________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૨
૧૪૦૯
શ્રાવકને દ્રવ્યસ્તવ યુક્ત છે, એમ સિદ્ધ થાય છે. માટે મહાનિશીથની મસળવવત્તા . ગાથાનો પૂર્વપક્ષી જે પ્રમાણે અર્થ કરે છે તે બરાબર નથી.
વળી તેની પુષ્ટિ કરવા માટે તર્ક આપતાં કહ્યું કે દેવતાઓ દેશવિરતિવાળા નથી, તોપણ જેમ દેશવિરતિવાળા શ્રાવકો સર્વવિરતિધર એવા સાધુઓની ઉપાસનાના કારણે કૃત્નસંયમને જાણનારા છે, તેમ દેવતાઓ પણ ભગવાનની ભક્તિ કરનારા છે, તેથી કૃત્નસંયમના સ્વરૂપને જાણનારા છે. વળી પુસ્તકરત્નના વાચનથી ઉપલબ્ધ ધર્મવ્યવસાયવાળા છે, તેથી પણ કૃત્નસંયમના પરિજ્ઞાનવાળા છે. વળી સમ્યકત્વથી ઉપઍહિત નિર્મળ અવધિજ્ઞાનવાળા હોવાને કારણે આગમ પ્રમાણે ધર્મની પ્રવૃત્તિ કરનારા છે. તેથી ધર્મ માટે ભગવાનની ભક્તિ કરતા હોય ત્યારે અવિરતિવાળા એવા પણ દેવો શ્રાવકની જેમ પુષ્પાદિથી પૂજા કરે નહિ, અને દેવો ભગવાનની પૂજા પુષ્પાદિથી કરે છે તે શાસ્ત્રપ્રસિદ્ધ છે, માટે જેમ દેવો કૃમ્નસંયમને જાણનારા હોવા છતાં પુષ્પાદિથી ભગવાનની પૂજા કરે છે, તેમ દેશવિરતિધર શ્રાવકો પણ કૃત્નસંયમને જાણનારા હોવા છતાં પુષ્પાદિથી ભગવાનની પૂજા કરે છે, તે ઉચિત છે. તેથી કૃત્નસંયમવિદ્ પુષ્પાદિને ઇચ્છતા નથી, તેનો અર્થ જે પ્રમાણે પૂર્વપક્ષી કરે છે તે પ્રમાણે થાય નહિ; પરંતુ કૃત્નસંયમવાળા એવા વિદ્વાન સાધુઓ પુષ્પાદિને ઇચ્છતા નથી, તેનો અર્થ મહાનિશીથના વૃત્તિકારે કર્યો છે, તેમ જ કરવો ઉચિત છે.
અહીં પૂર્વપક્ષી કહે કે દેવતાઓ અચિત્ત પુષ્પાદિ વડે ભગવાનની પૂજા કરે છે. માટે દેવતાઓની પુષ્પાદિથી કરાતી પૂજાને ગ્રહણ કરીને દેશવિરતિધર શ્રાવકો પણ પુષ્પાદિથી પૂજા કરે છે, તેમ સ્વીકારી શકાય નહિ. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે પૂર્વપક્ષી એવો તું=પાશદોષાકર લુંપાકનો માસીયાઈ ભાઈ છે અર્થાત્ જેમ લુપાક ભગવાનની પૂજામાં પુષ્પાદિ જીવોની હિંસાને સ્વીકારીને પ્રતિમાનો લોપ કરે છે, તેમ તું=પૂર્વપક્ષી પાશદોષાકર પ્રતિમાનો લોપ કરતો નથી, તોપણ લુપાકની જેમ પુષ્પાદિથી ભગવાનની પૂજામાં હિંસા છે, તેમ કહીને ભગવાનની પૂજાને અધર્મરૂપે સ્થાપન કરે છે, તેથી તું લપાકનો માસીયાઈ ભાઈ છે.
વળી પૂર્વપક્ષીનું આ કથન સંગત નથી, તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે તને આવું કહીને કોણે અસંબદ્ધ શીખવાડ્યું ? તે અસંબદ્ધ કથન કેમ છે, તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
જો દેવલોકમાં નંદાપુષ્કરિણી આદિનાં કમળો અચિત્ત છે, તેથી દેવતાઓ તે કમળથી ભગવાનની પૂજા કરે છે, એમ પૂર્વપક્ષી કહે, તો જેમ સચિત્ત પુષ્પાદિ દ્વારા પૂજાના અધ્યવસાયમાં બાહ્ય આચરણારૂપ પાપ સ્વીકારવામાં આવે, તો અચિત્ત પુષ્પાદિ દ્વારા પણ ભગવાનની પૂજામાં ભાવથી પાપ સ્વીકારવું પડે.
જેમ કાલસૌકરિક કસાઈ રોજ ૫૦૦ પાડા મારતો હતો ત્યારે, બાહ્ય આચરણાથી પણ પાપ કરતો હતો અને ભાવથી પણ પાપ કરતો હતો, અને જ્યારે શ્રેણિક રાજાએ તેને હિંસાથી અટકાવવા અર્થે કૂવામાં ઊંધો લટકાવ્યો, ત્યારે પાણીમાં ૫00 પાડાને ચિતરીને મારે છે. તેથી દ્રવ્યથી પાડા મારવાની ક્રિયા નહિ હોવા છતાં ભાવથી પાડા મારવાની ક્રિયા કરે છે. તેમ સચિત્ત પુષ્પાદિથી પૂજા કરવાના કારણે આચરણારૂપ પાપ થતું હોય તો અચિત્ત પુષ્પાદિથી પૂજા કરવાને કારણે પણ અધર્મની પ્રાપ્તિ થાય. છતાં દેવોની અચિત્ત