________________
.....
પ્રતિમાશતક | શ્લોક : ૯૨ अविरतस्तु . પ્રતિમવિતા: ૨, (૨) વળી અવિરત તે કહેવાય છે - જે સમ્યક્ત્વથી અલંકૃત પણ=સમ્યક્ત્વને ઉચ્ચરેલા પણ, મૂળ-ઉત્તરભેદવાળી એવી વિરતિને પાલન કરવા અસમર્થ છે, પરંતુ જિનપ્રતિમા અને મુનિઓના વૈયાવચ્ચકરણ દ્વારા અને તેમની આશાતનાના પરિહાર આદિ દ્વારા=ઉચ્ચરેલા સમ્યગ્દર્શનના આચારરૂપ જિનપ્રતિમા અને મુનિની વૈયાવચ્ચ કરવી, અને તેમની આશાતનાનો ત્યાગ કરવો, આદિ દ્વારા, અત્યંત પ્રકટિત થયેલા ભક્તિરાગવાળા છે.
૧૩૮૦
=
વિતાવિરતÆ ..... . વિત્તિ રૂ, (૩) વિરતાવિરત તે કહેવાય છે – જે પૂર્ણ સમ્યક્ત્વના અભાવવાળા પણ સ્વઉચિત સર્વ વ્રત, નિયમોને ધારણ કરે છે.
-
सर्वतो विरताविरतश्च • કૃત્યાદ્રિ ૪, (૪) સર્વથી વિરતાવિરત તે કહેવાય છે – જેમના મનમાં “જે જિનેશ્વરોએ કહેલું છે તે જ સાચું છે, નિઃશંક છે" એ પ્રમાણે પરિણામ સ્થિર છે, પરંતુ મનનું પ્રમાદપરતંત્રપણું હોવાથી ઘણા અતિશય સાધુસંગનો અભાવ હોવાથી પરિપૂર્ણ જિનેશ્વરોએ કહેલ વચન જાણતા નથી, અને કુલક્રમથી આવેલ વિરતિને પાળે છે, પૂર્ણસંયમના જ્ઞાનનો અભાવ હોવાને કારણે ભક્તિરાગના પરવશપણાથી આરંભ દ્વારા જિનપૂજાને કરે છે, તેથી કરીને જ=ભક્તિરાગના પરવશપણાથી જ, સંયમ કે અસંયમને ગણતા નથી=શાસ્ત્રકારો તેઓની પૂજાને સંયમરૂપ કે અસંયમરૂપ ગણતા નથી. શાસ્ત્રકારો ચોથા સર્વથા વિરતાવિરતભાંગાવાળા પુરુષની પૂજાને સંયમરૂપ કે અસંયમરૂપ કેમ ગણતા નથી ? એથી કહે છે - જેટલા કૃત્ય વડે સંયમને પાળવા માટે સમર્થ નથી, તેટલો જ અવિરતિ ભાગ શ્રુતમાં કહેવાયેલો છે, એ હેતુથી શાસ્ત્રકારો પૂજાને સંયમરૂપ કે અસંયમરૂપ ગણતા નથી.
જેને ઉદ્દેશીને=સર્વથા વિરતાવિરત રૂપ વિકલ્પને ઉદ્દેશીને, આ સૂત્ર - “દ જીતુ થી અપ્પારમા ઇત્યાદિ ઠાણાંગસૂત્રમાં છે.
ત્રીજો પુરુષ વિરતાવિરત અને ચોથો પુરુષ સર્વથી વિરતાવિરત છે, એ બેમાં શું ભેદ છે ? તે સ્પષ્ટ કરે છે.
-
चतुर्थ વિવેઃ । ચોથા વિકલ્પમાં રહેલ પુરુષની વિરતિની અપેક્ષાએ થોડી વિરતિ હોવાથી ત્રીજો ભાંગો છે, એ પ્રકારનો વિવેક છે=એ પ્રકારે ત્રીજા અને ચોથા વિકલ્પમાં ભેદ છે.
....
श्रमणोपासको શ્રદ્ધેવમ્ , (પ) અને શ્રમણોપાસક દેશવિરત તે કહેવાય છે, જે સાધુની ઉપાસનાના=સાધુના પરિચયતા, મહિમાથી પ્રતિદિન પ્રવર્ધમાન સંવેગવાળા=વધતા સંવેગવાળા, જીવ-અજીવના સૂક્ષ્મ-બાદર આદિ ભેદના પરિજ્ઞાનવાળા, તેથી જ અસ્થિમજ્જા થયેલ પ્રેમના અનુરાગથી રક્ત ચિત્તવાળા, દેશવિરતિને ગ્રહણ કરીને પાળે છે, સમ્યક્ત્વ સહિત વ્રત ગ્રહણ કર્યા પછી અભંગ રંગવાળા, ઉભયકાળ આવશ્યક કરે છે, અને આથી જ સંયમને જાણે છે.
उक्तं સૂત્રે અને અનુયોગદ્વાર સૂત્રમાં કહેવાયેલું છે
....
–
“सम ......ગામ ।।” સાધુ વડે અને શ્રાવક વડે જે કારણથી અહોરાત્રિના મધ્યમાં અવશ્ય કર્તવ્ય છે, તે કારણથી આવશ્યક નામ છે.