणा बिंति"। [आव०नि०भा०गा० १९२]