________________
૧૩૮૮
પ્રતિમાશતક | શ્લોકઃ ૯૨ પણ અર્થમાં સંદેહ હોતે છતે નિશ્ચય નષ્ટ છે=ભગવાનના વચનમાં નિશ્ચય નષ્ટ છે,” એ પ્રકારે વ્યાયથી સંપૂર્ણ શ્રદ્ધાનનો અભાવ હોવાને કારણે મિથ્યાત્વની જ અવસ્થિતિ છે. તેથી મિથ્યાદષ્ટિની વિરતિ અવિરતિ જ છે. માટે વિરતાવિરતરૂપ ત્રીજો ભાંગો નષ્ટ છે, એમ અત્રય છે. ભાવાર્થ -
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ પાશનો મત બતાવ્યો અને એ પાશનો મત તત્ત્વના વિષયમાં સંમૂચ્છિતથી વિચારાયેલ છે અર્થાત્ તત્ત્વને જોવાની નિર્મળ દૃષ્ટિના અભાવને કારણે પાશ વડે જ પ્રકારના પુરુષો બતાવાયા છે. વસ્તુતઃ મિથ્યાષ્ટિ, અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરત અને સર્વવિરત આમ ચાર પ્રકારના વિકલ્પો છે, આમ છતાં સ્વમતિકલ્પનાથી પાશે છ પ્રકારના પુરુષો બતાવ્યા છે, તે અસંમજસ છે. તે કઈ રીતે અસમંજસ છે તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
પૂર્વપક્ષી કાપુરુષ એવા પાશે સર્વતો અવિરત અને અવિરત એમ પ્રથમ ભાંગો અને બીજો ભાગો પાડ્યો છે તે બરાબર નથી, તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે બાલત્વવ્યપદેશનું કારણ એવી અવિરતિ પ્રથમ ભાંગા અને બીજા ભાગમાં સમાન છે. તેથી જે ક્રિયામાં બાળ હોય તેને અવિરતિવાળા કહીએ તો તે અપેક્ષાએ સર્વતો અવિરત અને અવિરતમાં કોઈ ભેદની પ્રાપ્તિ થાય નહિ. સર્વતો અવિરત અને અવિરતનો ભેદ કરવા માટે પૂર્વપક્ષી કહે કે અઢારે અઢાર પાપસ્થાનકો જે સેવતા હોય તે સર્વતો અવિરત છે, અને તે અઢાર પાપસ્થાનકોમાંથી કોઈક પાપસ્થાનક જેઓ સેવતા નથી, તેમનામાં અવિરતિ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
પૂર્વપક્ષી પાસે કર્યો એવો અર્થ કરવામાં આવે તો મિથ્યાષ્ટિ એવા પણ યમ-નિયમાદિ પાળનારામાં દ્રવ્યથી હિંસાદિની નિવૃત્તિ હોય છે, તેથી તેમનામાં અઢારે પાપસ્થાનકોની પ્રાપ્તિ નથી, પરંતુ દ્રવ્યથી હિંસાદિની નિવૃત્તિ છે. માટે સર્વતો અવિરતમાં અઢારે પાપસ્થાનકોની પ્રાપ્તિરૂપ સર્વતો અવિરતપણું સંગત થાય નહિ. તેના નિવારણ માટે પૂર્વપક્ષી પાશ કહે છે કે જેમનામાં સમ્યકત્વનો અભાવ હોય તેમનામાં સર્વતો અવિરતપણું છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે આવો અર્થ કરીને સમ્યક્ત્વના અભાવવાળાને સર્વતો અવિરત કહેવામાં આવે અને સમ્યકત્વવાળામાં રહેલી અવિરતિને સામે રાખીને અવિરત કહેવામાં આવે, તો એક ભેદના અનુગુણ્યનો=અનુસરણનો અભાવ હોવાને કારણે ફળની અસિદ્ધિ છે અર્થાત્ સર્વતો અવિરત અને અવિરત એ બંનેમાં ચારિત્રના અભાવની તરતમતાકૃત એક ભેદ સમાનપણે પ્રાપ્ત થતો નથી. તેથી સર્વતો અવિરત અને અવિરત એ પ્રકારના બે ભેદો સિદ્ધ થઈ શકે નહિ, પરંતુ મિથ્યાષ્ટિ અને અવિરતસમ્યગ્દષ્ટિ એમ બે ભેદ પૃથફ સિદ્ધ થઈ શકે; કેમ કે સર્વતો અવિરત અને અવિરત એ બે શબ્દોમાં સમ્યકત્વ અને સમ્યકત્વનો અભાવ એવો અર્થ દેખાતો નથી, પરંતુ સર્વતો અવિરત અને અવિરત એ બે શબ્દોમાં વિરતિની તરતમતાકૃત ભેદ છે તેવો અર્થ ફલિત થાય છે, માટે સ્વમતિ પ્રમાણે અવિરતિવાળા મિથ્યાષ્ટિને સર્વતો અવિરત કહેવા અને અવિરતિવાળા સમ્યગ્દષ્ટિને અવિરત કહેવા એ વિકલ્પો સંગત નથી.
અહીં વિશેષ એ છે કે પૂર્વપક્ષીએ છ પુરુષના વિકલ્પો બતાવતી વખતે એમ કહેલ છે કે કુદેવ, કુગુરુ અને કુધર્મની શ્રદ્ધાવાળા સમ્યક્ત્વથી રહિત હોય તે સર્વતો અવિરત છે અને સમ્યકત્વથી અલંકૃત સર્વથા