________________
પ્રતિમાશતક | શ્લોક : ૮૬-૮૭
૧૩૦૩ કરવા માટે સ્વીકારાયેલું પાર્જચંદ્રનું શસ્ત્ર સ્વપક્ષના ઉપઘાત માટે બન્યું, તેથી પાર્જચંદ્રને સર્વત્ર એક મિશ્રપક્ષ માનવો પડશે.
આનાથી એ ફલિત થાય કે જ્યાં સુધી જીવમાં ક્રિયા છે, ત્યાં સુધી યતના અંશથી ધર્મ છે અને ક્રિયા અંશથી અધર્મ છે, માટે ધર્મરૂપ એક પક્ષ માત્ર ચૌદમા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય, તે સિવાય સર્વત્ર ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ પ્રાપ્ત થાય, વસ્તુતઃ ક્રિયાનયની સર્વ વિધિ મિશ્ર ઇષ્ટ નથી, તેથી જો સંયમની ઉચિત ક્રિયામાં ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ નથી તો વિધિપૂર્વક ભગવાનની પૂજામાં પણ ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ નથી, પરંતુ શુદ્ધ ધર્મરૂપ પક્ષ છે તેમ સ્વીકારવું જોઈએ. liટકા અવતરણિકા -
तृतीयपक्षमधिकृत्याह - અવતરણિકાર્ય :
શ્લોક-૮૨માં ચાર પક્ષ વડે વિકલ્પો પાડીને મિશ્રપક્ષનું ખંડન કરવાનું શરૂ કર્યું. તેમાં પ્રથમ પક્ષનું ખંડન શ્લોક-૮૨માં કર્યું અને દ્વિતીય પક્ષનું ખંડન શ્લોક-૮૩થી ૮૬ સુધી કર્યું. હવે ત્રીજા પક્ષને આશ્રયીને પાશ્મચંદ્રને અભિમત ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ સંગત નથી, તે બતાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે - શ્લોક :
भावोऽधर्मगतः क्रियेतरगतेत्यत्रापि भङ्गे कथं, मिश्रत्वं तमधर्ममेव मुनयो भावानुरोधाद् विदुः। भक्त्याऽर्हत्प्रतिमार्चनं कृतवतां न स्पृश्यमानः पुन
र्भावश्चित्तमिवाग्रहाविलधियां पापेन संलक्ष्यते ।।८७ ।। શ્લોકાર્ય :
ભાવ અધર્મગત ક્રિયા ઈતરગત ધર્મગત, એ પ્રકારના પણ ભંગમાં વિકલ્પમાં, મિશ્રપણું કેવી રીતે થાય ? અર્થાત્ ન થાય. ભાવના અનુરોધથી તેને=આ ત્રીજા ભંગને, મુનિઓ અધર્મ જ કહે છે.
ભાવ અધર્મગત અને ક્રિયા ધર્મગત એ પ્રકારનો ત્રીજો ભાગો ભગવાનની ભક્તિની ક્રિયામાં સંભવિત નથી, એ સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
આગ્રહથી આવિલ=આવિષ્ટ, બુદ્ધિવાળાઓનું ચિત્ત, પાપથી સ્પર્શ કરાતું દેખાય છે, તેમ ભકિતથી અર્હત્ પ્રતિમાની પૂજા કરનારાઓનો ભાવ, પાપથી સ્પર્શ કરાતો જણાતો નથી. ll૮૭ll