________________
૧૩૭૧
પ્રતિમાશતક | શ્લોકઃ ૯૧
(૩) ત્યાં જે તે સર્વથી વિરતાવિરતિ છે એ સ્થાન આરંભ-અનારંભ સ્થાન, આર્ય યાવત્ સર્વ દુઃખ પ્રક્ષીણ માર્ગ છે=સર્વ દુ:ખના નાશનો માર્ગ છે, એકાંત સમ્યફ છે, સાધુ છે.
આ પ્રમાણે જsઉપરમાં કહ્યું એ પ્રમાણે જ, સમ્યમ્ અનુગમ્યમાન-સમ્યમ્ વ્યાખ્યાયમાન=સમ્યમ્ કહેવાતા ધર્મ, અધર્મ અને મિશ્રસ્થાન : આ બેમાં જ=ધર્મમાં અને અધર્મમાં જ સમવતાર પામે છે. તે આ પ્રમાણે - ધર્મમાં જ, અધર્મમાં જ, ઉપશાંતમાં જ, અનુપશાંતમાં જ=ધર્મપક્ષ અને મિશ્રપક્ષ ધર્મમાં અને અધર્મપક્ષ અધર્મમાં સમાવતાર પામે છે. જે ઉપશાંત સ્થાન છે તે ધર્મપક્ષસ્થાન છે અને જે અનુપશાંત સ્થાન છે, તે અધર્મપક્ષસ્થાન છે. ભાવાર્થ:
પૂર્વમાં ઠાણાંગસૂત્રના પાઠમાં અધર્મ, ધર્મ અને ધર્માધર્મરૂપ ત્રણ સ્થાનો બતાવ્યા. તે ત્રણે સ્થાનોનો ઉપસંહાર કરીને સંક્ષેપથી તે ત્રણે સ્થાનોનું સ્વરૂપ બતાવે છે –
(૧) જેમનામાં અવિરતિ છે તેઓ બાળ કહેવાય છે, (૨) જેમનામાં વિરતિ છે તેઓ પંડિત કહેવાય છે, અને (૩) જેમનામાં વિરતાવિરતિ છે તેઓ બાળપંડિત કહેવાય છે.
આ રીતે પૂર્વમાં વર્ણન કરાયેલા ત્રણે પક્ષોનું સંક્ષેપથી સ્વરૂપ બતાવ્યું. હવે તે ત્રણે પક્ષોમાં કયો પક્ષ સુંદર છે અને ક્યો પક્ષ અસુંદર છે, તે સ્પષ્ટ કરે છે –
તે ત્રણ પક્ષમાં –
(૧) જે સંપૂર્ણ અવિરતિવાળો પક્ષ છે તે એકાંતે મિથ્યા છે અને અસુંદર છે. તેથી એ પ્રાપ્ત થાય કે સંપૂર્ણ અધર્મપક્ષ એકાંતે અસુંદર છે.
(૨) જે સંપૂર્ણ વિરતિવાળો પક્ષ છે તે સર્વ દુઃખના નાશનો માર્ગ છે અને એકાંતે સુંદર છે. તેથી એ પ્રાપ્ત થાય કે ધર્મપક્ષ મોક્ષનું કારણ છે, એકાંતે સમ્યક છે અને સુંદર છે.
(૩) જે વિરતાવિરતિવાળો પક્ષ છે તે પણ સર્વદુઃખના નાશનો માર્ગ છે અને એકાંતે સુંદર છે. તેથી એ પ્રાપ્ત થાય કે ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ પણ મોક્ષનું કારણ છે, એકાંતે સમ્યક છે અને સુંદર છે.
આ પ્રમાણે કથન કરવાથી શું ફલિત થાય છે તે ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે –
આ રીતે સમ્યગુ વિચારીએ તો ધર્મપક્ષ અને અધર્મપક્ષરૂપ બે સ્થાનોમાં ત્રણે સ્થાનો અંતર્ભાવ પામે છે. તે આ પ્રમાણે –
ધર્મમાં-ઉપશાંતમાં, અધર્મમાં-અનુપશાંતમાં ત્રણે સ્થાનોનો અંતર્ભાવ થાય છે. આ ત્રણ સ્થાનોમાંથી (૧) અધર્મસ્થાનનો અધર્મમાં-અનુપશાંતમાં અંતર્ભાવ થાય છે અર્થાત્ અધર્મપક્ષમાં મોહનો અનુપશાંતભાવ છે. (૨-૩) ધર્મસ્થાનનો અને ધર્માધર્મરૂપ મિશ્રસ્થાનનો ધર્મપક્ષમાં અંતર્ભાવ થાય છે અર્થાત્ ધર્મપક્ષમાં અને મિશ્રપક્ષમાં મોહનો ઉપશાંતભાવ છે; કેમ કે ધર્મપક્ષ અને ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ સર્વદુઃખના નાશનો માર્ગ હોવાથી અને એકાંતે સમ્યગુ હોવાથી ધર્મપક્ષમાં અંતર્ભાવ પામે છે. આ બંને પક્ષમાં મોક્ષને અનુકૂળ એવો ધર્મ વર્તે છે અને મોહનો કાંઈક ઉપશાંતભાવ વર્તે છે. માટે આ બંને પક્ષનો ધર્મમાં જ અંતર્ભાવ છે.