________________
પ્રતિમાશતક | શ્લોક : ૮૭ અહીં ગ્રંથકારશ્રીએ ‘સત્તેયા વિઠ્ઠીઓ. ' એ શાસ્ત્રવચનનું ઉદ્ધરણ આપીને સાત દૃષ્ટિવાળા નિષ્નવોની નિગ્રંથ આચ૨ણાને સંસારનું મૂળ બતાવ્યું, ત્યાં પાર્શ્વચંદ્ર કહે છે કે નિહ્નવોની ચારિત્રની આચરણા સંસારનું મૂળ નથી, પરંતુ નિયત ઉત્સૂત્રરૂપ તેઓની દૃષ્ટિ સંસારનું મૂળ છે. તેથી તેઓનો નિયત ઉત્સૂત્રરૂપ ભાવ અધર્મ છે અને નિગ્રંથરૂપ ચારિત્રની આચરણા ધર્મ છે, તેથી નિષ્નવોમાં મિશ્રપક્ષ સંગત થશે અને તે રીતે પૂજામાં પણ હિંસાનો ભાવ છે, એ અધર્મરૂપ છે, અને ભગવાનની ભક્તિની ક્રિયા છે તે ધર્મરૂપ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
૧૩૦૬
નિયત ઉત્સૂત્રરૂપ દૃષ્ટિઓનું આ સંસાર પરિભ્રમણ ફળ છે અને ‘નિર્પ્રન્યરૂપે' એ ઉપલક્ષણમાં તૃતીયા છે, એમ ન કહેવું.
આશય એ છે કે પાર્શ્વચંદ્ર કહે છે કે નિહ્નવોની સાત દૃષ્ટિઓ દુરંત સંસારનું કારણ છે અને ‘નિર્પ્રન્યરૂપે’ એ તૃતીયા વિભક્તિ ઉપલક્ષણમાં છે. આનાથી એ ફલિત થાય છે કે નિગ્રંથરૂપ આચરણાથી ઉપલક્ષિત એવી સાત દૃષ્ટિઓ સંસારના પરિભ્રમણનું કારણ છે, પરંતુ નિગ્રંથરૂપ ચારિત્રની આચરણા સંસારના પરિભ્રમણનું કારણ નથી. તેને ગ્રંથકા૨શ્રી કહે છે
=
પાર્શ્વચંદ્રનું આ કથન બરાબર નથી; કેમ કે ‘સત્તેયા વિઠ્ઠીઓ એ સાક્ષીપાઠમાં ચમત્રૈવેયકપર્યંતના ફળના કા૨ણ એવા નિહ્નવોની શ્રદ્ધાથી અનુગત એવા આચારનું જ દૃષ્ટિપદાર્થપણું છે. તેથી નિહ્નવોનો આવો આચાર એ દૃષ્ટિ છે, અને તે દૃષ્ટિઓ દુરંત સંસારના પરિભ્રમણનું કારણ છે. માટે નિહ્નવોનો આચાર અધર્મરૂપ છે, તેમ ફલિત થાય છે.
આશય એ છે કે કોઈ નિષ્નવો નિયત ઉત્સૂત્ર ક૨ના૨ા છે અને કેટલાક નિહ્નવો નિરતિચાર ચારિત્ર પણ પાળનારા છે અને તેના ફળરૂપે ઉત્કૃષ્ટથી નવમા ત્રૈવેયકના ફળને પામે છે અને આવા ફળનું કારણ તેમની શ્રદ્ધાથી અનુગત ચારિત્રની આચરણા છે અર્થાત્ ભગવાનના વચનમાં શ્રદ્ધા હોવા છતાં કોઈક સ્થાનમાં અનિવર્તનીય ભગવાનના વચનથી વિપરીત રુચિ છે, તેથી કોઈક સ્થાનની અનિવર્તનીય વિપરીત રુચિથી યુક્ત ભગવાનના વચનાનુસાર ચારિત્રનું પાલન છે, અને આવી વિપરીત રુચિથી યુક્ત ચારિત્રાચારના પાલનની ક્રિયાને શાસ્ત્રકારોએ દૃષ્ટિ કહેલ છે અને આવી નિહ્નવોની દૃષ્ટિ દુરંત સંસારનું કારણ છે. માટે તેઓની સંયમની આચરણા પણ દુષ્ટ ભાવને કા૨ણે અધર્મરૂપ છે, તેમ ફલિત થાય છે.
અહીં પાર્શ્વચંદ્ર કહે કે જો નિષ્નવોનો શ્રદ્ધાથી અનુગત આચાર જ દૃષ્ટિ પદાર્થ હોય તો ‘સત્તેયા વિટ્ટીઓ .....' એ પ્રસ્તુત ઉદ્ધરણમાં નિગ્રંથરૂપ સાત દૃષ્ટિઓને સંસારનું મૂળ કહેવું જોઈએ, પરંતુ ‘નિર્ધન્વરૂપે ' તૃતીયાનો પ્રયોગ કરવો જોઈએ નહિ અર્થાત્ નિગ્રંથ શબ્દને દૃષ્ટિનું વિશેષણ બનાવવું જોઈએ, પરંતુ તૃતીયાનો પ્રયોગ કરવો જોઈએ નહિ; અને ‘સત્તેયા વિઠ્ઠીઓ. ’એ પ્રસ્તુત ઉદ્ધરણમાં તૃતીયાનો પ્રયોગ છે, તેથી ‘નિર્ઝરૂપે’ એ તૃતીયાનો પ્રયોગ ઉપલક્ષણમાં છે, પરંતુ દૃષ્ટિનું વિશેષણ નથી. માટે નિહ્નવોની ચારિત્રની આચરણા અધર્મરૂપ છે, એમ કહી શકાય નહિ, પરંતુ તેઓનો દૃષ્ટિરૂપ ભાવ અધર્મ છે તેમ કહી શકાય. તેને ગ્રંથકારશ્રી કહે છે –