________________
૧૩૦૮
ટીકા ઃ
न च मिश्रणीयोऽधर्मगतो भावः प्रकृतस्थले संभवतीत्यप्याह- 'भक्त्येति' भक्त्या - उपलक्षणाद्विधिना चार्हत्प्रतिमार्चनं कृतवतां भावः पापेन न स्पृश्यमानः संलक्ष्यते, व्यतिरेकदृष्टान्तमाह-किमिवाग्रहाविलधियामभिनिवेशमलीमसबुद्धीनां चित्तमिव तद् यथा पापेन स्पृश्यमानं संलक्ष्यते, तथा न भक्तिकृतां . भाव इति योजना । अथ पुष्पाद्युपमर्दयामि ततः प्रतिमां पूजयामीति भावः पापस्पृष्टो लक्ष्यत एवेति चेत् ? तर्हि 'नदीजलजीवानुपमर्दयामीति, ततो नदीमुत्तीर्य विहारं कुर्वे' इति साधोरपि दुष्टः स्यात्, कृतेरानुषङ्गिकेनोद्देश्यत्वाख्यविषयता साध्यत्वाख्याविषयता च यतमानस्य न निषिद्धरूपाविच्छिन्ना(વચ્છિન્ના) કૃતિ ચૈત્? તુત્વમેતવુમોરપીતિ વિમાહિતેન? ।।૮।।
ટીકાર્ય ઃ
પ્રતિમાશતક | શ્લોક : ૮૭
|| .....
નૃત્યબાદ - મિશ્રણીય એવો અધર્મગતભાવ પ્રકૃતસ્થળમાં=ભગવાનની પૂજારૂપ પ્રકૃત સ્થળમાં, સંભવતો નથી, એ પ્રમાણે પણ કહે છે=એ પ્રમાણે પણ શ્લોકના ત્રીજા-ચોથા પાદમાં ગ્રંથકારશ્રી કહે છે
-
‘મત્સ્યેતિ’ યોનના । ભક્તિથી અર્હત્પ્રતિમાના અર્ચન કરનારાઓનો ભાવ પાપથી સ્પર્શાતો દેખાતો નથી, અને ઉપલક્ષણથી વિધિ વડે અર્હત્પ્રતિમાના અર્ચન કરનારાઓનો ભાવ પાપથી સ્પર્શતો દેખાતો નથી, તેમાં વ્યતિરેક દૃષ્ટાંતને ગ્રંથકારશ્રી કહે છે –
કોની જેમ ? તો કહે છે
–
આગ્રહથી આવિલ બુદ્ધિવાળાઓના ચિત્તની જેમ=આગ્રહથી આવિષ્ટ બુદ્ધિવાળાઓના ચિત્તની જેમ અર્થાત્ સ્વમાન્યતા પ્રત્યે અભિનિવેશથી મલિન થયેલ બુદ્ધિવાળાઓના ચિત્તની જેમ, ભક્તિથી અને વિધિથી અર્હત્પ્રતિમાના અર્ચન કરનારાઓનો ભાવ પાપથી સ્પર્શાતો દેખાતો નથી, એમ અન્વય છે. તે=અભિનિવેશથી મલિન બુદ્ધિવાળાઓનું ચિત્ત, જે પ્રકારે પાપથી સ્પર્શાતું દેખાય છે, તે પ્રકારે ભક્તિ કરનારાઓનો ભાવ=ભગવાનની ભક્તિ કરનારાઓનો ભાવ નથી=પાપથી સ્પર્શ કરાતો દેખાતો નથી, એ પ્રકારની યોજના છે=એ પ્રકારે વ્યતિરેક દૃષ્ટાંતની યોજના છે.
૭ સમ્ભવતિ નૃત્યય્યાહ - અહીં ‘’િથી એ કહેવું છે કે પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું તેમ જો ભાવ અધર્મગત હોય તો ક્રિયા પણ અધર્મરૂપ પ્રાપ્ત થાય. માટે ભાવ અધર્મગત અને ક્રિયા ધર્મગત એવો મિશ્રપક્ષરૂપ ત્રીજો ભાંગો તો સંભવતો નથી, એમ કહ્યું; પરંતુ પ્રકૃત એવા પૂજાના સ્થળમાં શુભ ક્રિયા સાથે મિશ્રણીય એવો અધર્મગત ભાવ સંભવતો નથી, એ પ્રમાણે પણ કહે છે.
अथ
સ્વાત્, પુષ્પાદિનું હું ઉપમર્દન કરું છું, તેનાથી=પુષ્પાદિના ઉપમર્દનથી, પ્રતિમાની પૂજા કરું છું, એ પ્રકારનો ભાવ=એ પ્રકારનો પૂજાકાળમાં વર્તતો ભાવ, પાપથી સ્પર્શાયેલો જણાય જ છે, એ પ્રમાણે પાર્શ્વચંદ્ર કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે –