________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૧
૧૩પ૭
સત્યસદનતયા .... તાનનિષેધવિના, અતિઅસહતપણાને કારણે અપરાધવાળા એવા ગૃહપતિના ક્ષેત્રને દારાદિ દ્વારા=બાળવા વગેરે દ્વારા, તેના સંબંધી=સાપરાધવાળા ગૃહપતિ સંબંધી ઊંટ આદિના અંગછેદાદિ દ્વારા, તેની=સાપરાધવાળા ગૃહપતિની શાળાને બાળવા દ્વારા, તેના સંબંધી=સાપરાધવાળા ગૃહપતિ સંબંધી કૂંડલાદિના અપહાર દ્વારા, અથવા પાખંડિક ઉપર ક્રોધથી તેમના=પાખંડિકના ઉપકરણ વગેરેને લઈ લેવા દ્વારા, તેમને પાખંડિકવે, દાન આપવાના નિષેધ દ્વારા મહાતૃષ્ણાવાળાને અધર્મપણ કહેવાયો.
નિમિત્તણેવ .... તાહાવિના, નિમિત્ત વગર જ ગૃહપતિના ક્ષેત્રને દારાદિ દ્વારા બાળવા દ્વારા આદિથી ઉપર કહ્યા મુજબ સાપરાધવાળા ગૃહપતિ સંબંધી ઊંટ આદિના અંગ છેદાદિ દ્વારા ઈત્યાદિ સઘળું સમજવું.
આમિર ૩૫સંતશ્વ આભિગ્રહિક મિથ્યાદષ્ટિપણાને કારણે અપશુકનની બુદ્ધિથી શ્રમણોને= સાધુઓને, દર્શતપથથી દૂર હડસેલવા દ્વારા, અને તેના સાધુના જોવાના અવસરમાં આસ્ફાલત દ્વારા, ચપુટિકાદાન વડે ચપેટા મારવા વડે અર્થાત્ તેમને ધક્કા વગેરે મારવા વડે, પરુષ વચનના પ્રહાર વડે બીજાઓને શોકાદિ ઉત્પન્ન કરાવવા દ્વારા પ્રાણીઓના વ્યાપાદરૂપ મહારંભાદિ દ્વારા, ભોગપભોગ વડે ઉત્પન્ન થતી શ્લાઘાથી અને એશ્વર્યના અનુભવનથી મહાતૃષ્ણાવાળાને અધર્મપક્ષ કહેવાયો છે અને ઉપસંહાર કરાયો છે.
છે મદુત્તથી માંડીને અહીં સુધી સૂયગડાંગ સૂત્રમાં મહાતૃષ્ણાવાળાને અધર્મપક્ષ કહેવાયો અને ઉપસંહાર કરાયો. તે ઉપસંહાર પ્રસ .... થી બતાવે છે – ટીકા :
“एस ठाणे अणारिए अकेवले अपडिपुन्ने अणेयाउए असंसुद्धे असल्लगत्तणे असिद्धिमग्गे अमुत्तिमग्गे अणिव्वाणमग्गे अणिज्जाणमग्गे असव्वदुक्खप्पहीणमग्गे एगंतमिच्छे असाहु एस खलु पढमस्स ठाणस्स अहम्मपक्खस्स विभंगे एवमाहिए" त्ति,
ટીકાર્ય :
“ હા ....... વિમહિણ” ત્તિ, આ સ્થાન (૧) અનાર્ય છે. (૨) અકેવલ છે. (૩) અપરિપૂર્ણ છે. (૪) અનૈયાયિક છે, (૫) અસંશુદ્ધ છે. (૬) અસલ્લગત છે, (૭) સિદ્ધિનો માર્ગ નથી, (૮) મુક્તિનો માર્ગ નથી, (૯) નિર્માણનો માર્ગ નથી. (૧૦) નિર્વાણનો માર્ગ નથી, (૧૧) સર્વ દુઃખને નાશ કરવાનો માર્ગ નથી, (૧૨) એકાંતે મિથ્યા છે, (૧૩) અસાધુ છે. તે આ=પૂર્વમાં વર્ણન કર્યું એ, અધર્મપક્ષરૂપ પ્રથમ સ્થાનનો વિભંગ વિકલ્પ=વિશેષ સ્વરૂપ, આ પ્રમાણે કહેવાયું છે.
ત્તિ ‘તિ' શબ્દ ઉપસંહારના કથનની સમાપ્તિસૂચક છે. સૂયગડાંગસૂત્રના પ્રસ્તુત પુસ તા .... પાઠની ટીકાનો અર્થ બતાવે છે –