________________
૧૩૯૬
પ્રતિમાશતક | શ્લોક : ૯૨ વળી જીવાદિ વિશેષના પરિજ્ઞાનના અભાવવાળા એવા માષતુષાદિને સમ્યકત્વ નથી, તેમ પૂર્વપક્ષી પાશદોષાકર કહે તો છકાયના પરિજ્ઞાનવાળામાં પણ સ્યાદ્વાદનો બોધ ન હોય તો સમ્યક્ત્વ નથી, તેની સિદ્ધિ ગ્રંથકારશ્રીએ સંમતિના વચનથી સ્થાપન કરેલ છે. ત્યાં પૂર્વપક્ષી કહે છે –
આ સંમતિનું વચન પ્રકરણનું વચન છે, તેથી સંમતિના વચનને પ્રમાણ કરીને ષકાયના પરિજ્ઞાનવાળાને સ્યાદ્વાદનો બોધ ન હોય એટલા માત્રથી સમ્યકત્વ નથી, તેમ સ્વીકારી શકાય નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે –
ઉત્તરાધ્યયનમાં પણ તેની પુષ્ટિ કરનારું વચન તેં=પૂર્વપક્ષીએ જાણ્યું નથી અર્થાત્ ઉત્તરાધ્યયનમાં સ્પષ્ટ કર્યું છે કે દ્રવ્યોના સર્વ ભાવો સર્વ પ્રમાણ વડે, સર્વ નયોની વિધિ વડે જેમના વડે પ્રાપ્ત કરાયા છે, તે વિસ્તારરુચિ સમ્યક્ત્વવાળા જાણવા. તેથી પલ્કાયના પરિજ્ઞાનવાળા પણ વિસ્તારરુચિ સમ્યક્ત્વવાળા નથી. માટે જો તમેવ સર્ઘ વાળાને સમ્યક્ત્વ નથી, તેમ સ્વીકારીને દેશવિરતિ પાલન કરનારમાં પણ દેશવિરતિ નથી, પરંતુ સર્વતો વિરતાવિરતિ છે, તેમ સ્વીકારવામાં આવે તો, વિસ્તારરુચિ સમ્યક્ત્વ જેમનામાં નથી તેવા પકાયના પરિજ્ઞાનવાળા સાધુમાં પણ સમ્યકત્વ નથી, તેમ સ્વીકારવાની આપત્તિ આવે. તેની સામે પૂર્વપક્ષી કહે છે –
વિસ્તારરુચિરૂપ વિશેષ જ્ઞાનનો અભાવ હોવા છતાં પણ સામાન્યથી ભગવાનના વચનમાં સ્થિરશ્રદ્ધાવાળા અને ષકાયના પરિજ્ઞાનવાળાને અમે સમ્યકત્વ સ્વીકારીશું, તેથી કોઈ દોષ પ્રાપ્ત થશે નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે –
જેમ પકાયના પરિજ્ઞાનવાળાને સમ્યકત્વ સ્વીકારી શકાય અને તમેવ સંવેં ઇત્યાદિ વચનથી થયેલી સ્થિર શ્રદ્ધાવાળા માસતુષાદિમાં પણ સમ્યક્ત્વ સ્વીકારી શકાય, અને સર્વવિરતિના પાલનને કારણે સર્વવિરતિ પણ સ્વીકારી શકાય, તેની જેમ તમેવ સળં ઇત્યાદિ વચનથી સ્થિરશ્રદ્ધાવાળા અને દેશવિરતિનું પાલન કરનારમાં પણ દેશવિરતિ સ્વીકારી શકાય.
પૂર્વમાં સ્થાપન કર્યું કે સ્યાદ્વાદની સિદ્ધિના અનભિજ્ઞને અને ષકાયના પરિજ્ઞાનવાળાને વિસ્તારરુચિ સમ્યક્ત્વ નથી, તોપણ સંક્ષેપરુચિ સમ્યકત્વ છે. વળી સ્યાદ્વાદના અનભિજ્ઞ કરતાં ષટ્કયના પરિજ્ઞાનવાળાને સંક્ષેપરુચિ સમ્યક્ત્વ છે. વળી પકાયના પરિજ્ઞાનવાળા કરતાં પણ તમેવ સä વાળાને અધિક સંક્ષેપરુચિ સમ્યક્ત છે, અને તેમ સ્વીકારીએ તો તમેવ સર્વાં એ વચનની શ્રદ્ધાવાળા અને શ્રાવકના આચાર પાળનારમાં દેશવિરતિ સ્વીકારવામાં કોઈ બાધ નથી. એ રીતે આચારાંગ સૂત્રમાં નિશ્ચયનયના સમ્યકત્વને લઈને અપ્રમત્ત મુનિને સમ્યકત્વ સ્વીકારેલું છે, તેને ગ્રહણ કરીને અપ્રમત્ત મુનિ સિવાયના સર્વને સમ્યકત્વ નથી, એ પ્રમાણે વ્યામોહ કરવો જોઈએ નહિ; કેમ કે સૂત્રનું નયગંભીરપણું છે અર્થાત્ દરેક શાસ્ત્રનાં વચનો કોઈ કોઈ નયથી હોય છે. તેથી સંમતિમાં સ્યાદ્વાદના અનભિજ્ઞને સમ્યક્ત્વ નથી તેમ કહ્યું તે ભિન્ન નયથી છે, અને આચારાંગમાં અપ્રમત્ત મુનિ સિવાયના કોઈને સમ્યકત્વ નથી એમ કહ્યું તે ભિન્ન નયથી છે. તેથી સૂત્રના નયગંભીરપણાનો વિચાર કરીને વ્યામોહ કરવો જોઈએ નહિ, પરંતુ ઉચિત સ્થાને નયોનું યોજન કરવું