________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૦
न हि રૂતિ માવ:। શુભ અથવા અશુભ અધ્યવસાયસ્થાનોને છોડીને શુભાશુભ અધ્યવસાયસ્થાનરૂપ ત્રીજી રાશિ આગમમાં ક્યાંય પણ ઇચ્છાયેલ નથી જ, જેને કારણે અધ્યવસાયરૂપ ભાવયોગમાં શુભાશુભપણું=મિશ્રપણું, થાય, એ પ્રકારનો ભાવ છે.
૧૩૩૪
.....
વિશેષાવશ્યક ગાથા-૧૯૩૬માં ‘નનુ' થી પૂર્વપક્ષીએ શંકા કરેલ કે મન, વચન અને કાયાના યોગો મિશ્ર પણ દેખાય છે. તેથી મિશ્રયોગ નથી, તેમ કહી શકાય નહિ. તેનું નિરાકરણ વિશેષાવશ્યક ગાથા-૧૯૩૬ના ઉત્તરાર્ધથી ગ્રંથકારશ્રીએ કર્યું. હવે તેનું નિગમન કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
*****
तस्मात् . સ્થિતમ્ । તે કારણથી=પૂર્વમાં સ્થાપન કર્યું કે નિશ્ચયનયની દૃષ્ટિથી યોગમાં મિશ્રપણું નથી તે કારણથી, એક સમયમાં ભાવયોગમાં શુભ કે અશુભ ભાવ હોય છે, પરંતુ મિશ્રભાવ હોતો નથી. તેથી કર્મ પણ તત્પ્રત્યય=ભાવયોગ પ્રત્યય, પૃથક્ પુણ્યરૂપ અથવા પાપરૂપ બંધાય છે, પરંતુ મિશ્નરૂપ બંધાતું નથી=પુણ્ય-પાપરૂપ મિશ્ર બંધાતું નથી, એ પ્રમાણે સ્થિત છે.
વિશેષાવશ્યક ગાથા-૧૯૩૬નો ભાવાર્થ :
પૂર્વમાં વિશેષાવશ્યકના ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે એક સમયમાં યોનિમિત્ત શુભ અથવા તો અશુભ કર્મ બંધાય છે, પરંતુ મિશ્ર કર્મ બંધાતું નથી. ત્યાં કોઈ શંકાકાર કહે છે કે એક સમયમાં શુભાશુભ મિશ્રમનોયોગ, શુભશુભ મિશ્રવચનયોગ અને શુભાશુભ મિશ્રકાયયોગ દેખાય છે. તેથી મિશ્ર કર્મબંધ નથી, તેમ કેમ કહી શકાય ? અને શંકાકાર પૂર્વપક્ષી એક સમયમાં શુભાશુભ મનોયોગ આદિ કઈ રીતે સંભવે તે સ્પષ્ટ કરતાં કહે છે
-
કોઈ દાતા અવિધિથી દાનાદિ આપવાનું ચિંતવન કરતો હોય ત્યારે તેના ચિત્તમાં દાન આપવાનો શુભ અધ્યવસાય છે અને શાસ્ત્રવિધિથી નિરપેક્ષ આપવાનો અશુભ અધ્યવસાય છે, માટે મિશ્ર મનોયોગ વર્તે છે. તે રીતે કોઈ ઉપદેશક અવિધિથી દાનાદિ ધર્મનો ઉપદેશ આપતા હોય ત્યારે દાનાદિ ધર્મના ઉપદેશનો શુભ અધ્યવસાય છે અને વિધિ નિરપેક્ષ દાનાદિ આપવાનો ઉપદેશ આપે છે, તેથી મિશ્રવચનયોગ છે. તે રીતે કોઈ શ્રાવક જિનપૂજા-વંદનાદિ કરતા હોય અને અવિધિથી કરતા હોય ત્યારે અવિધિ અંશને આશ્રયીને અશુભ કાયયોગ છે અને ભગવાનની ભક્તિને આશ્રયીને શુભ કાયયોગ છે, માટે મિશ્રકાયયોગ છે. તેથી મિશ્ર મન, વચન અને કાયાના યોગોનો સંભવ નથી, એમ કહી શકાય નહિ, એ પ્રમાણે પૂર્વપક્ષીનો આશય છે.
તેને ગ્રંથકારશ્રી કહે છે -
પૂર્વપક્ષીનું આ કથન અયુક્ત છે. કેમ અયુક્ત છે, તેને સ્પષ્ટ કરતાં વિશેષાવશ્યક ગાથા-૧૯૩૬ના ઉત્તરાર્ધથી કહે છે.
દ્રવ્યયોગમાં મિશ્રભાવ છે અને ભાવયોગમાં મિશ્રભાવ નથી.
વ્યવહારનય દ્રવ્યયોગમાં મિશ્રભાવ સ્વીકારે છે પરંતુ નિશ્ચયનયથી દ્રવ્યયોગમાં પણ મિશ્રભાવ નથી; કેમ કે નિશ્ચયનય શુભભાવ કે અશુભભાવ પ્રમાણે દ્રવ્યયોગને પણ શુભભાવરૂપે કે અશુભભાવરૂપે સ્વીકારે