________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૨
૧૩૯૩ નીવદિ નાના તે, અને જીવાદિના વિશેષ પરિજ્ઞાનના અભાવને કારણે મૂળથી સમ્યક્ત્વનો અભાવ કહેવાય છતે પકાયના પરિજ્ઞાનવાળાને પણ જીવાદિના વિશેષ પરિજ્ઞાતવાળાને પણ, સ્યાદ્વાદની સિદ્ધિના અનભિજ્ઞને સમ્યકત્વ નથી, એ પ્રકારની ઉપરિતન દૃષ્ટિનું ગ્રહણ કરાયે છતે, તારું સર્વ કથન તારું ચોથા વિરતાવિરત ભાંગાનું અને પાંચમાં શ્રમણોપાસક દેશવિરત ભાંગાના વિભાગનું સર્વ કથન, ઇંદ્રજાલ જેવું થાય છે=મૃષા થાય છે.
તકુવરં સમેતો - તેeષકાયના પરિજ્ઞાનવાળા પુરુષને પણ જો સ્યાદવાદની સિદ્ધિમાં અનભિન્ન હોય તો તેનામાં સમ્યક્ત્વ નથી તે, સંમતિમાં કહેવાયું છે –
છળ વિ .. વિપત્તા" છએ પણ જીવનિકાયની શ્રદ્ધા કરનારો પુરુષ ભાવથી શ્રદ્ધા કરતો નથી=છ જીવનિકાયના પરિજ્ઞાનપૂર્વક ભગવાને જે પ્રકારે છ જવનિકાયનું સ્વરૂપ બતાવ્યું છે, તે પ્રકારે ભગવાનના વચનની શ્રદ્ધા કરનારો પુરુષ સ્વદર્શન અને પરદર્શનને જાણનારો ન હોય તો ભાવથી શ્રદ્ધા કરતો નથી અર્થાત્ ભાવથી ભગવાનના વચનમાં શ્રદ્ધા કરતો નથી.
|ષકાયના પરિજ્ઞાનવાળા એવો પણ પુરુષ જો સ્વદર્શન અને પરદર્શનને જાણનારો ન હોય તો તેને ભગવાનના વચનમાં ભાવથી શ્રદ્ધા કેમ નથી ? તે સંમતિના ઉદ્ધરણના ઉત્તરાર્ધથી બતાવે છે –
અપર્યાયોમાં અવિભક્ત શ્રદ્ધા થાય છે.
અહીં પૂર્વપક્ષી કહે કે જીવાદિના વિશેષ પરિજ્ઞાનવાળા પુરુષને સ્યાદવાદની સિદ્ધિનું જ્ઞાન ન હોય તો તેનામાં સમ્યક્ત્વ નથી એ કથન તમે સંમતિના બળથી સ્થાપન કરીને અમારા કથનને ઈન્દ્રજાળ જેવું કહ્યું, પરંતુ સંમતિ એ આગમવચન નથી, પરંતુ પ્રકરણ વચન છે. માટે તેને પ્રમાણ કરીને અમારા કથનનું નિરાકરણ થાય નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે –
આ=સંમતિમાં કહ્યું એ, પ્રકરણ વચન છે એમ જો તું પૂર્વપક્ષી કહે છે તો ઉત્તરાધ્યયનમાં પણ શું આ ઉક્તિ વચન તારા વડે ભણાયું નથી ? કે સ્મરણ કરાયું નથી ?
તદુવતમ્ - તે કહેવાયું છે=સંમતિપ્રકરણમાં જે કહેવાયું તે, ઉત્તરાધ્યયનમાં પણ કહેવાયું છે –
“વ્યા .... વિડ્યો” ત્તિ દ્રવ્યોના સર્વ ભાવો સર્વ પ્રમાણ વડે જેને પ્રાપ્ત થયા છે, તે સર્વ નયોની વિધિથી વિસ્તારરુચિ છે એ પ્રમાણે જાણવું.
‘ત્તિ તિ શબ્દ ઉત્તરાધ્યયતના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.
સર્વ દર્શનના જાણનાર પુરુષને જેવું જૈનદર્શનનું વિશેષ જ્ઞાન છે, તેવું વિશેષ જ્ઞાન ષકાયના પરિજ્ઞાનવાળા ગીતાર્થ સાધુને નથી, તોપણ તેમને ભગવાનના વચનનું સામાન્ય જ્ઞાન યથાર્થ છે, માટે તેનામાં સમ્યગ્દર્શન છે, તેથી પકાયના પરિજ્ઞાનવાળા પુરુષને અમે સમ્યગ્દષ્ટિ સ્વીકારીશું અને ‘તમેવ સળં.' વચનથી શ્રદ્ધા કરનારમાં મૂળથી સમ્યકત્વનો અભાવ સ્વીકારીશું, જેથી મૂળથી સમ્યક્ત્વના અભાવવાળા અને ‘મેવ સર્વ.' વચનથી ભગવાનના વચનમાં શ્રદ્ધા કરનાર પુરુષમાં સર્વતોવિરતાવિરતરૂપ ભાંગો સંગત થશે, એમ પૂર્વપક્ષી કહે તો, તેના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે –