________________
૧૩૭૬
પ્રતિમાશતક | શ્લોક : ૨ ટીકા :
"हिंसांश' इतिः-हे जड ! यदि द्रव्यस्तवे हिंसांशो दोषकृत्-मिश्रत्वकृत् तदा केन तन्मिश्रत्वं भवेत् ? न तावद् देशसंयमेन, चतुर्थगुणस्थानेऽगतेः, यदि च दर्शनेन सम्यक्त्वेन, तदा भोगादिकालेऽपि तत्=मिश्रत्वं किं न स्यात् ? चेत् यदि भक्त्या मिश्रत्वं त्वयोच्यते, तर्हि सापि=भक्तिरपि च का ? यदि भक्ति रागो मतः, तदा भवाङ्ग, रागद्वेषयोरेव संसारमूलत्वात् तदा द्वाभ्यां संसारान्तर्गताभ्यामधर्मपक्ष एवोत्कटः स्याद् इति को मिश्रावकाशः ? प्रशस्तरागत्वाद् भक्तिर्न भवाङ्गमिति चेत् ? तर्हि द्रव्यस्तवानुगतहिंसायामपि शस्तता सदृशी, अत्र तव किमुत्तरमिति मृग्यते ? अत्र च सम्यगुत्तरं वर्षसहस्रेणापि न परेण दातुं शक्यमिति मोक्षार्थिभिरस्मदुक्त एव पन्थाः श्रद्धेयः । ટીકાર્ય :
છે નવું તે હે જડ ! જો દ્રવ્યસ્તવમાં હિંસાઅંશ દોષ કરનાર=મિશ્રપણાને કરનાર, છે, તો કોની સાથે તેનું મિશ્રપણું થાય ?=હિંસાનું મિશ્રપણું કોની સાથે થાય ? (દેશસંયમ સાથે મિશ્રપણું થાય ?) દેશસંયમ સાથે દેશવિરતિ સાથે મિશ્રપણું) ન થઈ શકે; કેમ કે ચોથા ગુણસ્થાનકમાં અગતિ છે=દેશસંયમની અપ્રાપ્તિ છે.
ર ઘ .... મિશ્રાવશ: ? અને જો દર્શનની સાથે સમ્યકત્વની સાથે, (મિશ્રપણું થાય), તો ભોગાદિકાળમાં પણ તે મિશ્રપણું, કેમ ન થાય ?=ભોગાદિકાળમાં પણ સમ્યગ્દષ્ટિનું દર્શનની સાથે ભોગપ્રવૃત્તિનું મિશ્રપણું કેમ ન થાય ? જો ભક્તિની સાથે મિશ્રપણું તારા વડે કહેવાય છે, તો તે પણ=ભક્તિ પણ, શું છે ? જો ભક્તિ રાગ મનાય છે તો ભવનું અંગ થાય; કેમ કે રાગ અને દ્વેષનું સંસારમૂલપણું છે; ત્યારે સંસારઅંતર્ગત એવા બંને દ્વારા=સંસારના કારણભૂત એવી ભગવાનની પૂજામાં વર્તતી રાગરૂપ ભક્તિ અને પુષ્પાદિ જીવોની હિંસા બંને દ્વારા, અધર્મપક્ષ જ ઉત્કટ થાય, એથી મિશ્રનો શું અવકાશ છે ? અર્થાત્ દ્રવ્યસ્તવમાં અધર્મપક્ષ જ પ્રાપ્ત થાય, મિશ્રપક્ષ પ્રાપ્ત થાય નહિ.
પ્રાપ્ત .... સદૃશી, પ્રશસ્તરામપણું હોવાને કારણે પૂજામાં વર્તતી ભક્તિમાં પ્રશસ્તરાગપણું હોવાને કારણે, ભક્તિ ભવનું અંગ નથી=ભવનું કારણ નથી, એ પ્રમાણે પૂર્વપક્ષી-પાર્લચંદ્ર જો કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે –
દ્રવ્યસ્તવ અનુગત હિંસામાં પણ દ્રવ્યસ્તવમાં વર્તતી હિંસામાં પણ, સદશ=સરખી, પ્રશસ્તતા છે=ભગવાનની ભક્તિમાં રહેલા રાગ સદશ હિંસામાં પણ પ્રશસ્તતા છે.
ત્ર ... શ્રદ્ધાઃ અહીં-આ પ્રકારના વિતર્કમાં, તારો શું ઉત્તર છે ? એ પ્રમાણે ગ્રંથકાર વડે પુછાય છે; અને અહીં-આ પ્રકારના પ્રતિબંદિ પ્રશ્નમાં=જો પૂર્વપક્ષી-પાર્લચંદ્ર ભગવાનની ભક્તિમાં વર્તતા રાગને પ્રશસ્ત કહી શકે અને મિશ્રપક્ષ સ્થાપન કરી શકે, તો તે નિયમ પ્રમાણે ભગવાનની ભક્તિમાં વર્તતી હિંસાને પણ પ્રશસ્ત સ્વીકારવાની આપત્તિ આવે, એ રૂપ પ્રતિબંદિ પ્રશ્નમાં, હજારો