________________
૧૩૧૦
પ્રતિમાશતક | શ્લોક : ૮૭ વ્યતિરેક દૃષ્ટાંતમાં કહે છે કે જેમ આગ્રહથી યુક્ત બુદ્ધિવાળાનું ચિત્ત પાપથી સ્પર્શાયેલું છે, તેમ ભગવાનની ભક્તિ કરનારાઓનું ચિત્ત પાપથી સ્પર્શાયેલું નથી.
આનાથી એ ફલિત થાય છે કે પાર્શ્વચંદ્રનું ચિત્ત સ્વ માન્યતા પ્રત્યે આગ્રહવાળું છે; તેથી તે તત્ત્વને જોતો નથી, માટે તેનું ચિત્ત પાપથી લેપાયેલું છે, તેની જેમ ભગવાન પ્રત્યે ભક્તિવાળા શ્રાવકોનું ચિત્ત ભગવાનની પૂજાકાળમાં પાપથી લેપાયેલું નથી.
અહીં પાર્શ્વચંદ્ર કહે કે પૂજા કરનાર શ્રાવકને એ ભાવ છે કે હું પુષ્પના જીવોનું ઉપમર્દન કરું અને તે પુષ્પના જીવોના ઉપમર્દનથી પ્રતિમાની પૂજા કરું, તેથી પ્રતિમાની પૂજાની ક્રિયાકાળમાં વર્તતો ભાવ પુષ્પાદિ જીવોના ઉપમર્ધનરૂપ પાપથી સ્પર્શાયેલો દેખાય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે
જો આ રીતે પૂજામાં હિંસાનો ભાવ પાર્શ્વચંદ્ર બતાવી શકતો હોય તો અપવાદથી નદી ઊતરનારા સાધુને પણ નદી ઊતરતી વખતે જળના જીવોનું હું ઉપમર્દન કરું અને તે નદીના જીવોના ઉપમર્દનથી નદી ઊતરીને વિહાર કરું, એ પ્રકારનો ભાવ પ્રાપ્ત થાય; અને તેમ પાર્શ્વચંદ્ર સ્વીકારે તો અપવાદથી નદી ઊતરનાર સાધુને પણ પાપથી સ્પર્શાયેલો ભાવ હોવાને કારણે ધર્માધર્મરૂપ મિશ્રપક્ષની પ્રાપ્તિ થાય. તેના સમાધાનરૂપે પાર્શ્વચંદ્ર કહે છે
યતનાપૂર્વક નદી ઊતરનાર સાધુની કૃતિની આનુષંગિકરૂપે ઉદ્દેશ્યત્વાખ્યવિષયતા અને સાધ્યત્વાખ્યવિષયતા નિષિદ્ધરૂપાવચ્છિન્ના નથી.
આશય એ છે કે જે સાધુ યતનાપૂર્વક અપવાદથી નદી ઊતરે છે ત્યારે આનુષંગિકરૂપે ‘નદીના જીવોનું ઉપમર્દન કરું' તે રૂપ સાધ્યત્વાખ્યવિષયતા છે, અને તે જીવોના ઉપમર્દનપૂર્વક નદી ઊતરીને વિહાર કરું, એ પ્રકારની ઉદ્દેશ્યત્વાખ્યવિષયતા છે; અને આ બંને વિષયતાનો શાસ્ત્રકારોએ સાધુને નિષેધ કરેલો નથી, તેથી આ બંને વિષયતા શાસ્ત્રથી નિષિદ્ધરૂપે અવચ્છિન્ન નથી. માટે સાધુના આનુષંગિક ભાવને આશ્રયીને અશુભ ભાવ કહેવાય નહિ, પરંતુ સાધુનો મુખ્ય ભાવ તો સંયમની વિશુદ્ધિ અર્થે નવકલ્પી વિહારનો છે અને તેને આશ્રયીને સાધુને શુદ્ધ ભાવ છે. માટે સાધુની નદી ઊતરવાની ક્રિયામાં વર્તતો ભાવ પાપથી સ્પર્શાયેલો નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
જો આ પ્રકારનું સમાધાન પાર્શ્વચંદ્ર, સાધુની અપવાદથી નદી ઊતરવાની ક્રિયામાં કરી શકે, તો શ્રાવકની ભગવાનની પૂજામાં પણ તે પ્રકારનું સમાધાન થઈ શકે છે; કેમ કે ભગવાનની પૂજા કરનાર શ્રાવકનો મુખ્ય આશય ભગવાનની ભક્તિ કરીને આ દ્રવ્યસ્તવ દ્વારા હું ભાવસ્તવની પ્રાપ્તિ કરું, તેવો છે, અને ભાવસ્તવની પ્રાપ્તિ એ સંયમની પ્રાપ્તિરૂપ છે. તેથી સંયમની પ્રાપ્તિના ઉપાયરૂપ ભગવાનની ભક્તિમાં શ્રાવકનો મુખ્ય આશય સંયમપ્રાપ્તિ છે. તેથી મુખ્ય આશયને આશ્રયીને ભગવાનની ભક્તિમાં પાપનો સ્પર્શ નથી, અને આનુષંગિક ભાવને આશ્રયીને જેમ સાધુની નદી ઊતરવાની ક્રિયામાં શાસ્ત્રકારોએ નિષેધ કર્યો નથી, તેમ ભગવાનની ભક્તિની ક્રિયામાં આનુષંગિકરૂપે ઉદ્દેશ્યત્વાખ્યવિષયતા અને સાધ્યત્વાખ્યવિષયતાનો શાસ્ત્રકારે નિષેધ કર્યો નથી. માટે ભગવાનની પૂજા કરનાર શ્રાવકનો કે અપવાદથી