________________
૧૪૦૦
પ્રતિમાશતક | શ્લોક : ૨ યતનાપરાયણ એવા વિવેકી શ્રાવક વડે પુષ્પાદિથી કરાતી પૂજામાં દેશથી સંયમ છે, તેમ સ્વીકારવામાં કોઈ દોષ નથી.
તેને જ દઢ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે –
ભગવાનની ભક્તિકાળમાં પુષ્પાદિથી પૂજા કરનાર શ્રાવકને પ્રશસ્ત રાગ વર્તે છે, અને તે પ્રશસ્ત રાગ દેશવિરતિનો બાધક નથી, માટે દોષરૂપ નથી; અને જો પ્રશસ્તરાગને દોષરૂપ સ્વીકારવામાં આવે તો જેમ તત્ત્વના જાણનારા એવા વિદ્વાનો કર્મને પરવશ થઈને ભોગાદિમાં પ્રવૃત્તિ કરે છે, તેમ કર્મની પરવશતાના બળથી જ ભગવાનની પૂજામાં પ્રવૃત્તિ કરે છે, તેમ માનવાનો પ્રસંગ આવે; કેમ કે વિદ્વાન પણ ઉત્કટ રાગ હોય તો અસમંજસ પ્રવૃત્તિ કરે છે તેમ ઉત્કટ રાગને કારણે અસમંજસ એવી પૂજાની પ્રવૃત્તિ કરે છે તેમ માનવું પડે, આથી દેશવિરતિધર શ્રાવક તત્ત્વનો જાણકાર હોવા છતાં રાગની ઉત્કટતાના કારણે સર્વવિરતિને સ્વીકારવાનું છોડીને ભોગાદિની પ્રવૃત્તિ કરે છે, તેમ તે શ્રાવકો પણ રાગની ઉત્કટતાને કારણે ભગવાનની ભક્તિ કરે છે તેમ માનવું પડે અને ઉત્કટ રાગને પરવશ પૂજામાં વર્તતો પ્રશસ્ત રાગ અપ્રશસ્ત રાગ જેવો દોષરૂપ છે તેમ માનવું પડે, તેથી કર્મની પરવશતાથી જેમ વિદ્વાન અપ્રશસ્ત રાગમાં પ્રવર્તે છે, તેમ કર્મની પરવશતાથી પ્રશસ્ત રાગમાં પણ પ્રવર્તે છે તેમ સિદ્ધ થાય. . વસ્તુતઃ પ્રશસ્ત રાગ કરાવે તેવી પ્રવૃત્તિ કર્મને પરવશ થઈને થતી નથી, પરંતુ તત્ત્વના બોધને કારણે તત્ત્વને અભિમુખ જનારી માર્ગાનુસારી બુદ્ધિથી પ્રશસ્ત રાગમાં યત્ન થાય છે, અને તે પ્રશસ્ત રાગને દેશવિરતિરૂપ સંયમનો બાધક કહી શકાય નહિ, તેથી પુષ્પાદિથી પૂજા કરનારમાં દેશવિરતિ નથી, એમ કહેનારું પૂર્વપક્ષીનું વચન ઉસૂત્રભાષણરૂપ છે. ઉત્થાન :
વિરતાવિરત કરતાં દેશવિરતિને પૃથફ સ્વીકારવામાં પૂર્વપક્ષી અન્ય યુક્તિ બતાવે છે – ટીકા :
श्रमणोपासकानां देशविरतानां पृथग्गुणवर्णनाद् विरताविरतेभ्यस्तेऽतिरिच्यन्ते इति चेत् ? अहो बालिश ! केनेदं शिक्षितम् ? किं गुरुणा विप्रलब्धोऽसि स्वकर्मणा वा ? सूत्रे हि “एगच्चाओ पाणाइवायाओ पडिविरया जावज्जीवाए, एगच्चाओ अप्पडिविरया" इत्यनूद्य - “से जहाणामए समणोवासगा भवन्ति” त्ति श्रमणोपासकगुणविधानेन श्रमणोपासकगुणवतो विरताविरतगुणवद्व्यापकत्वस्यैव लाभात्, वस्तुतः श्रमणोपासकपदेन विरताविरतपदविवरणाद् गुणस्थानविशेषावच्छिन्ने शक्तिग्रहतात्पर्याच्च । श्रमणोपासकपदाद् बुद्धिविशेषानुगतेर्गुणविशेषैरेव बोधे तु विरताविरतपदादपि व्युत्पत्तिविशेषात्तथैव बोधः । समभिरूढनयाश्रयणेन विरताविरतश्रमणोपासकपदार्थभेदस्त्वयाभ्युपगम्यते चेत्, एवं घटकुम्भादिपदार्थभेदोऽपि किं नाभ्युपगम्यते ? अभ्युपगम्यत एव, परं विभाजकोपाधिभेदाप्रयुक्तत्वेन विभागाननुकूल इति चेत् ? प्रकृतेऽपि दीयतां दृष्टिः ।