________________
૧૪૦૪
પ્રતિમાશતક | શ્લોકઃ ૯૨ થાય છે, અને વ્યુત્પત્તિવિશેષથી વિરતાવિરતપદનો અર્થ કરવામાં આવે તો એવો બોધ થાય છે કે આ પુરુષમાં સર્વવિરતિની શક્તિ નથી, પરંતુ સર્વવિરતિની લાલસા છે, તેથી સર્વવિરતિની પ્રાપ્તિ અર્થે શક્તિઅનુસાર વિરતિમાં યત્ન કરે છે, અને સર્વવિરતિવાળા એવા સુસાધુની ઉપાસના કરીને સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે. તેથી શ્રમણોપાસક પદથી અને વિરતાવિરતપદથી સમાન પ્રકારના પુરુષનો બોધ થતો હોવાને કારણે વિરતાવિરતથી શ્રમણોપાસક જુદા નથી, એમ સિદ્ધ થાય છે.
અહીં પૂર્વપક્ષી કહે કે સમભિરૂઢનય શબ્દના ભેદથી અર્થનો ભેદ સ્વીકારે છે. તેથી સમભિરૂઢ નયનો આશ્રય કરીને અમે શ્રમણોપાસક અને વિરતાવિરતને જુદા સ્વીકારીએ તો શું વાંધો ? તેને ગ્રંથકારશ્રી કહે છે –
દરેક નય સ્વસ્થાને યોજવાના હોય છે, પરંતુ તેને અન્ય સ્થાને યોજવામાં આવે તો તે નય મિથ્થાબોધનું કારણ બને છે. જેમ, જગતમાં પદાર્થો કેટલા છે, તેની વિચારણા કરવામાં આવે ત્યારે ઘટ-પટ-મઠ આદિને લઈને પદાર્થોનો વિભાગ કરાય છે. તે સ્થાને સમભિરૂઢનયનો આશ્રય કરીને ઘટ અને કુંભાદિ પદાર્થોનો ભેદ કરવામાં આવતો નથી; કેમ કે જે ઘટ પદાર્થ છે, તે જ કુંભ પદાર્થ છે. ફક્ત ઘટ પદાર્થમાં રહેલ ઘટન” ક્રિયાને આશ્રયીને સમભિરૂઢનય તેને ઘટે કહે છે, અને “કુંભન' ક્રિયાને આશ્રયીને સમભિરૂઢનય તેને કુંભ કહે છે. તેથી ઘટ અને કુંભ એ બે ઘટ અને પટની જેમ સ્વતંત્ર પદાર્થ નથી. માટે પદાર્થોનો વિભાગ કરતી વખતે ઘટ-કુંભ આદિને ગ્રહણ કરીને પદાર્થોનો વિભાગ કરી શકાય નહિ, પરંતુ ઘટત્વ-પટવ વિભાજક ઉપાધિને ગ્રહણ કરીને ઘટાદિ પદાર્થોનો ભેદ કરી શકાય. તેમ પુરુષ કેટલા પ્રકારના છે, તેવો વિભાગ કરવો હોય ત્યારે મિથ્યાષ્ટિ, સમ્યગ્દષ્ટિ, દેશવિરત અને સર્વવિરત એમ ચાર વિભાગ થઈ શકે, અને તેમાં દેશવિરત પુરુષને ગ્રહણ કરીને તેમાં રહેલ શ્રમણોપાસકત્વ ધર્મ અને વિરતાવિરતરૂપ ધર્મને પૃથગુ ગ્રહણ કરીને તે બે પુરુષો જુદા છે, તેમ કહી શકાય નહિ; કેમ કે જે શ્રમણોપાસક છે, તે જ વિરતાવિરત પરિણામવાળા છે, માટે પદાર્થના વિભાગમાં જેમ ઘટ અને કુંભને પૃથ ગ્રહણ કરીને પદાર્થનો વિભાગ થાય નહિ, તેમ એક જ પુરુષમાં રહેલ શ્રમણોપાસકત્વ ધર્મ અને વિરતાવિરતત્વરૂપ ધર્મને સમભિરૂઢ નયનો આશ્રય કરીને પૃથ ગ્રહણ કરવામાં આવે, અને તેના બળથી બે પ્રકારના પુરુષો જુદા છે, તેમ સ્થાપન કરવામાં આવે, તો તેમ સ્થાપન થઈ શકે નહિ. આવા સ્થાને સમભિરૂઢનયનું યોજન એ અસ્થાને યોજન છે. ઉત્થાન :
પૂર્વમાં પૂર્વપક્ષીએ છ પુરુષને બતાવનારા છ ભાંગા બતાવ્યા, તેમાં શ્રમણોપાસક દેશવિરત પાંચમો ભાંગો છે, તેમ બતાવ્યું અને પાંચમા ભાંગામાં રહેલા શ્રમણોપાસક દેશવિરત જિનના વિરહમાં જિનપ્રતિમાની પૂજા કરે છે અને સંયમના જાણનારા તે શ્રાવકો છ કાયની હિંસાનો પરિહાર કરે છે, આથી પુષ્પાદિથી ભગવાનની પૂજા કરતા નથી, એમ બતાવ્યું અને એની સાક્ષીરૂપે મહાનિશીથ સૂત્રની અસિપિવિત્ત IM........." રૂછતિ ગાથા આપી અને કહ્યું કે આ ગાથા અનુસાર સાધુ અને શ્રાવક બંનેને અવિશેષથી કૃત્નસંયમન્નપણું