________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૨
૧૩૯૧
વળી આ ત્રીજા ભાંગામાં ભગવાને કહેલા કોઈક અર્થમાં અશ્રદ્ધાન છે એમ પૂર્વપક્ષી કહે છે અને મિથ્યાદૃષ્ટિ કરતાં કાંઈક અશ્રદ્ધાવાળાને જુદા પાડે છે અર્થાત્ પ્રથમ સર્વતો અવિરત ભાંગામાં લેશ પણ સમ્યકત્વ નથી, તેમ કહે છે, અને ત્રીજા વિરતાવિરત ભાંગામાં પૂર્ણ સમ્યકત્વનો અભાવ હોવા છતાં કોઈક સ્થાનમાં સંદેહ હોવાથી કંઈક ભગવાનના વચનમાં શ્રદ્ધાનરૂપ કંઈક સમ્યક્ત છે, તેમ કહે છે. તે કથનથી શું ફલિત થાય ? તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
ભગવાને કહેલા એક પણ અર્થમાં સંદેહ હોતે છતે તેને ભગવાનના વચનમાં નિશ્ચય નષ્ટ છે, એ પ્રકારની યુક્તિ હોવાથી ભગવાનના કોઈપણ અર્થમાં અશ્રદ્ધાન હોય તો તેનામાં સંપૂર્ણ શ્રદ્ધાનો અભાવ છે, માટે તે મિથ્યાદૃષ્ટિ છે. તેથી પ્રથમ સર્વતો અવિરત ભાંગામાં લેશ પણ સમ્યકત્વ નથી, તેમ ત્રીજા વિરતાવિરત ભાંગાવાળા પુરુષમાં પણ લેશ પણ સમ્યકત્વ નથી, અને જેમનામાં લેશ પણ સમ્યકત્વ ન હોય તે મિથ્યાદૃષ્ટિ ભાંગામાં જ અંતર્ભાવ પામે. તેથી એક મિથ્યાદૃષ્ટિ અને બીજો અવિરતસમ્યગ્દષ્ટિ એમ બે ભાંગા અવસ્થિત રહે છે, પરંતુ મિથ્યાષ્ટિ અને અવિરતસમ્યગ્દષ્ટિ એ બે કરતાં પૃથગુ વિરતાવિરતરૂપ ભાંગો સિદ્ધ થતો નથી.
ટીકા -
चतुर्थे च भनें “तमेव सच्चं०" इत्यादि संक्षेपरुचिसम्यक्त्वसद्भावाद्देशतो विरत्या देशविरतिः संपनेति केयं वाचोयुक्तिः यदुत 'सर्वतो विरताविरतिः न तु देशविरति' रिति, विशेषपरिज्ञानाभावेऽपि तादृशसम्यक्त्वेन माषतुषादीनां सर्वविरतिरप्यखण्डा प्रसिद्धति किमपराद्धं देशविरत्या ? येन सा तद्वतां न भवेत् ? एवं वदंश्च सिद्धान्तलेशमपि नाघ्रातवान् हताशः । तथा चोक्तं भगवत्यां “से नूणं भंते ! तमेव सच्चं णीसंकं जं जिणेहिं पवेइअं ? हंता गो ! तमेव सच्चं णीसंकं जं जिणेहिं पवेइयं । से नूणं भंते ! एवं मणे धारेमाणे एवं पकरेमाणे, एवं चिट्ठमाणे, एवं संवरेमाणे आणाए आराहए भवति ? हंता गो० ! तं चेव" त्ति । जीवादिविशेषपरिज्ञानाभावेन च मूलतः सम्यक्त्वाभावोक्तौ, षट्कायपरिज्ञानवतोऽपि स्याद्वादसाधनानभिज्ञस्य न सम्यक्त्वमित्युपरितनदृष्टौ तव सर्वमिन्द्रजालायते, तदुक्तं सम्मतौ- "छप्पिवि जीवनिकाए सद्दहमाणो न सद्दहइ भावा । हंदी अपज्जवेसु सद्दहणा होइ अविभत्ता" ।। [सम्मति० कांड-३ गा०-२८] प्रकरणोक्तिरियमिति चेत् ? किमुत्तराध्ययनेष्वपि नाधीता ? न स्मृता वा? तदुक्तम् - "दव्वाणं सव्वभावा सव्वपमाणेहिं जस्स उवलद्धा । सव्वाहिं णयविहीहिं वित्थाररुइ त्ति णायव्वो"।। [उत्तरा० अ०-२८, गा०-२४] त्ति, विशेषाभावेऽपि सामान्याक्षतिश्चावयोस्तुल्या, एवं “ण इमं सक्कमागारमावसंतेहिं" [आचाराङ्ग १-५-३] इत्यादिनापि न व्यामोहः कार्यः, सूत्रस्य नयगम्भीरत्वानयगतेश्च विचित्रत्वात् । ટીકાર્ચ -
વાર્થે ૨ ..... રેશવિરતિ રિતિ, અને ચોથા ભાંગામાં ‘તમેવ સચ્ચ' ઇત્યાદિ સંક્ષેપરુચિ સમ્યકત્વનો સદ્ભાવ હોવાથી દેશથી વિરતિ હોવાને કારણે દેશવિરતિ સંપન્ન છે–ચોથા ભાંગામાં દેશવિરતિ પ્રાપ્ત