________________
૧૩૯૮
પ્રતિમાશતક | શ્લોક : ૨ ઉપરોક્ત કથનથી શું ફલિત થાય છે, તે પાશદોષાકર પૂર્વપક્ષી બતાવે છે –
તેન ..... રેશવિરતિિિત છે તે કારણથી=ભક્તિરાગથી આરંભ પૂર્વક પૂજાની પ્રવૃત્તિ કરનારમાં સંયમની ક્ષતિ હોવાને કારણે દેશવિરતિ નથી તે કારણથી, ભક્તિરાગ વડે સંયમાસંયમનું અપરિગણન હોવાને કારણે=ભક્તિરાગથી આરંભ પૂર્વક પૂજાની પ્રવૃત્તિ કરનાર શ્રાવકને ભગવાનની પૂજામાં સંયમ-અસંયમનું અપરિગણન હોવાને કારણે, વિરતાવિરતિ જ છે, દેશવિરતિ નથી.
તિ’ શબ્દ શ્રમણોપાસક દેશવિરતિરૂપ પાંચમા ભાંગાથી સર્વતો વિરતાવિરતરૂપ ચોથા ભાગાને પૃથફ સ્વીકારવાની પૂર્વપક્ષીની યુક્તિની સમાપ્તિસૂચક છે.
ફર્વ તુ ..... ન રેશવિરતિક્રિતિ સુધી પૂર્વપક્ષી પાશદોષાકરે “શ્રમણોપાસક દેશવિરતિરૂપ પાંચમા ભાંગાથી સર્વતો વિરતાવિરતરૂ૫ ચોથા ભાંગાને પૃથક સ્વીકારવામાં ન આવે તો ઉસૂત્રભાષણ થશે” તેમ જે કહ્યું, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
તા . સંયમક્ષતિમયામાવા, વળી મહામોહના અભિનિવેશ વડે અગણિત પરલોકભયવાળા એવા તને જ પાશદોષાકર પૂર્વપક્ષીને જ, તે દુસ્તરવારિકૃત્ય છે–પાશદોષાકર પૂર્વપક્ષીએ ગ્રંથકારશ્રીને કહ્યું કે પાંચમા શ્રમણોપાસક દેશવિરતરૂપ ભાંગાથી ચોથા સર્વતો વિરતાવિરતરૂપ ભાંગાને પૃથફ નહિ સ્વીકારો તો ઉસૂત્રભાષણ થશે, તે પૂર્વપક્ષી પાશદોષાકરનું કથન જ, તેને પોતાને માટે દુરંત સંસારમાં ડુબાવનારું કૃત્ય છે=ઉસૂત્રભાષણરૂપ કૃત્ય છે; કેમ કે અસદારંભના પરિત્યાગથી સદારંભની પ્રવૃત્તિ હોતે છતે= પુષ્પાદિથી કરાતી શ્રાવકની પૂજામાં મોહતી વૃદ્ધિ કરે તેવા અસદારંભના પરિત્યાગથી, સર્વવિરતિના સંચયનું કારણ બને એવી સદારંભની પ્રવૃત્તિ હોતે છતે, શુભયોગ હોવાને કારણે આ દ્રવ્યસ્તવને કરીને હું ભાવતવને પ્રાપ્ત કરું, એ પ્રકારનો શુભયોગ હોવાને કારણે, સંયમની ક્ષતિના ભયનો અભાવ છેપુષ્પાદિથી કરાતી ભગવાનની ભક્તિમાં દેશવિરતિરૂપ સંયમની ક્ષતિના ભયનો અભાવ છે.
અહીં પ્રશ્ન થાય કે પુષ્પાદિથી કરાતા દ્રવ્યસ્તવમાં શુભયોગ હોવા છતા પણ આરંભની પ્રવૃત્તિ હોવાથી સંયમની ક્ષતિનો ભય કેમ નથી ? તેમાં ગ્રંથકારશ્રી હેતુ કહે છે –
મવિતર! ... તોષામાવાન્ | ભક્તિરાગતા પ્રશસ્તપણામાં પુષ્પાદિથી કરાતી ભગવાનની પૂજાકાલિન ભક્તિમાં વર્તતા પ્રશસ્તરામપણામાં, દોષનો અભાવ છે=દેશવિરતિરૂપ સંયમને બાધ કરે તેવા દોષનો અભાવ છે.
ભક્તિરાગના પ્રશસ્તપણામાં દેશવિરતિનો બાધક એવો દોષ સ્વીકારી શકાય નહિ, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી અન્ય હેતુ કહે છે –
તચૈવ ..... પ્રવર્તે છે અને તેનું જ=ભક્તિરાગના પ્રશસ્તપણાનું જ, દોષપણું હોતે જીતે વિદ્વાનને પણ બળથી જ કર્મની પરવશતાથી જ, પ્રવૃત્તિનો પ્રસંગ છે=ભક્તિરાગમાં પ્રવૃત્તિનો પ્રસંગ છે. હિં=જે કારણથી, ઉત્કટ રાગથી અસમંજસમાં સંયમને બાધક એવી પ્રવૃત્તિમાં, વિદ્વાન પણ પ્રવૃત્તિ ન કરે તેમ નથી અર્થાત્ પ્રવૃત્તિ કરે.