________________
૧૩૭૪
પ્રતિમાશતક | શ્લોક : ૯૧
અવિરત સમ્યગ્દષ્ટિ જીવો અવિરતિના વિષયવાળાં અઢાર પાપસ્થાનકોમાંથી કોઈપણ પાપસ્થાનકવાળા હોય તોપણ તે પાપસ્થાનોના પ્રતિપક્ષભૂત ભગવદ્ભક્તિ આદિરૂપ ધર્માશ તેમનામાં ઉત્કટ છે. તેથી તેમનામાં વિરતિનો સર્વથા અભાવ હોવા છતાં ભગવદ્ભક્તિકાલીન વર્તતો ઉત્કટ ધર્માશ અનુત્કટ એવા અધર્મનો નાશ કરીને અવશ્ય મોક્ષનું કારણ બનશે. માટે અવિરત સમ્યગ્દષ્ટિમાં વર્તતો અધર્માશ વિજય પામતો નથી, પરંતુ ધર્માશ જ વિજય પામે છે; અને એવું ન સ્વીકારવામાં આવે તો અવિરત સમ્યગ્દષ્ટિનો ત્રણે સ્થાનોમાંથી ક્યાંય અંતર્ભાવ કરી શકાશે નહિ; કેમ કે –
સર્વવિરતિ નથી, માટે ધર્મરૂપ બીજા સ્થાનમાં અંતર્ભાવ નહિ થાય. દેશવિરતિ નથી, માટે ધર્માધર્મરૂપ ત્રીજા સ્થાનમાં અંતર્ભાવ નહિ થાય; અને એકાંત મિથ્યા નથી, કેમ કે ભગવાનની ભક્તિ આદિ કૃત્યો અવશ્ય મોક્ષનાં કારણ છે, માટે અધર્મરૂપ પહેલા પક્ષમાં પણ અંતર્ભાવ નહિ થાય. અને ત્રણે પક્ષમાં સર્વ જીવોનો અંતર્ભાવ કરવો ઉચિત છે, અને જ્યારે તે ત્રણે પક્ષોનો બે પક્ષમાં સમાવેશ કરવામાં આવે ત્યારે અવિરત સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિધર પણ ધર્મપક્ષમાં અંતર્ભાવ પામશે, અને મિથ્યાષ્ટિ જીવોનો દ્રવ્યથી વિરતિવાળો પક્ષ પણ અધર્મપક્ષમાં અંતર્ભાવ પામશે. સ્વકથનની પુષ્ટિ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે –
પોતે વર્ણન કર્યું એ પ્રકારે પદાર્થ છે, આથી સ્થાનાંગમાં સર્વકથનનો નિષ્કર્ષ કરીને કહેવાયું. સ્થાનાંગસૂત્રમાં કહ્યું કે પ્રથમ સ્થાન અધર્મપક્ષના વિભાગને અમે કહીએ છીએ, અને અધર્મરૂપ પ્રથમ સ્થાનમાં ૩૬૩ પાખંડીઓનો અંતર્ભાવ કર્યો, અને તે ૩૬૩ પાખંડીઓમાં ક્રિયાવાદી પણ આવે છે, અને ક્રિયાવાદી દ્રવ્યથી વિરતિ લઈને પોતાની માન્યતા પ્રમાણે અહિંસાદિની પ્રવૃત્તિ કરે છે, તો પણ તેમનામાં મિથ્યાત્વ હોવાને કારણે તે પક્ષનો અધર્મપક્ષમાં અંતર્ભાવ કરેલ છે. તેથી બાહ્યથી વિરતિનું પાલન પણ મિથ્યાત્વ સહવર્તી હોય તો અધર્મપક્ષમાં અંતર્ભાવ પામે છે.
આનાથી અર્થથી એ ફલિત થાય છે કે સમ્યગ્દષ્ટિમાં અવિરતિ હોવા છતાં પણ તેઓ ધર્મનાં કૃત્યો કરતા હોય ત્યારે તેઓની અવિરતિ સંસારનું કારણ નથી, પરંતુ મોક્ષનું કારણ છે. માટે અવિરત સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિ બંનેનો અંતર્ભાવ ધર્મપક્ષમાં જ થઈ શકે છે. આ પ્રકારના ઠાણાંગસૂત્રનો વિમર્શ કરવામાં આવે તો પર એવા પાઠ્યચંદ્રને તેનો ઉત્તર આપવો અશક્ય દેખાય. તેથી આકાશને જોવા સિવાય તેનું સમાધાન કરવા માટે તેની પાસે કોઈ માર્ગ નથી; કેમ કે ઠાણાંગ સૂત્રના આ કથનમાં કુતીર્થિકની દૃષ્ટિથી અનુગત ધર્મનો આચાર પણ અધર્મ છે, અને જૈનશાસ્ત્રના વચનથી અનુગત એવો આચાર ધર્મ છે, એમ પ્રતીત થાય છે. તેથી અવિરત સમ્યગ્દષ્ટિનો કે દેશવિરતિનો ભગવાનના વચનાનુસાર ધર્મનો આચાર ધર્મ છે, અને અન્ય દર્શનના મિથ્યાષ્ટિઓનો અહિંસાનો આચાર પણ અધર્મ છે. માટે પાર્થચંદ્ર કહે છે કે ભગવાનની પૂજામાં પુષ્પાદિ જીવોની હિંસા છે માટે અધર્મ છે અને ભગવાનની ભક્તિ છે માટે ધર્મ છે, એ પ્રકારનું તેનું વચન મિથ્યા છે. ll૧ાા.