________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૦
૧૩૩૩
પરિણામવાળો થાય છે ત્યારે ભાષાવર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરે છે, તે વાગ્યોગ પ્રવર્તક દ્રવ્ય છે અને જીવ જ્યારે કાયાનું અવલંબન લઈને વીર્ય વ્યાપારવાળો થાય છે, તે વખતે તે પ્રયત્નના અવલંબનભૂત ઔદારિકાદિ કાયવર્ગણાનાં પુગલો તે કાયયોગપ્રવર્તક દ્રવ્ય છે. આ ત્રણે દ્રવ્યો દ્રવ્યયોગ છે અને મન, વચન અને કાયાના પરિસ્પંદનાત્મક યોગો દ્રવ્યયોગ છે મનોવર્ગણાનાં પુગલોને મનરૂપે પરિણમન પમાડ્યા પછી તેને અવલંબીને થતો જીવનો વીર્યવ્યાપાર, ભાષાવર્ગણાનાં પુગલોને વચનરૂપે પરિણમન પમાડ્યા પછી તેને અવલંબીને થતો જીવનો વીર્ય વ્યાપાર, અને ઔદારિકાદિ કાયવર્ગણાનાં પુગલોને કાયારૂપે પરિણમન પમાડ્યા પછી તેને અવલંબીને થતો જીવનો વીર્ય વ્યાપાર, તે ત્રણે પરિસ્પંદનાત્મક યોગ છે, તે દ્રવ્યયોગ છે; અને જે વળી ઉભયરૂપ દ્રવ્યયોગનો મન-વચન-કાયાના પુદ્ગલરૂપ અને તે પુગલોને અવલંબીને થતા જીવનવ્યાપારરૂપ એમ ઉભયરૂપ દ્રવ્યયોગનો હેતુ જે અધ્યવસાય મનોવર્ગણાદિ દ્રવ્યોને ગ્રહણ કરીને તેને અવલંબીને વીર્યવ્યાપાર કરવા પૂર્વે જીવમાં કાંઈક અધ્યવસાય થાય છે, કે જે મનોવર્ગણાદિ દ્રવ્યોને ગ્રહણ કરીને તેનાથી પરિસ્પંદનાત્મક વ્યાપાર કરે છે, તે અધ્યવસાય, ભાવયોગ છે.
ત્યાં પૂર્વમાં દ્રવ્યયોગ અને ભાવયોગ બતાવ્યો તેમાં, શુભાશુભરૂપ યથોક્ત, પૂર્વપક્ષીએ કહ્યું તે ચિંતા, દેશના અને કાયચેષ્ટાના પ્રવર્તક એવા બે પ્રકારના પણ દ્રવ્યયોગમાં, વ્યવહારનયના દર્શનની=વ્યવહારનયના અવલોકનની, વિવક્ષામાત્રથી શુભાશુભપણારૂપ મિશ્રભાવ થાય, પરંતુ, મન, વચન અને કાયયોગના કારણભૂત અધ્યવસાયરૂપ ભાવકરણમાં=ભાવાત્મક યોગમાં, નથી મિશ્રભાવ નથી.
મયમfમપ્રાયઃ - આ અભિપ્રાય છે=વિશેષાવશ્યક ગાથા-૧૯૩૬ના ઉત્તરાર્ધથી શંકાકારને ગ્રંથકારશ્રીએ જે જવાબ આપ્યો, તેનો આ અભિપ્રાય છે –
દ્રવ્યયોT: .... અમાવત્ | વ્યવહારનયના દર્શનથી=વ્યવહારનયના અવલોકનથી, દ્રવ્યયોગ શુભાશુભરૂ૫ મિશ્ર પણ ઇચ્છાય છે. વળી નિશ્ચયનયથી તે પણ=શુભાશુભરૂપ મિશ્ર પણ, કેવલ=ફક્ત શુભ કે અશુભ છે; કેમ કે શુભાશુભરૂપ મિશ્ર એવા યથોક્ત=પૂર્વપક્ષીએ કહેલ ચિતા, દેશનાદિ પ્રવર્તક દ્રવ્યયોગોનું પણ તેના મતથી–નિશ્ચયનયના મતથી, અભાવ છે.
અહીં પ્રશ્ન થાય કે અવિધિથી દાનાદિ વિતરણના ચિંતવનાદિરૂપ મનોવ્યાપાર આદિમાં નિશ્ચયનયથી શુભાશુભ ભાવ કેમ નથી ? તેથી કહે છે –
મનોવીવાયદ્રવ્ય . નાસ્તિ, મન, વચન અને કાય દ્રવ્યયોગના કારણભૂત અધ્યવસાયરૂપ ભાવકરણમાં વળી શુભાશુભરૂ૫ મિશ્રભાવ નથી, માટે નિશ્ચયનયના મતે અવિધિથી દાનાદિ આપવાના ચિતવનાદિરૂ૫ મનોયોગાદિમાં મિશ્રભાવ નથી, એમ અવય છે.
અહીં વ્યવહારનયને અભિમત દ્રવ્યયોગને આશ્રયીને મિશ્રભાવ ન સ્વીકારતાં નિશ્ચયનયને અભિમત ભાવયોગને આશ્રયીને યોગમાં મિશ્રભાવ નથી, એમ કહ્યું. તેમાં હેતુ કહે છે –
નિશ્ચયનય ... વિક્ષિતત્વાન્ ! અહીંયાં=કર્મબંધની વિચારણા વિષયક આગમમાં, નિશ્ચયનયના દર્શનનું જ વિવક્ષિતપણું છે, તેથી નિશ્ચયનય ભાવયોગને આશ્રયીને મિશ્રયોગ નથી, એમ વિચક્ષા કરે છે, એમ અવય છે.
અહીં પ્રશ્ન થાય કે નિશ્ચયનય કર્મબંધની વિચારણામાં ભાવયોગને સ્વીકારતો હોય તોપણ ભાવયોગને આશ્રયીને શુભાશુભ મિશ્રયોગ સ્વીકારે તો શું વાંધો છે ? તેથી કહે છે –