________________
૧૩૪૨
પ્રતિમાશતક | શ્લોક : ૯૦
થાય છે, એમ અવય છે, અને તેઓમાં પણ=શ્રુતજ્ઞાનાવરણાદિ ચારમાં પણ, મતિજ્ઞાનાવરણ સંક્રમ પામે છે ઈત્યાદિ એ પ્રમાણે સર્વ ધ્રુવબંધી પ્રકૃતિઓનો સંક્રમ થાય છે. એ પ્રમાણે જાણવું.
વળી, જે શેષ=ધુવબંધીથી શેષ, એવી અધુવબંધી પ્રકૃતિઓ છે, તેઓનો નિજ એક મૂળ પ્રકૃતિની અભેદવર્તી પ્રકૃતિઓના પણ=નિજ એક મૂળ પ્રકૃતિ વેદનીય કર્મ તેની અભેદવર્તી સાતા-અસાતા પ્રકૃતિઓનો પણ, બધ્યમાનમાં= બંધાતી પ્રવૃતિઓમાં અવધ્યમાન=નહિ બંધાતી, પ્રકૃતિઓ સંક્રમ પામે છે=બધ્યમાન એવી શાતામાં અબધ્યમાન એવી અશાતા સંક્રમ પામે છે, પરંતુ અબધ્યમાન એવી અશાતામાં બધ્યમાન એવી શાતા સંક્રમ પામતી નથી. તેને સ્પષ્ટ કરે છે –
જે પ્રમાણે - બધ્યમાન એવી શાતામાં અબધ્યમાન અસાતા સંક્રમ પામે છે, પરંતુ બધ્યમાન એવી શાતા અબધ્યમાન એવી અશાતામાં સંક્રમ પામતી નથી. ત્યાર થી બાકીની અધુવબંધી પ્રવૃતિઓમાં પણ આ પ્રમાણે સંક્રમ સમજી લેવો. એ પ્રકારે અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રકારે, પ્રકૃતિસંક્રમમાં આ વિધિ છે. શેષ વળી પ્રદેશાદિ સંક્રમવિધિ મૂળ પ્રકૃતિથી અભિન્ન વેદ્યમાનઃવેદાતી, પ્રકૃતિમાં થાય છે. ઈત્યાદિ સ્થાનાંતરથી વિધિ જાણવી. “તિ' શબ્દ સંક્રમવિધિના કથનની સમાપ્તિ સૂચક છે.
અન્ન પ્રસનેતિ - પ્રસંગથી સર્યું=સંક્રમવિધિનું પ્રાસંગિક કથન કર્યું તે પૂરું થાય છે, તે બતાવવા માટે કહે છે કે પ્રસંગથી સર્યું. ‘તિ' શબ્દ ટીકાની સમાપ્તિ સૂચક છે. વિશેષાવશ્યક ગાથા-૧૯૩૯નો ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે સંક્રમ દ્વારા મિશ્રમોહનીયની પ્રાપ્તિ છે, પરંતુ બંધ દ્વારા પુણ્યપાપરૂપ મિશ્નકર્મ બંધાતું નથી. તેથી સંક્રમવિધિને પ્રાસંગિક રીતે વિશેષાવશ્યક ભાષ્યમાં બતાવે છે –
જ્ઞાનાવરણાદિ મૂળ પ્રકૃતિઓનો પરસ્પર સંક્રમ થતો નથી, પરંતુ મૂળ પ્રકૃતિઓથી અભિન્ન એવી ઉત્તર પ્રકૃતિઓનો પરસ્પર સંક્રમ થાય છે. તેમાં અપવાદ બતાવે છે –
આઠ મૂળ કમ પ્રકૃતિઓમાંથી આયુષ્ય નામની મૂળ પ્રકૃતિની ઉત્તર પ્રકૃતિરૂપ ચાર આયુષ્યનો પરસ્પર સંક્રમ થતો નથી. તેથી ઉત્તર પ્રકૃતિના સંક્રમમાં ચાર આયુષ્યનો પરસ્પર સંક્રમ થતો નથી, એ અપવાદ છે.
વળી, મોહનીયકર્મની મૂળ પ્રકૃતિની બે ઉત્તર પ્રકૃતિ છેઃ ૧ - દર્શનમોહનીય અને ૨ - ચારિત્રમોહનીય.
મોહનીયની મૂળ પ્રકૃતિની ઉત્તર પ્રકૃતિરૂપ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયમાં પરસ્પર સંક્રમ થતો નથી. આ મોહનીયકર્મના ઉત્તર પ્રકૃતિના સંક્રમમાં અપવાદ છે; અને દર્શનમોહનીયની અને ચારિત્રમોહનીયની ઉત્તર પ્રવૃતિઓનો પોતાની મૂળ પ્રકૃતિઓમાં પરસ્પર સંક્રમ થાય છે, પરંતુ મોહનીયકર્મની ઉત્તર પ્રકૃતિરૂપ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો પરસ્પર સંક્રમ થતો નથી, એટલો વિશેષ છે.
વળી, આઠ કર્મની સર્વ પ્રકૃતિઓમાંથી કેટલીક ધ્રુવબંધી પ્રકૃતિઓ છે અને કેટલીક અધ્રુવબંધી પ્રકૃતિઓ છે, તેમાં ધ્રુવબંધી સુડતાલીશ પ્રકૃતિઓ છે અને તે સુડતાલીશ પ્રકૃતિઓ જે મૂળ પ્રકૃતિઓની ઉત્તર પ્રકૃતિઓ છે, તેઓમાં સદા સંક્રમ થયા કરે છે. જેમ - જ્ઞાનાવરણીય મૂળ પ્રકૃતિ છે, તેની મતિજ્ઞાનાવરણાદિ પાંચ ઉત્તર પ્રવૃતિઓ છે અને તે પાંચ જ્ઞાનાવરણીયનો પરસ્પર સદા સંક્રમ ચાલુ છે.