________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૨
૧૩૮૩
-
(૪) સર્વથી વિરતાવિરત :- જે જીવો ભગવાનના વચન પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધાવાળા છે, પરંતુ મન પ્રમાદને પરતંત્ર હોવાને કારણે ઘણો સાધુનો સંગ નથી, તેથી પરિપૂર્ણ જિનભાષિતને જાણતા નથી=સર્વવિરતિ સંયમ શું ચીજ છે અને દેશિવરિત શું ચીજ છે, તેનો યથાર્થ બોધ નથી, તોપણ કુળક્રમથી આવેલી વિરતિનું પાલન કરે છે, અને પૂર્ણ સંયમના જ્ઞાનનો અભાવ હોવાને કારણે પુષ્પાદિના આરંભથી જિનપૂજા કરે છે; કેમ કે ભગવાનની ભક્તિના રાગને ૫૨વશ થઈને અને અજ્ઞાનને કારણે જિનપૂજાને ધર્મરૂપે જુએ છે, વળી સર્વથી વિરતાવિરત પુરુષ ભક્તિરાગના પરવશથી આરંભ દ્વારા ભગવાનની પૂજા કરે છે, તેથી તેમની પૂજાને શાસ્ત્રકારો સંયમરૂપ ગણતા નથી અને અસંયમરૂપ પણ ગણતા નથી; કેમ કે ભગવાનની ભક્તિનો રાગ છે, માટે અસંયમનો પરિણામ નથી; અને આરંભથી પૂજા કરે છે, માટે સંયમનો પરિણામ નથી.
અહીં પ્રશ્ન થાય કે આ ચોથા પ્રકારના સર્વથી વિરતાવિરત પુરુષની પૂજાની ક્રિયામાં શાસ્ત્રકારો સંયમ પણ સ્વીકારતા નથી અને અસંયમ પણ સ્વીકારતા નથી, તે કેવી રીતે નક્કી થાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે
-
જેટલા કૃત્યથી સંયમ પાળવા માટે તેઓ સમર્થ નથી, તેટલા જ અંશથી અવિરતિનો ભાગ શ્રુતમાં કહેવાયો છે. એથી નક્કી થાય કે તેઓની પૂજાની ક્રિયામાં થતા આરંભને શાસ્ત્રકારો અસંયમ કહેતા નથી; કેમ કે વિરતિના પાલનના અસામર્થ્યકૃત પૂજાની ક્રિયા નથી, પરંતુ ભોગની ક્રિયા છે.
ત્રીજા અને ચોથા પુરુષનો ભેદ એ છે કે ચોથા પ્રકારના પુરુષમાં જે વિરતિ છે, તેના કરતા ત્રીજા પ્રકારના પુરુષમાં વિરતિ અલ્પ છે.
(૫) શ્રમણોપાસક દેશવિરત :- જે જીવો શ્રમણોપાસક છે, તેઓ પ્રતિદિન પ્રવર્ધમાન સંવેગવાળા છે અને જીવાજીવાદિ સૂક્ષ્મ ભેદોને જાણના૨ા છે. તેથી ભગવાનના વચનમાં અસ્થિમજ્જારૂપ રાગ વર્તી રહ્યો છે અને દેશવિરતિને ગ્રહણ કરીને પાળનારા છે. સમ્યક્ત્વ સહિત દેશવિરતિનાં વ્રતોને ગ્રહણ કર્યા પછી દેશવિરતિમાં અત્યંત રાગવાળા તેઓ ઉભયકાળ આવશ્યક કરે છે, અને સર્વવિરતિસંયમના ૫૨માર્થને જાણે છે. તેઓ શ્રમણોપાસક દેશવિરત છે.
વળી આ કાપુરુષે પોતાના મતમાં શ્રમણોપાસક દેશવિરત છે તેમ સ્થાપન કર્યું, અને તેનું સ્વરૂપ બતાવતાં કહ્યું કે સમ્યક્ત્વ સહિત વ્રતગ્રહણના ઉત્તરમાં અભંગરંગવાળા ઉભયકાળ આવશ્યકને કરે છે, અને સંયમને જાણે છે, અને તેની પુષ્ટિ ક૨વા અનુયોગદ્વાર સૂત્રની સાક્ષી આપી, અને તે સાક્ષીમાં કહ્યું કે શ્રાવક અને સાધુ જે કારણથી ઉભયકાળ અવશ્ય કરે છે, તેથી તેને આવશ્યક કહેવાય છે. આનાથી એ ફલિત થાય કે શ્રાવક ઉભયકાળ આવશ્યક એવું પ્રતિક્રમણ કરે, અને દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે “જે જીવને જાણે છે, જે અજીવને જાણે છે તે જ સંયમને જાણે છે” તે વચનથી શ્રાવક સંયમને જાણનાર છે, તેની પુષ્ટિ કરી; અને ત્યારપછી તે શ્રાવક હિંસાનો પરિહાર કરીને જિનના વિરહમાં જિનપ્રતિમાની પૂજા કરે છે, તેમ બતાવીને મહાનિશીથ સૂત્રનો પાઠ બતાવ્યો. તે મહાનિશીથ સૂત્રનો અર્થ પોતાના અર્થને પુષ્ટ કરવા માટે પોતાની રુચિ અનુસાર પૂર્વપક્ષીએ જોડેલ છે, અને કહેલ છે કે સાધુ અને શ્રાવક બંને અવિશેષથી સંપૂર્ણ સંયમને જાણનારા છે. તેથી પુષ્પાદિના પરિહારથી જ શ્રાવક પૂજાના અધિકારી છે.