________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૨
૧૪૦૩
વ્યાપક પ્રાપ્ત થાય છે અને તે બંને એક જ છે, તેનો અર્થ પ્રાપ્ત થાય છે. જેમ “નીવીનીવાસ્ત્રવવન્યસંવરનિર્નર મોક્ષાતત્ત્વમ્” એ સૂત્રમાં તત્ત્વને ઉદ્દેશીને જીવાજીવાદિનું વિધાન કરવામાં આવે ત્યારે, ઉદ્દેશ્ય એવા તત્ત્વની સાથે જીવ-અજીવ આદિ સાત તત્ત્વો વ્યાપક છે, તેવો બોધ કરવામાં આવે છે, તેથી નક્કી થાય છે કે આ સાત તત્ત્વોથી અતિરિક્ત કોઈ “તત્ત્વ' નથી, પરંતુ જે તત્ત્વ છે તે આ સાત રૂપ જ છે અને આ સાત છે તે જ તત્ત્વ છે. તેમ પ્રસ્તુત માં વિરતાવિરતને ઉદ્દેશીને શ્રમણોપાસકનું વિધાન હોવાથી એ ફલિત થાય છે કે જે શ્રમણોપાસક છે તે જ વિરતાવિરત છે, અને જે વિરતાવિરત છે તે શ્રમણોપાસક છે.
અહીં વિશેષ એ છે કે ઉદ્દેશ્ય-વિધેયભાવસ્થળમાં વિભાગવાક્યની મર્યાદાથી વિધેયના વ્યાપકત્વનો લાભ થાય છે. તેથી વિધેય, ઉદ્દેશ્યથી ન્યૂન નથી, પણ ઉદ્દેશ્ય સમનિયત છે એવી પ્રાપ્તિ થાય. તેમ
વ્યાસો ..... એ સૂયગડાંગસૂત્રના કથનમાં પણ વિરતાવિરતને ઉદ્દેશીને શ્રમણોપાસકત્વનું વિધાન કરેલ હોવાથી વિધેય એવા શ્રમણોપાસકત્વનું વિરતાવિરત ગુણવાળા સાથે વ્યાપકપણે પ્રાપ્ત થાય છે, અને જે વિરતાવિરત છે, તે જ શ્રમણોપાસક છે, તે રૂપ બેના એકપણાની પ્રાપ્તિ થાય છે.
આ રીતે ઉદ્દેશ્ય-વિધેયભાવની મર્યાદાને આશ્રયીને સૂત્રમાં કહેલા વચનથી પણ વિરતાવિરત અને શ્રમણોપાસક પૃથફ નથી, તેમ ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. હવે યુક્તિથી પણ શ્રમણોપાસક અને વિરતાવિરત પૃથક્ નથી, એ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
વસ્તુતઃ સૂત્રમાં શ્રમણોપાસકપદ દ્વારા વિરતાવિરતપદનું જ વિવરણ થાય છે, કેમ કે જે શ્રાવકો શ્રમણ થવા સમર્થ નથી અને શ્રમણની જેમ મોક્ષમાં જવાના અર્થી છે, તેથી શ્રમણોની ઉપાસના કરે છે, અને સ્વશક્તિ અનુસાર કાંઈક કાંઈક વિરતિનું પાલન કરીને શ્રમણની જેમ વિરતિની શક્તિનો સંચય કરે છે, તેઓ શ્રમણોપાસક છે. તેથી શ્રમણોપાસકપદથી કાંઈક વિરતિ અને કાંઈક અવિરતિવાળા પુરુષનું વિવરણ પ્રાપ્ત થાય છે, અને તેથી શ્રમણોપાસકપદ દ્વારા સર્વવિરતિ કરતાં ન્યૂન અને સર્વવિરતિની નજીક એવા ગુણસ્થાનવિશેષરૂપ પાંચમા ગુણસ્થાનકમાં શ્રમણોપાસકપદની શક્તિના ગ્રહનું તાત્પર્ય પ્રાપ્ત થાય છે. તેથી શ્રમણોપાસક શબ્દથી પાંચમા ગુણસ્થાનકવાળાની પ્રાપ્તિ છે, અને વિરતાવિરતપદથી પણ પાંચમા ગુણસ્થાનકવાળા પુરુષની પ્રાપ્તિ છે. માટે વિરતાવિરતથી શ્રમણોપાસકદેશવિરત જુદા છે, એ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન અસંગત છે.
અહીં પૂર્વપક્ષી કહે કે શ્રમણોપાસકપદથી સાધુના ઉપાસક એવા પુરુષની પ્રાપ્તિ છે, અને વિરતાવિરતપદથી કાંઈક વિરતિ છે અને કાંઈક અવિરતિ છે, તેવા પુરુષની પ્રાપ્તિ છે. તેથી શ્રમણોપાસક અને વિરતાવિરત વચ્ચેનો ભેદ સ્વીકારી શકાશે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
શ્રમણોપાસકપદથી આ સાધુના ઉપાસક છે, તેવી બુદ્ધિવિશેષની પ્રાપ્તિ હોવાને કારણે સાધુના ઉપાસક એવા ગુણવિશેષથી તે પુરુષનો બોધ થાય છે, તેમ સ્વીકારવામાં આવે, અને વિરતાવિરતપદની પણ વ્યુત્પત્તિવિશેષનો આશ્રય કરવામાં આવે તો તેવો જ બોધ થાય છે અર્થાત્ વિરતાવિરતપદની વ્યુત્પત્તિ સામાન્યનો આશ્રય કરવામાં આવે તો આ પુરુષમાં કાંઈક વિરતિ છે અને કાંઈક અવિરતિ છે, તેવો બોધ