________________
૧૩૮૬
પ્રતિમાશતક | શ્લોક : ૨
પાપસ્થાનત્વ. વ્યાપ્ત, પાપસ્થાનત્વવિભાજક ઉપાધિવ્યાપ્યવિષયતાક અવિરતિનું સર્વથા અવિરતપણું હોતે છતે દ્રવ્યથી હિંસાદિથી નિવૃત્ત એવા મિથ્યાષ્ટિઓમાં અવ્યાપ્તિ છે=પૂર્વપક્ષીએ કરેલા છ વિકલ્પોમાં મિથ્યાષ્ટિ સર્વતોઅવિરત છે, આમ છતાં પાપસ્થાનત્વવિભાજક ઉપાધિવ્યાપ્યવિષયતાક અવિરતિને સર્વથા અવિરત સ્વીકારીએ તો દ્રવ્યથી હિંસાદિથી નિવૃત એવા મિથ્યાષ્ટિમાં અઢાર પાપસ્થાનકોમાંથી હિંસાદિપાપસ્થાનકોની નિવૃત્તિ હોવાથી સર્વ પાપસ્થાનકોની પ્રાપ્તિરૂપ સર્વથા અવિરતિ નથી, તેથી તે લક્ષણની અવ્યાપ્તિ છે.
દ્રવ્યથી હિંસાદિથી નિવૃત્ત એવા મિથ્યાષ્ટિઓમાં ગ્રંથકારશ્રી વડે અપાયેલા સર્વતો અવિરતના લક્ષણની અવ્યાપ્તિદોષના નિવારણ માટે પૂર્વપક્ષી કહે કે સમ્યકત્વના અભાવનું જ સર્વતો અવિરતપણું છે અર્થાત્ દ્રવ્યથી હિંસાદિથી નિવૃત્તિ એ સર્વતો અવિરતપણું નથી, પરંતુ સમ્યક્ત્વના અભાવનું જ સર્વતો અવિરતપણું છે. માટે દ્રવ્યથી હિંસાદિથી નિવૃત્ત એવા મિથ્યાષ્ટિમાં સર્વતો અવિરતના લક્ષણની અવ્યાપ્તિ આવશે નહિ. તેથી સર્વતોઅવિરત અને અવિરતનો ભેદ સિદ્ધ થઈ શકશે. તેના નિવારણ માટે ગ્રંથકારશ્રી હેતુ કહે છે -
સત્વા .. સિદ્ધા અને સમ્યકત્વના અભાવનું જ સર્વથી અવિરતપણું પરિભાષણ કરાયે છતે સમ્યગ્દષ્ટિની વ્યાવૃત્તિ હોતે છતે પણ=પ્રથમ સર્વતો અવિરત ભાંગામાં સમ્યગ્દષ્ટિની વ્યાવૃત્તિ અને બીજા અવિરત ભાંગામાં સમ્યગ્દષ્ટિનું ગ્રહણ થવાથી સર્વતો અવિરત અને અવિરત એ બે ભાંગાના ભેદની પ્રાપ્તિ થવા છતાં પણ, એક ભેદતા આલુગુણ્યનો અભાવ હોવાથી=સર્વતો અવિરત અને અવિરત એ બે ભાંગામાં ચારિત્રના અભાવરૂપ એક ભેદના આલુગુણ્યનો અભાવ હોવાથી અર્થાત્ સર્વતો અવિરત અને અવિરત એ બંનેમાં માત્ર ચારિત્રના અભાવતી તરતમતાકૃત એક ભેદના સમાપણાનો અભાવ હોવાથી, ફળની અસિદ્ધિ છે=સર્વતો અવિરત અને અવિરત એ બે ભાંગા પૃથફ કરવારૂપ ફળની અસિદ્ધિ છે.
પૂર્વમાં સર્વતો અવિરત અને અવિરત એ બે ભાંગાના અત્યંત ભેદનો અભાવ હોવાથી એ બે ભાંગા પૃથફ થઈ શકે નહિ તેમ સ્થાપન કર્યું, અને તેમાં યુક્તિ આપી કે પ્રથમ ભાંગામાં સમ્યકત્વનો અભાવ સ્વીકારશો તો સર્વતો અવિરત મિથ્યાદૃષ્ટિ પ્રાપ્ત થશે, અને અવિરત ભાંગામાં અવિરતસમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થશે; પરંતુ તેમ સ્વીકારવામાં સર્વતો અવિરત અને અવિરત એ બેમાં વિરતિના અભાવરૂપ એક ભેદના અનુસરણથી બે ભાંગી પડશે નહિ, પરંતુ સમ્યકત્વ અને સમ્યકત્વના અભાવના અનુસરણથી બે ભાંગી પડે છે. તેથી સર્વતો અવિરત અને અવિરત શબ્દમાં અત્યંત વિરતિનો અભાવ અને વિરતિનો અભાવ એ રૂપ અર્થ પ્રાપ્ત થશે નહિ. માટે એ બે ભાંગા પૃથફ સ્વીકારવારૂપ ફળની સિદ્ધિ થશે નહિ. આમ છતાં પ્રથમ ભાંગામાં મિથ્યાષ્ટિ અને બીજા ભાંગામાં અવિરત સમ્યગ્દષ્ટિને સ્વીકારવામાં આવે તો અન્ય કયો દોષ પ્રાપ્ત થાય છે, તે વિશ્વ થી કહે છે –
વિશ્વ ...... મિશ્રપક્ષપાત: વળી આ રીતે સમ્યકત્વના અભાવનું જ સર્વતો અવિરતપણું પરિભાષણ કરો છો એ રીતે, અવિરત સમ્યગ્દષ્ટિનું પણ મિથ્યાદર્શવવિરતિ અને અન્ય અવિરતિ દ્વારા મિશ્રપક્ષપાત