________________
૧૩૨૨
પ્રતિમાશતક | શ્લોકઃ ૮૯ ભાવાર્થ
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે દ્રવ્યયોગોમાં પણ નિશ્ચયનયથી શુભાશુભયોગરૂપ મિશ્રતા નથી અને નિશ્ચયાંગ વ્યવહારનયથી પણ શુભાશુભયોગરૂપ મિશ્રતા નથી. ત્યાં કોઈને શાસ્ત્રના વચનનું સ્કુરણ થવાથી ગ્રંથકારશ્રીને પ્રશ્ન કરે છે કે જો વ્યવહારનયથી પણ શુભાશુભયોગરૂપ દ્રવ્યયોગની મિશ્રતા ન હોય તો શ્રુતભાવભાષામાં મિશ્રભાષારૂપ ત્રીજા ભેદનું અપરિગણન છે, તેમ દ્રવ્યભાવભાષામાં મિશ્રભાષારૂપ ત્રીજાભેદનું અપરિગણન ન કરતાં મિશ્રભાષાનું પરિગણન કેમ કર્યું ? અર્થાત્ દ્રવ્યભાવભાષામાં મિશ્રભાષારૂપ ત્રીજો ભેદ કેમ સ્વીકાર્યો ?
શંકાકારનો આશય એ છે કે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ભાષાના ચાર નિક્ષેપા શાસ્ત્રમાં કરવામાં આવ્યા છે, ત્યાં ભાવનિક્ષેપોથી ભાષાનો વિચાર કરતી વખતે કહ્યું કે ભાવભાષા ત્રણ પ્રકારની છે – (૧) દ્રવ્યભાવભાષા, (૨) શ્રુતભાવભાષા અને (૩) ચારિત્રભાવભાષા. તેમાં શ્રુતભાવભાષામાં મિશ્રભાષારૂપ ત્રીજા ભેદનું અપરિગણન કર્યું છે અને કહ્યું કે શ્રુતભાવભાષા ત્રણ પ્રકારની છે – (૧) સત્યભાષા, (૨) અસત્યભાષા અને (૩) અસત્યઅમૃષાભાષા. આથી સત્યાસત્યમિશ્રભાષાનું શ્રુતભાવભાષામાં ગ્રહણ કરેલ નથી, તેથી એમ કહી શકાય કે શ્રુતભાવભાષામાં મિશ્રભાષાનો સ્વીકાર નથી, પરંતુ દ્રવ્યભાવભાષાનું વર્ણન કરતી વખતે ભાષાના ચાર ભેદો બતાવ્યો છે તે આ રીતે - (૧) સત્યભાષા, (૨) અસત્યભાષા, (૩) મિશ્રભાષા અને (૪) અસત્યઅમૃષાભાષા.
આ રીતે દ્રવ્યભાવભાષામાં મિશ્રભાષા સ્વીકારી છે અને પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે અશોકપ્રધાન વન છે એ વિવેક્ષાથી કોઈ અશોકપ્રધાનવનને અશોકવન છે એમ કહે તો ત્યાં મિશ્રભાષાની આપત્તિ નથી.
વસ્તુતઃ દ્રવ્યભાવભાષામાં ચાર ભેદો ગણ્યા છે તે વિવક્ષાથી મિશ્રભાવની આપત્તિ ત્યાં હોવી જોઈએ એ પ્રકારના આશયથી શંકાકાર કહે છે કે શ્રુતભાવભાષામાં જેમ મિશ્રભાષારૂપ ત્રીજાભેદનું પરિગણન નથી, તેથી ત્યાં મિશ્રભાષાની આપત્તિનો દોષ આવતો નથી, પરંતુ દ્રવ્યભાવભાષામાં તો ત્રીજાભેદનું પરિગણન છે માટે વ્યવહારનયથી ત્યાં મિશ્રભાષારૂપ ત્રીજાભેદના પરિગણનની આપત્તિ આવે તેને ગ્રંથકારશ્રી કહે છે -
શ્રુતભાવભાષામાં ત્રીજાભેદનું અપરિગણન કરતી વખતે શાસ્ત્રકારોએ નિશ્ચયનયથી ધર્મનું અર્પણ કરેલ છે માટે ત્રીજોભેદ ત્યાં ગણેલ નથી અને દ્રવ્યભાવભામાં ભેદો બતાવતી વખતે વ્યવહારનયથી ધર્મીનું અર્પણ કરેલ છે માટે ત્યાં મિશ્રભાષાનું પરિગણન કરેલ છે અને શ્રુતભાવભાષામાં કે દ્રવ્યભાવભાષામાં સર્વત્ર નિશ્ચયનયથી ધર્મીનું અર્પણ કરવામાં આવે તો ભાષાના સત્ય અને અસત્ય બે જ ભેદ થઈ શકે, ચારભેદ થાય નહિ.
આશય એ છે કે શ્રુતભાવભાષામાં સત્યભાષા અને અસત્યભાષા એ બે ભાષા સ્વીકારીને તે બેથી મિશ્ર એવી ત્રીજી ભાષાનો અસ્વીકાર કર્યો તે સ્થાનમાં નિશ્ચનયથી ભાષા બોલનાર ધર્મીનું અર્પણ કર્યું, તેથી એ