________________
૧૩૯૨
પ્રતિમાશતક | શ્લોકઃ ૯૨ છે, એ હેતુથી આ શું વચનયુક્તિ છે કે સર્વતો વિરતાવિરતિ છે પરંતુ દેશવિરતિ નથી=ચોથા ભાંગાવાળા પુરુષમાં સર્વતો વિરતાવિરતિ છે, પરંતુ દેશવિરતિ નથી, એમ સ્વીકારવામાં કોઈ વચનયુક્તિ નથી.
તિ' શબ્દ વડુત ના કથનની સમાપ્તિસૂચક છે. ચોથા ભાંગામાં દેશવિરતિ છે, પરંતુ સર્વતો વિરતાવિરતિ નામની કોઈ વસ્તુ નથી. એ બતાવવા માટે ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે –
વિશેષારિજ્ઞાન હતા. વિશેષતા પરિજ્ઞાનના અભાવમાં પણ તેવા પ્રકારના સમ્યકત્વથી= મેવ સળં.' ઈત્યાદિ વચનથી અભિવ્યક્ત થતા સમ્યકત્વથી, માલતુષાદિને સર્વવિરતિ પણ અખંડ પ્રસિદ્ધ છે. એથી દેશવિરતિ વડે શું અપરાધ છે, જે કારણથી તે વાળાની= તમેવ સંડ્યું. ઈત્યાદિ સમ્યકત્વવાળાની, તે=અંશથી વિરતિની આચરણા, દેશવિરતિ ન થાય ? અને આ પ્રમાણે બોલતા-ચોથા ભાગમાં તમેવ ચં.' રૂ૫ સમ્યકત્વને સ્વીકારીને અને અંશથી વિરતિની આચરણાને સ્વીકારીને પણ તે પુરુષને સર્વતોધિરતાવિરત કહે છે, એ પ્રમાણે બોલતા, હણાયેલી આશાવાળો એવો પૂર્વપક્ષી=પાશ સિદ્ધાંતના લેશને પામ્યો નથી.
તથા ચોવત્ત માવિત્યા - તે પ્રમાણે પૂર્વમાં કહ્યું કે “તમેવ સર્વ નિણં' ઈત્યાદિથી અભિવ્યક્ત થતા સંક્ષેપરુચિવાળા જીવો સમ્યગ્દષ્ટિ છે, અને તેઓની વિરતિની આચરણા વિરતિરૂપ છે, તે પ્રમાણે, ભગવતીમાં કહેવાયું છે.
મૂળ મંતે .... વેવ" ત્તિ હે ભગવંત ! તે જ સત્ય નિઃશંક છે, જે જિનેશ્વરો વડે કહેવાયું છે? આ પ્રમાણે ગૌતમસ્વામી ભગવાનને પૂછે છે. ભગવાન તેનો ઉત્તર આપે છે : “હે ગૌતમ ! તે જ સત્ય નિઃશંક છે, જે જિનેશ્વરી વડે કહેવાયું છે.
હે ભગવંત ! આ પ્રમાણે=ભગવાને કહ્યું છે તે જ સત્ય છે એ પ્રકારે મનમાં ધારણ કરનાર, એ પ્રમાણે કરનાર, એ પ્રમાણે ચેષ્ટા કરનાર અને એ પ્રમાણે સંવર કરનાર આજ્ઞાનો આરાધક થાય છે? એમ ગૌતમસ્વામી ભગવાનને પૂછે છે. ભગવાન તેનો ઉત્તર આપે છે –
હા ગૌતમ ! તેમ જ છે=ભગવાને કહ્યું છે તે જ સત્ય છે. એ પ્રકારે મનમાં ધારણ કરનાર ઈત્યાદિવાળો પુરુષ આજ્ઞાનો આરાધક થાય છે, તે તેમ જ છે.
ત્તિ શબ્દ ભગવતીના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.
પૂર્વમાં કહ્યું કે વિશેષના પરિજ્ઞાનના અભાવમાં પણ તેવા પ્રકારના સમ્યક્ત્વને કારણે મોષતુષાદિને સર્વવિરતિ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે, તેની જેમ તેવા પ્રકારના સમ્યકત્વવાળો પુરુષ દેશથી વિરતિ પાળતો હોય તો તેને દેશવિરતિ સ્વીકારવી જોઈએ, પરંતુ તેવા પુરુષને સર્વતો વિરતાવિરત કહેવો ઉચિત નથી. આમ છતાં પૂર્વપક્ષી કહે કે “તમેવ સળં.' ઇત્યાદિ વચનથી સંક્ષેપરુચિ સમ્યકત્વને ધારણ કરનારા પુરુષમાં જીવાદિ પદાર્થોનું વિશેષ જ્ઞાન નથી, માટે તેમાં મૂળથી સમ્યકત્વ નથી. તેથી તેવા પુરુષને અમે સર્વતો વિરતાવિરત સ્વીકારીએ છીએ. આ પ્રકારના પૂર્વપક્ષીના કથનને સામે રાખીને ગ્રંથકારશ્રી તેને આપત્તિ આપતાં કહે છે –