________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૦
૧૩૪૭
ભાવાર્થ :
મહાભાષ્યની વાણીથી ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે કર્મબંધ ભાવયોગથી થાય છે અને ભાવયોગ શુભાશુભરૂપ મિશ્ર નથી, પરંતુ એક કાળમાં શુભ કે અશુભ છે. તેથી ભગવાનની ભક્તિ વખતે પૂજાની ક્રિયામાં હિંસા છે અને ભગવાનની ભક્તિનો ભાવ છે, માટે દ્રવ્યસ્તવ ધર્માધર્મરૂપ છે, એમ પાર્જચંદ્ર કહે છે, તે ઉચિત નથી. ત્યાં પાઠ્યચંદ્ર શંકા કરતાં કહે છે –
ભગવાનની પૂજામાં મિશ્રયોગનો અધ્યવસાય નથી, માટે બંધાતી પ્રકૃતિઓમાં કોઈપણ મિશ્ર પ્રકૃતિ બંધાતી નથી, તોપણ પૂજાકાળમાં દ્રવ્યાશ્રવ વર્તે છે–પુષ્યના જીવોની હિંસારૂપ દ્રવ્યાશ્રવ વર્તે છે અર્થાત્ જીવોને મારવાના અધ્યવસાયરૂપ ભાવાશ્રવ નથી, તોપણ પુષ્પાદિ જીવોની હિંસા થાય તેવો દ્રવ્યાશ્રવ વર્તે છે; તેથી મિશ્ર પ્રકૃતિનો બંધ નહિ હોવા છતાં ધ્રુવબંધી એવી જ્ઞાનાવરણાદિ પાપપ્રકૃતિઓના બંધરૂપ ફળ ભગવાનની પૂજામાં અવર્જનીય છે. માટે ભગવાનની પૂજા, ભક્તિના અધ્યવસાયને કારણે પુણ્યબંધનું કારણ છે અને હિંસારૂપ દ્રવ્યાશ્રવને કારણે ધ્રુવબંધી એવી પાપપ્રકૃતિના બંધનું કારણ છે. માટે ભગવાનની પૂજાને ધર્માધર્મરૂપ કહેવામાં કોઈ વિરોધ નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
પૂજાકાળમાં ધ્રુવબંધી એવી જ્ઞાનાવરણાદિ પ્રકૃતિઓ બંધાય છે, તે ધ્રુવબંધી હોવાથી જ બંધાય છે, પરંતુ ભગવાનની પૂજામાં પુષ્પાદિ જીવોની હિંસારૂપ દ્રવ્યાશ્રવ છે, માટે ધ્રુવબંધી પાપપ્રકૃતિ બંધાતી નથી; અને જો તેમ ન સ્વીકારવામાં આવે અને એમ કહેવામાં આવે કે ભગવાનની પૂજામાં હિંસારૂપ દ્રવ્યાશ્રવ હોવાને કારણે ધ્રુવબંધી પાપપ્રકૃતિ બંધાય છે, તો દસમા ગુણસ્થાનક સુધી ધ્રુવબંધી પાપપ્રકૃતિ બંધાતી હોવાને કારણે ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ સ્વીકારવાનો અતિપ્રસંગ આવે.
અહીં પાર્થચંદ્ર કહે કે યોગને કારણે જીવ કર્મબંધ કરે છે અને યોગ દ્રવ્યાશ્રવરૂપ પણ છે અને ભાવાશ્રવરૂપ પણ છે. ભાવાશ્રવ જીવના પરિણામરૂપ છે અને દ્રવ્યાશ્રવરૂપ યોગ ક્રિયાત્મક છે. તેમાં દ્રવ્યાશ્રવરૂપ યોગને આશ્રયીને કર્મબંધ થતો નથી, પરંતુ અધ્યવસાયરૂપ ભાવયોગને આશ્રયીને કર્મબંધ થાય છે અને અધ્યવસાયરૂપ ભાવાશ્રવ શુભ અથવા અશુભ છે. માટે એક કાળમાં શુભ અથવા અશુભ કર્મ બંધાય છે, તેવું કેમ નક્કી થાય ? અર્થાત્ જેમ ભાવાશ્રવ એક સમયમાં શુભ અથવા અશુભ છે, તેને આશ્રયીને કર્મબંધમાં એક સમયમાં શુભ અથવા અશુભપણું પ્રાપ્ત થઈ શકે છે, તેમ તે ભાવાશ્રવકાળમાં વર્તતા હિંસાત્મક દ્રવ્યાશ્રવને કારણે પણ કર્મબંધમાં અશુભપણું પ્રાપ્ત ન થાય તેમ કેમ કહી શકાય ? તેને ગ્રંથકારશ્રી કહે છે -
જીવમાં વર્તતા પરિણામરૂપ ગુણ અને આશ્રયના સ્વભાવને કારણે ગ્રહણ સમયમાં જ કર્મમાં શુભપણું કે અશુભપણું રસાદિની અપેક્ષાએ ઉત્પન્ન થાય છે.
આશય એ છે કે જીવ જે સમયે કર્મ બાંધે છે, તે સમયે બંધાતા કર્મમાં શુભ રસ અથવા અશુભ રસ પડે છે, પરંતુ શુભાશુભરૂપ મિશ્ર રસ ઉત્પન્ન થતો નથી; અને શુભ રસ કે અશુભ રસ ઉત્પન્ન થવાનું કારણ કર્મબંધના આશ્રય એવા જીવનો સ્વભાવ એવો છે કે જીવના પરિણામ પ્રમાણે શુભ અથવા અશુભ કર્મ