________________
૧૩૮૨
પ્રતિમાશતક | શ્લોક : ૨ નવ કમલની રચના પણ અચિત્ત જ જાણવી, અને પ્રતિમાના વંદનાદિ અધિકારમાં પાંચ પ્રકારના અભિગમની વિધિમાં સચિત્ત દ્રવ્યનો ત્યાગ કરવાનું કહેવાયું છે. જિનભવન પ્રવેશવિષયક ચૈત્યવંદન ભાષ્યાદિમાં આ વિધિઃપાંચ પ્રકારના અભિગમનો વિધિ કહેવાયેલો છે. રૂતિ એ હેતુથી તેનાથી=ન્દ્રાભિષેક થી ગતિ સુધીના કથનથી જે કહ્યું તેનાથી, નિરવધ પૂજા જ દેશવિરતને સંભવે છે, એ પ્રમાણે શ્રદ્ધેય છે.
સર્વવિરતિબ્ધ ... સમ્રામવષાર ૬ રૂત્તિ (૬) અને સર્વવિરત તે કહેવાય છે, જે ગ્રહણ કરેલ પાંચ મહાવ્રતવાળા, સમિતિ-ગુપ્તિસંપન્ન, ઘોર પરિષહ અને ઉપસર્ગને સહન કરવા માટે દઢ શક્તિવાળા, ત્યાગ કર્યો છે સર્વ આરંભ-પરિગ્રહનો જેમણે એવા, હંમેશાં વિરવધ ઉપદેશ આપનારા, વાણીમાત્રથી પણ સાવદ્ય અને સાવઘથી મિશ્રપણાના અનામોદક અનુમોદના નહિ કરનારા, પરમગંભીર ચિત્તવાળા, ભવપારને પામેલા છે.
‘તિ' શબ્દ છ પ્રકારના પુરુષના વિભાગની સમાપ્તિસૂચક છે. ભાવાર્થ :
પાર્થચંદ્રનો મત એ છે કે શ્રાવકની સંસારી ક્રિયા અધર્મરૂપ છે, ભગવાનની પૂજા ધર્માધર્મરૂપ છે, અને સામાયિક, પૌષધ આદિ ધર્મરૂપ છે, જ્યારે સાધુની સર્વ ક્રિયા ધર્મરૂપ છે. આ રીતે અધર્મ, ધર્માધર્મ અને ધર્મરૂપ ત્રણ પક્ષો બતાવીને ભગવાનની પૂજામાં પાર્થચંદ્ર ધર્માધર્મરૂપ મિશ્રપક્ષને સ્થાપન કરે છે. આનું નિરાકરણ અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ કર્યું. તે નિરાકરણથી કોઈ કાપુરુષ એવા પાશનો મત પણ નિરાકૃત થાય છે. તે પાશનો મત એ છે કે છ પ્રકારના પુરુષો છે અને તેમાં શ્રમણોપાસકને દ્રવ્યસ્તવનો અધિકાર નથી, એમ સ્થાપન કરે છે. પૂર્વના કથનથી પાશનો આ મત પણ નિરાકરણ થાય છે; કેમ કે શ્રમણોપાસક એવા શ્રાવકની ભગવાનની પૂજા ધર્માધર્મરૂપ નથી, પરંતુ ધર્મરૂપ છે, એમ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું. તેથી શ્રમણોપાસકને દ્રવ્યસ્તવનો અધિકાર નથી, એ પાશનું કથન પણ નિરાકૃત થાય છે. તે છ પ્રકારના પુરુષોનું વર્ણન ક્રમસર હવે બતાવે છે –
(૧) સર્વથી અવિરત :- જે જીવો કુદેવ, કુગુરુ અને કુધર્મની શ્રદ્ધાવાળા છે, સમ્યક્ત્વના લેશને પણ સ્પર્યા નથી, તે જીવો સર્વથી અવિરત છે.
(૨) અવિરત :- જે જીવો સમ્યકત્વવાળા હોવા છતાં પણ મૂલગુણ-ઉત્તરગુણરૂપ સર્વવિરતિને પાળવા માટે અસમર્થ છે, ભગવાનની પ્રતિમા અને મુનિની વૈયાવચ્ચ કરવામાં ઉદ્યમવાળા છે અને ભગવાનની પ્રતિમા અને મુનિની આશાતનાના પરિહાર કરવાના યત્નવાળા છે અને તેના દ્વારા જિનપ્રતિમા અને મુનિ પ્રત્યે ભક્તિનો રાગ અભિવ્યક્ત કરે છે, તેઓ અવિરત છે.
(૩) વિરતાવિરત :- જે જીવો પૂર્ણ સમ્યકત્વના અભાવવાળા છે, તોપણ કાંઈક સમ્યકત્વની સન્મુખ ભૂમિકાવાળા છે, અને પોતાને ઉચિત એવાં સર્વ વ્રત-નિયમોને પાળે છે, તેઓ વિરતાવિરત છે.