________________
૧૩પ૯
પ્રતિમાશતક | શ્લોક : ૯૧ માનખ્યાતિ કે અન્નાદિની પ્રાપ્તિ કરે છે, તેઓનું તે અધ્યયન પાપઅધ્યયન છે; અને તે પાપકૃતના પ્રયોગ દ્વારા તેઓ સુરકિલ્વેિષાદિ ભાવના કરે છે અર્થાત્ તે શ્રુતનો પાપારંભમાં ઉપયોગ કરીને કિલ્વેિષાદિ દેવોમાં ઉત્પન્ન થાય તેવા પરિણામવાળા થાય છે, અને પછી તે કિલ્બિષાદિ દેવોમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી ચ્યવીને એડમૂકાદિ ભાવો પ્રાપ્ત કરે છે અર્થાત્ મનુષ્યભવમાં મૂંગા-બોબડા વગેરે થાય છે, અને પછી દુરંત સંસારમાં ભટકે છે. આ રીતે મહાતૃષ્ણાવાળા સંન્યાસીઓ કે સાધુઓને આ અધર્મપક્ષ બતાવાયો છે.
વળી બીજી રીતે અસદનુષ્ઠાનરૂપ ગૃહસ્થોનો ચૌદ પ્રકારે અધર્મપક્ષ બતાવાયો, જે સૂયગડાંગ સૂત્રના પાઠમાં ચૌદ અસદનુષ્ઠાનો બતાવ્યાં.
વળી ત્રીજી રીતે કેટલાક જીવો અતિ અસહિષ્ણુ સ્વભાવવાળા હોય છે, તેથી કોઈ સાપરાધી ગૃહપતિ હોય તો તેના ક્ષેત્રને બાળે, તેના સંબંધી ઉષ્ટ્રાદિ પશુઓના અંગો છેદી નાંખે, તે ગૃહપતિની શાલા વગેરે બાળી નાંખે, તેના સંબંધી કૂંડલાદિનું હરણ કરે, આ રીતે મહાતૃષ્ણાવાળાઓનો અધર્મપક્ષ પ્રાપ્ત થાય છે.
વળી કેટલાક અતિઅસહનશીલ હોવાને કારણે પાખંડી એવા સંન્યાસીઓ ઉપર ક્રોધિત થઈને તેમનાં ઉપકરણાદિ હરી લે છે અને તેમને ભિક્ષા આપવા વગેરેનો નિષેધ કરે છે. આવા મહાતૃષ્ણાવાળા જીવોને પણ અધર્મપક્ષ સૂયગડાંગ સૂત્રમાં કહેવાયો છે.
વળી કેટલાક જીવો કોઈ કારણ ન હોય તોપણ ગૃહપતિના ક્ષેત્ર વગેરે બાળી નાંખે કે તેના પશુ આદિનાં અંગોનો છેદ કરે કે તેમનાં ધનાદિનું હરણ કરે. આવા મહાતૃષ્ણાવાળા જીવોનો અધર્મપક્ષ કહેવાયો છે.
વળી કેટલાક આભિગ્રહિક મિથ્યાષ્ટિ જીવો સાધુને જુએ તો અપશુકનબુદ્ધિ કરે છે, અને સાધુઓને પોતાના દૃષ્ટિપથથી દૂર કરે છે; અને સાધુઓ દૃષ્ટિપથમાં આવી જાય તો ચપેટિકા આદિ આપીને તેમને દૂર કાઢે છે. આવા મહાતૃષ્ણાવાળા જીવોને પણ અધર્મપક્ષ કહેવાયો છે.
વળી કેટલાક જીવો પરુષવચનના પ્રહાર વડે બીજાઓને શોકાદિ ઉત્પન્ન કરે છે, મહાઆરંભાદિની પ્રવૃત્તિઓ કરે છે અને પોતાને મળેલા ભોગોપભોગથી ઉત્પન્ન થયેલી શ્લાઘા વડે ઐશ્વર્યનો અનુભવ કરે છે. એવા મહાતૃષ્ણાવાળાઓને પણ અધર્મપક્ષ કહેવાયો છે.
આ રીતે સૂયગડાંગ સૂત્રમાં અધર્મપક્ષ કહ્યા પછી તેનો ઉપસંહાર કરતાં કહ્યું કે આ સ્થાન અનાર્ય છે, અકેવલ છે, ઇત્યાદિ કહીને બતાવ્યું કે આ સ્થાન અત્યંત અનુચિત છે, અને મોક્ષ વગેરેનો માર્ગ નથી, પરંતુ સંસારના પરિભ્રમણનો માર્ગ છે. આ પ્રકારના પ્રથમ સ્થાનરૂપ અધર્મપક્ષનું વિશેષ સ્વરૂપ બતાવેલ છે. ટીકા :___धर्मपक्षस्तु एवमतिदिष्टः "अहावरे दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभङ्गे एवमाहिज्जइ, इह खलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा संतेगइया मणुस्सा भवंति तं० आरिया वेगे अणारिया वेगे, उच्चागोया वेगे नीयागोया वेगे, कायमंता वेगे हस्समंता वेगे, सुवन्ना वेगे दुवन्ना वेगे, सुरूवा वेगे दुरूवा वेगे, तेसिं च णं