________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૧
૧૩૬૦
खेत्तवत्थूणि परिग्गहिआणि भवंति' ऐसो आलावगो जहा पुंडरीए तहा णेयव्वो तेणेव अभिलावेणं जाव सव्वओवसंता सव्वत्ताए पडिनिव्वुड त्ति बेमि । एस ठाणे आरिए केवले जाव सव्वदुक्खप्पहीणमग्गे एगंतसम्मे साहू दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभंगे एवमाहिए" त्ति ।
ટીકાર્ય ઃ
ધર્મપક્ષસ્તુ ..... અતિષ્ટિ: - વળી સૂયગડાંગ સૂત્રમાં ત્રણ પક્ષના વ્યાખ્યાનના અવસરમાં ધર્મપક્ષ આ રીતે બતાવાયો છે
-
“અહાવરે
*****
. માહિ” ત્તિ । હવે બીજા સ્થાનરૂપ ધર્મપક્ષના વિકલ્પને=વિશેષ સ્વરૂપને, આ પ્રમાણે કહે છે – અહીં=આ સંસારમાં, પૂર્વદિશામાં, પશ્ચિમ દિશામાં, ઉત્તર દિશામાં અને દક્ષિણ દિશામાં કેટલાક કલ્યાણની પરંપરાને ભજનારા મનુષ્યો છે, અને તે આ પ્રમાણે છે
કેટલાક આર્ય છે=આર્યદેશમાં ઉત્પન્ન થયેલા છે, અને કેટલાક અનાર્ય છે=અનાર્યદેશમાં ઉત્પન્ન થયેલા છે. કેટલાક ઉચ્ચગોત્રવાળા છે અને કેટલાક નીચગોત્રવાળા છે, કેટલાક દીર્ઘકાયાવાળા છેં અને કેટલાક હસ્વકાયાવાળા છે, કેટલાક સુંદર વર્ણવાળા છે અને કેટલાક અસુંદર વર્ણવાળા છે, કેટલાક સુરૂપ છે અને કેટલાક કુરૂપ છે. તેઓને ક્ષેત્રવસ્તુ પરિગૃહીત હોય છે. આ આલાપક જે પ્રમાણે પુંડરિક અધ્યયનમાં છે તે પ્રમાણે જાણવો. તે અભિલાપ વડે યાવત્ સર્વપાપસ્થાનથી ઉપશાંત થયેલા છે અને આથી કરીને જ સર્વાત્મપણાથી પરિનિવૃત્ત થયેલા છે=પાપસ્થાનથી પરિનિવૃત્ત થયેલા છે, એ પ્રમાણે કહું છું, એમ સુધર્માસ્વામી જંબૂસ્વામીને કહે છે. આ સ્થાન આર્ય છે, કેવલ=શુદ્ધ, છે, યાવત્ સર્વદુ:ખના પ્રક્ષયનો માર્ગ છે, એકાંત સમ્યક્ છે. આથી કરીને જ સાધુ=સુંદર, છે. આ પ્રમાણે બીજા સ્થાનરૂપ ધર્મપક્ષનું વિશેષ સ્વરૂપ કહેલું છે.
ત્તિ=રૂતિ શબ્દ બીજા સ્થાનરૂપ ધર્મપક્ષની સમાપ્તિસૂચક છે.
ભાવાર્થ:
ધર્મપક્ષમાં થયેલા મનુષ્યો ચારે દિશામાં હોય છે. તેઓ આર્યદેશમાં અથવા અનાર્યદેશમાં પણ જન્મેલા હોય છે, ઉચ્ચગોત્ર કે નીચગોત્રવાળા હોય છે, ઇત્યાદિ બતાવીને તેઓ મનુષ્યલોકમાં ધન-ધાન્યાદિ સમૃદ્ધિવાળા હોય છે અને કેટલાક સમૃદ્ધિ વગરના પણ હોય છે તે બતાવ્યું. એ આલાપક પુંડરીક અધ્યયનથી જાણવો, એમ બતાવીને પુંડરીક અધ્યયનમાં વર્ણન કર્યા પ્રમાણે તેઓ વૈરાગ્ય પામીને સંયમ ગ્રહણ કરે છે ત્યારે સર્વથા ઉપશાંત થાય છે, સર્વથા પાપથી નિવૃત્ત થાય છે, એમ હું કહું છું અર્થાત્ એમ સુધર્માસ્વામી જંબૂસ્વામીને કહે છે. આ સ્થાન કેવલ છે=શુદ્ધ છે યાવત્ સર્વ દુઃખના પ્રક્ષયને=નાશને, કરનારું છે, એકાંતે સમ્યક્ છે, સાધુ છે=સત્તવાળું છે. આ પ્રમાણે બીજા સ્થાનરૂપ ધર્મપક્ષનું સ્વરૂપ કહેલું છે. ટીકા ઃ
.
तृतीयस्थानमधिकृत्यैवं सूत्रं प्रववृत्ते - " अहावरे तच्चस्स ठाणस्स मीसगस्स विभंगे एवमाहिज्जइ, जे इमे भवंति, आरण्णिया, आवसहिया, गामणियंतिया, कण्हुईरहस्सिया । जाव ते तओ विप्पमुच्चमाणा भुज्जो