________________
૧૩૭૫
પ્રતિમાશતક | શ્લોકઃ ૯૨ અવતરણિકા :
एतत्सर्वमभिप्रेत्य भक्तिरागप्रतिबन्द्या द्रव्यस्तवे धर्मपक्षं बलात् परमङ्गीकारयन्नाह - અવતરણિકાર્ય :
આ સર્વનો શ્લોક-૯૧માં જે કહ્યું એ સર્વનો, અભિપ્રાય કરીને ભક્તિરાગની પ્રતિબંદિથી=ભક્તિમાં વર્તતા પ્રશસ્ત રાગની પ્રતિબંદિથી, પર એવા પાર્જચંદ્રને દ્રવ્યસ્તવમાં બળથી ધર્મપક્ષને અંગીકાર કરાવતાં ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ :
શ્લોક-૯૧માં ધર્મ, અધર્મ અને ધર્માધર્મરૂપ ત્રણ પક્ષો બતાવીને સૂયગડાંગ સૂત્રના વચનથી અવિરત સમ્યગ્દષ્ટિનો અને દેશવિરતિનો ધર્મપક્ષમાં અંતર્ભાવ થાય છે, એમ જે સ્થાપન કર્યું; એ અભિપ્રાયને સામે રાખીને દ્રવ્યસ્તવનો ધર્મપક્ષમાં અંતર્ભાવ થઈ શકે, તેને યુક્તિથી બતાવવા અર્થે, ભગવાનની ભક્તિમાં વર્તતા પ્રશસ્ત રાગને સ્વીકારીને પૂર્વપક્ષી પાર્જચંદ્ર જો મિશ્રપક્ષ સ્થાપન કરતો હોય, તો દ્રવ્યસ્તવમાં વર્તતી પુષ્પાદિ જીવોની હિંસાને પણ પ્રશસ્ત હિંસા સ્વીકારીને દ્રવ્યસ્તવમાં મિશ્રપક્ષનો ત્યાગ કરીને ધર્મપક્ષ જ સ્વીકારવો જોઈએ, તેમ બળાત્કારે પરન=પાશ્મચંદ્રને, સ્વીકાર કરાવતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
हिंसांशो यदि दोषकृत् तव जड! द्रव्यस्तवे केन तन्मिश्रत्वं यदि दर्शन किमु तद् भोगादिकालेऽपि न । भक्त्या चेद् ननु सापि का यदि मतो रागो भवाङ्गं तदा,
हिंसायामपि शस्तता नु सदृशीत्यत्रोत्तरं मृग्यते ।।१२।। શ્લોકાર્ચ -
હે જડ ! તને જો દ્રવ્યસ્તવમાં હિંસાનો અંશ દોષ કરનાર મિશ્રપણું કરનાર, છે, તો કોની સાથે તેનું મિશ્રપણું છે? જો દર્શન સાથે છે, તો ભોગાદિકાળે પણ તે મિશ્રપણું, કેમ નથી? જો ભક્તિ સાથે છે ?=ો ભક્તિ સાથે હિંસાનું મિશ્રપણું છે? તો તે પણ=ભક્તિ પણ, શું છે ? જો રાગ મનાઈ છે=ભક્તિ રાગ મનાઈ છે, તો ભવનું અંગ છે.
અહીં પાર્થચંદ્ર કહે કે ભક્તિકાલીન રાગ પ્રશસ્ત છે, માટે ભવાંગ નથી. તેથી ભક્તિની સાથે હિંસાનું મિશ્રપણું સ્વીકારીને દ્રવ્યસ્તવ મિશ્ર સ્વીકારી શકાશે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
સદશ પ્રશસ્તતા હિંસામાં પણ છે, એ પ્રકારના અહીં વિતર્કમાં, ઉત્તર પુછાય છે. Il૯૨ાા ૦ શ્લોકમાં ‘ગુ' શબ્દ વિતર્કમાં છે, અને મત્ર થી વિતર્કનો પરામર્શ કરેલ છે.