________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૨
૧૩૯૭
જોઈએ; કેમ કે નયની ગતિ વિચિત્ર છે. તેથી ઉચિત સ્થાને નયોને ન જોડવામાં આવે તો શાસ્ત્રના તાત્પર્યનો અપલોપ થાય. આ પ્રમાણે કહીને ગ્રંથકારશ્રીને એ કહેવું છે કે તમે સવૅ ની શ્રદ્ધાવાળા અને દેશવિરતિનું પાલન કરનારમાં દેશવિરતિ નથી, તેમ સ્થાપન કરવું ઉચિત નથી, પરંતુ ચતુર્થ ગુણસ્થાનકમાં રહેલું સમ્યકત્વ તમેવ સઘં શ્રદ્ધાવાળા પુરુષમાં છે અને તેવા સમ્યક્તને ધારણ કરનારા જે મહાત્માઓમાં દેશવિરતિનું પાલન છે, તેઓમાં દેશવિરતિ છે.
વળી અન્ય નયથી ગીતાર્થને સમ્યક્ત્વ સ્વીકાર્યું, તેથી પકાયના પરિજ્ઞાન વગરનાને સમ્યકત્વ નથી, એમ ગ્રહણ કરીને વ્યામોહ કરવો જોઈએ નહિ, પરંતુ સર્વનયોને ઉચિત સ્થાને જોડીને ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધાવાળા અને દેશવિરતિ પાલન કરનારમાં દેશવિરતિ છે, તેમ સ્વીકારવું જોઈએ. ઉત્થાન :
પૂર્વમાં વતુર્થે ર મ ..... નયતિ વિચિત્રત્વી સુધીના કથન દ્વારા ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે શ્રમણોપાસક દેશવિરતરૂપ પાંચમા ભાંગાથી સર્વતો વિરતાવિરતરૂપ ચોથો ભાંગો પૃથક પ્રાપ્ત થતો નથી, તેથી પૂર્વપક્ષીનું સર્વતો વિરતાવિરતરૂ૫ ચોથા ભાગનું કથન અસંબદ્ધ છે. ત્યાં પૂર્વપક્ષી કહે છે – ટીકા :___ इदं तु तव दुस्तरवारिब्रूडनभयं स्यात्, यदुत भक्तिरागेण देवपूजाप्रवृत्तावारम्भात्संयमक्षत्या कथं देशविरतिरिति? तेन भक्तिरागेण संयमासंयमापरिगणनाद्विरताविरतिरेव न देशविरतिरिति । तत्तु महामोहाभिनिवेशेनागणितपरलोकभयस्य तवैव दुस्तरवारिकृत्यम्, असदारम्भपरित्यागेन सदारम्भप्रवृत्तौ शुभयोगतः संयमक्षतिभयाभावाद्, भक्तिरागस्य प्रशस्तत्वे दोषाभावात्, तस्यैव च दोषत्वे विदुषोऽपि बलात् प्रवृत्तिप्रसङ्गाच्च, न हि विद्वानपि रागौत्कट्यादसमञ्जसे न प्रवर्त्तते । ટીકાર્ચ -
રંતુ...સ્થતિ, વળી આ તમનેeગ્રંથકારશ્રીને, દુસ્તરવારિ બૂડતનો ભય થશે. અર્થાત્ શ્રમણોપાસક દેશવિરતિરૂપ પાંચમા ભાંગાથી સર્વતો વિરતાવિરતરૂપ ચોથા ભાંગાને પૃથક નહિ સ્વીકારો તો ઉસૂત્રભાષણને કારણે દુઃખે કરીને તરી શકાય એવા સંસારસમુદ્રમાં ડૂબવાનો ભય પ્રાપ્ત થશે.
ચોથા સર્વતો વિરતાવિરત ભાંગાને પાંચમા શ્રમણોપાસક દેશવિરતરૂપ ભાંગાથી પૃથગુ ન સ્વીકારવામાં ઉસૂત્રભાષણ કઈ રીતે થાય છે, તે પૂર્વપક્ષી=પાશદોષાકર, યદુતથી બતાવે છે –
મવિતરાનો ..... રેશવિરતિનિતિ ? ભક્તિરાગથી દેવપૂજાદિમાં પ્રવૃત્તિ હોતે છતે આરંભને કારણે પુષ્પાદિ જીવોના આરંભના કારણે, સંયમની ક્ષતિ હોવાથી=પૂજાની ક્રિયામાં સંયમની ક્ષતિ હોવાથી, દેશવિરતિ કેવી રીતે હોય ? અર્થાત્ પુષ્પાદિથી પૂજા કરનાર શ્રાવકમાં દેશવિરતિ ન હોય.
તિ' શબ્દ વક્તથી કરાયેલા પાશદોષાકર પૂર્વપક્ષીના કથનની સમાપ્તિસૂચક છે.