________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૯૧
૧૩૭૩ તત્વ .... વેબમવાળ”ત્તિ ત્યાં જે પ્રથમ અધર્મપક્ષસ્થાનનો વિભંગ=વિભાગ, આ પ્રમાણે કહેવાય છે - ત્યાં આ ૩૩ પાખંડીઓ થાય છે, એ પ્રમાણે કહેવાયું છે. તે આ પ્રમાણે - ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વૈયિકવાદી.
‘ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.
તમિ પ્રતીય રૂતિ છે. તેના વિમર્શમાં જેનો નિષ્કર્ષ કરીને સ્થાનાંગસૂત્રમાં કહેવાયું તેના વિમર્શમાં, પરને પાશ્મચંદ્રને, ગગન આલોકનીય જોવા યોગ્ય થાય અર્થાત્ દ્રવ્યસ્તવને ધર્માધર્મરૂપ મિશ્ર કહીને અંશથી પાપરૂપ અને અંશથી અપાપરૂપ કહેનાર એવા પાર્જચંદ્રને મૌન રહેવા યોગ્ય થાય. જે કારણથી અહીં=સ્થાનાંગસૂત્રના પાઠમાં, કુતીથિંકની દૃષ્ટિથી અનુગત એવો આચાર અધર્મ અને સમય સ્વસિદ્ધાંત અનુગત એવો આચાર ધર્મ પ્રતીત થાય છે. | ‘રૂતિ' શબ્દ કથનની સમાપ્તિસૂચક છે. ભાવાર્થ :
ત્રણ સ્થાનના ઉપસંહાર દ્વારા સંક્ષેપથી ઠાણાંગનો પાઠ બતાવ્યો. તે કથનમાં શું વ્યક્ત થાય છે, તે ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે –
સ્થાનાંગસૂત્રના પાઠના ઉપસંહાર વચનમાં દ્રવ્યથી વિરતિ પાળનારા મિથ્યાદૃષ્ટિનો ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ અધર્મપક્ષમાં જ અંતર્ભાવ પામે છે, તેની જેમ સમ્યગ્દષ્ટિ એવા દેશવિરતિ શ્રાવકોનો પણ વિરતાવિરતરૂપ મિશ્રપક્ષ ધર્મપક્ષમાં જ અંતર્ભાવ પામે છે, એ પ્રમાણે સ્થાનાંગસૂત્રના ઉદ્ધરણમાં અભિવ્યક્તિ થતી હોવાને કારણે ફળથી પ્રતીત થાય છે; કેમ કે સાધુ અને શ્રાવક બંનેના માર્ગને સર્વદુઃખના નાશનો માર્ગ કહેલ છે, અને જે સર્વદુઃખના નાશનું કારણ હોય તે ધર્મમાર્ગ જ કહેવાય છે.
વળી અવિરત સમ્યગ્દષ્ટિનો પણ અંતર્ભાવ ધર્મપક્ષમાં થાય છે તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
જેમ કોઈ મિથ્યાદૃષ્ટિ જીવની દ્રવ્યથી વિરતિ હોય તે પણ સમ્યક્ત્વના અભાવને કારણે પરમાર્થથી અવિરતિ છે, માટે મિથ્યાદૃષ્ટિ જીવો વિરતિ પાળતા હોય તોપણ તેઓ બાળ શબ્દથી વાચ્ય બને છે; તે પ્રમાણે અવિરત સમ્યગ્દષ્ટિ જીવો ભગવાનની ભક્તિ આદિ ધર્મકાર્યો કરે છે, તેમાં દ્રવ્યથી અવિરતિ વર્તે છે, તે પણ વિરતિના કાર્યરૂપ આંશિક પાંડિત્યના વ્યપદેશનું કારણ છે; કેમ કે અવિરત સમ્યગ્દષ્ટિ જીવોની ધર્મકાર્યમાં વર્તતી અવિરતિ દ્રવ્યથી અવિરતિ છે, ભાવથી તો ભગવાનની ભક્તિ આદિ ધર્મકાર્યની પ્રવૃત્તિ વિરતિનું કારણ છે. માટે સમ્યગ્દષ્ટિ જીવોની ધર્મકૃત્ય વિષયક અવિરતિને પણ વિરતિરૂપે ગ્રહણ કરીને ધર્મપક્ષમાં અંતર્ભાવ કરવો પડે, એ વસ્તુ સૂક્ષ્મ દૃષ્ટિથી જોવી જોઈએ.
અવિરત સમ્યગ્દષ્ટિ જીવોની ધર્મકાર્યમાં વર્તતી અવિરતિ દ્રવ્યથી અવિરતિ છે, ભાવથી તો વિરતિનું કારણ છે, એ કથનમાં ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે –