________________
૧૪૦૨
પ્રતિમાશતક | શ્લોક : ૯૨ અહીં પૂર્વપક્ષી કહે કે સમભિરૂઢનય શબ્દના ભેદથી અર્થનો ભેદ સ્વીકારે છે. માટે અમે પણ સમભિરૂઢનયનો આશ્રય કરીને વિરતાવિરત અને શ્રમણોપાસક પુરુષને પૃથક્ સ્વીકારીશું. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
સમરૂઢ કૃષ્ટિ: સમભિરૂઢનયતા આશ્રયથી વિરતાવિરતપદના અર્થનો અને શ્રમણોપાસકપદના અર્થનો ભેદ તારા વડે સ્વીકારાય છે, તો ગ્રંથકારશ્રી કહે છે –
એ રીતે ઘટ-કુંભાદિ પદોના અર્થનો ભેદ પણ કેમ સ્વીકારતો નથી? પૂર્વપક્ષી કહે કે સમભિરૂઢનયના આશ્રયથી ઘટ-કુંભાદિ પદોના અર્થનો ભેદ સ્વીકારાય જ છે, પરંતુ વિભાજકઉપાધિભેદથી અપ્રયુક્તપણું હોવાને કારણે=ઘટ-કુંભાદિમાં બે પદાર્થને પૃથફ કહેવામાં કારણભૂત એવી વિભાજક ઉપાધિના ભેદથી અપ્રયુક્તપણું હોવાને કારણે, વિભાગને અનુકૂળ છે=પદાર્થનો વિભાગ કરતી વખતે જેમ ઘટ-પટાદિ પદાર્થોનો વિભાગ થાય છે, તેમ ઘટ-કુંભાદિનો વિભાગ થતો નથી; કેમ કે તેવો વિભાજક ઉપાધિભેદ નહિ હોવાને કારણે ઘટ-કુંભાદિ પદાર્થ વિભાગને અનુકૂળ છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે –
પ્રકૃતિમાં પણ શ્રમણોપાસક અને વિરતાવિરત પુરુષના વિભાગમાં પણ, પૂર્વપક્ષી વડે દૃષ્ટિ અપાય અર્થાત પૂર્વપક્ષીએ જે રીતે ઘટ-કુંભાદિમાં દૃષ્ટિ આપી તે દૃષ્ટિ શ્રમણોપાસક અને વિરતાવિરતમાં આપે તો ત્યાં પણ વિભાજક ઉપાધિભેદ નહિ હોવાને કારણે શ્રમણોપાસક અને વિરતાવિરત એમ બે પુરુષને પૃથફ સ્વીકારવા અનુકૂળ છે. ભાવાર્થ
પૂર્વપક્ષી પાશ કહે છે કે શાસ્ત્રમાં શ્રમણોપાસક એવા દેશવિરતિધરને વિરતાવિરત પુરુષ કરતાં જુદા બતાવ્યા છે. તેથી સર્વતો વિરતાવિરત રૂ૫ ચોથા ભાંગાથી શ્રમણોપાસક દેશવિરતિરૂપ પાંચમો ભાંગો જુદો છે, તેમ સ્વીકારવું જોઈએ. તેને ગ્રંથકારશ્રી કહે છે –
હે બાલિશ ! આવો અર્થ તને કોણે શીખવાડ્યો ? અર્થાત્ શાસ્ત્રમાં શ્રમણોપાસક દેશવિરત અને વિરતાવિરત જુદા છે, એવો અર્થ તને કોણે શીખવાડ્યો ? વળી કોઈ ગુરુ વડે શું તું ઠગાયો છે ? કે જેમણે તને આવો વિપરીત અર્થ બતાવ્યો ? અથવા તો મિથ્યાત્વના ઉદયરૂપ કર્મના બળથી તું આવો વિપરીત અર્થ કરે છે ? આમ કહીને પૂર્વપક્ષી સર્વતો વિરતાવિરત અને શ્રમણોપાસક દેશવિરત એમ જે બે વિભાગ પાડે છે તે ઉચિત નથી, એમ ગ્રંથકારશ્રી સ્થાપન કરે છે.
હવે તેમાં યુક્તિ બતાવે છે –
સૂત્રમાં એક પ્રાણાતિપાતથી પ્રતિવિરત યાવતું એક પ્રાણાતિપાતથી અપ્રતિવિરત એ પ્રમાણે ઉદ્દેશીને તે યથાનામવાળા શ્રમણોપાસકો હોય છે, એ પ્રમાણે કથન કર્યું છે. તે કથનમાં ઉદ્દેશ્ય-વિધેયભાવ હોવાને કારણે વિરતાવિરતને ઉદ્દેશીને શ્રમણોપાસકનું વિધાન કરેલ છે, અને ઉદ્દેશ્ય-વિધેયસ્થળમાં વિધેય હંમેશાં