________________
૧૩૨૩
પ્રતિમાશતક | શ્લોક : ૮૯ પ્રાપ્ત થયું કે ભાષા બોલનાર ધર્મી કાંતો સત્યભાષા બોલે છે કાંતો અસત્યભાષા બોલે છે, કેમ કે ભાષા બોલનાર વ્યક્તિ ભાષા બોલતી વખતે શુભ આશયથી બોલતા હોય તો તે સત્યભાષા છે અને અશુભ આશયથી બોલતા હોય તો તે અસત્યભાષા છે, તેથી શુભ કે અશુભ યોગમાંથી જે યોગ પ્રધાન હોય તેની વિવક્ષા કરીને નિશ્યનય સત્ય કે અસત્ય એ બે ભાષા સ્વીકારે છે, પરંતુ મિશ્રભાષા સ્વીકારતો નથી, તેથી નિશ્ચયનયથી ધર્મના અર્પણ દ્વારા શ્રુતભાવભાષામાં ત્રીજા ભેદનું મિશ્રભાષાનું, અપરિગણન કર્યું અને અસત્યઅમૃષારૂપ ચોથો ભેદ પાડતી વખતે નિશ્ચયનયથી ધર્મીને અર્પણ ન કર્યું, તેથી શ્રુતભાવભાષાના (૧) સત્યભાષા, (૨) અસત્યભાષા અને (૩) અસત્યઅમૃષાભાષા એમ ત્રણ ભેદો બતાવ્યા.
વળી દ્રવ્યભાવભાષાના ભેદો બતાવતી વખતે (૧) સત્યભાષા, (૨) અસત્યભાષા, (૩) મિશ્રભાષા અને (૪) અસત્યઅમૃષાભાષા એમ ચાર ભેદો બતાવ્યા તે સ્થાનમાં વ્યવહારનયથી ધર્મનું અર્પણ કરેલ છે, તેથી ભાષા બોલનાર ધર્મી જ્યારે શાસ્ત્રીય પદાર્થ સમ્યફ કહેતા હોય તો સત્યભાષા કહેવાય અને વિપરીત પદાર્થ કહેતા હોય તો અસત્યભાષા કહેવાય અને અશોકપ્રધાનવનને અશોકવન કહે ત્યારે મિશ્રભાષા કહેવાય; કેમ કે તે વનમાં માત્ર અશોકવૃક્ષો નથી, પરંતુ અશોકવૃક્ષો અને અન્યવૃક્ષો પણ છે, તેથી અશોકવૃક્ષના અંશને આશ્રયીને અસત્યભાષા છે, માટે વ્યવહારનય તે સ્થાનમાં મિશ્રભાષા કહે છે.
વળી શ્રુતભાવભાષામાં કે દ્રવ્યભાવભાષામાં નિશ્ચયનયથી ધર્મીને અર્પણ કરીને વિવક્ષા કરીએ તો ભાષાના બે જ ભેદ પ્રાપ્ત થાય છે, ચાર ભેદ પ્રાપ્ત થતા નથી. ટીકાર્ય :
ઘં .... રૂાદ - આ રીતે શ્લોક-૮૨થી ચાર વિકલ્પો પાડીને અત્યાર સુધી મિશ્રપક્ષ સંભવતો નથી, એમ કહ્યું એ રીતે, વિશદીકૃત અર્થ હોતે છતે=ધમધર્મરૂપ મિશ્રતા નથી, એ પ્રમાણે સ્પષ્ટ કરાયેલો અર્થ હોતે છતે, ભ્રાંત ઉક્તિથી પાર્જચંદ્રની બ્રાંત યુક્તિથી જે વ્યામોહ થાય છે તે ન કરવો જોઈએ, એ પ્રમાણે શ્લોકના ત્રીજા-ચોથા પાદમાં ગ્રંથકારશ્રી કહે છે –
તિ=ર્વ .. સન્માવવામ: // આ પ્રમાણે હોતે છતે=પૂર્વમાં ગ્રંથકારશ્રીએ શ્લોક-૮૧થી અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રમાણે હોતે છતે, તારો કેમ ભ્રમ છેeતારો ભ્રાંત પ્રયોગરૂપ વિષોદ્ગાર કેમ છે?
સદ્ભાષ્ય એવું જે વિશેષાવશ્યક છે, તે જ સિંધુ સમુદ્ર, તેનું સુધા=અમૃત, એવી ક્ષમાશ્રમણની વાણી=જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની વાણી, વિમુ નિષ્પીતા=શું પીધી નથી ? ફિકજે કારણથી, તેના પાનમાં-જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની વાણીના પાનમાં, ભ્રમરૂપ વિષનો ઉદ્ગાર જ ન થાય; કેમ કે ઉદ્ગારનું આહારસદશપણું છે, પરંતુ કુમતિથી પરિગૃહીત એવા શ્રતાભાસરૂપ વિષપાતનું જ આ વિલસિત છે=પાર્જચંદ્ર જે મિશ્રભાષા સ્વીકારીને ભ્રાંત પ્રયોગો કરે છે એ વિલસિત છે, એ પ્રમાણે અમે સંભાવના કરીએ છીએ. ૮૯