________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૦
૧૩૩૫
છે; અને ભાવયોગમાં શુભયોગ કે અશુભયોગ એમ બે જ યોગો છે, પરંતુ શુભાશુભરૂપ મિશ્રયોગ નથી. તેથી નિશ્ચયનય કહે છે કે દ્રવ્યયોગમાં પણ શુભાશુભ રૂપ મિશ્રયોગ નથી અને ભાવયોગ પણ શુભાશુભરૂપ મિશ્ર નથી.
વળી, શાસ્ત્રકારોએ કર્મબંધની વિચારણામાં નિશ્ચયનયની દૃષ્ટિની જ વિવક્ષા કરેલ છે અને નિશ્ચયનયની દૃષ્ટિથી યોગને શુભાશુભરૂપ મિશ્ર સ્વીકારી શકાય નહિ, પરંતુ કાં તો શુભયોગ હોય કાં તો અશુભયોગ હોય.
આનાથી એ ફલિત થાય છે કે (૧) કોઈ અવિધિથી દાનાદિ આપવાનું ચિંતવન કરતો હોય ત્યારે પણ ભગવાનના વચનની વિધિ પ્રત્યેનો અનાદરભાવ મુખ્ય હોય તો તે ચિંતવનને નિશ્ચયનય અશુભયોગરૂપે સ્વીકારે છે; કેમ કે ભગવાનના વચન પ્રત્યેનો અનાદરભાવ મુખ્યપણે વર્તે છે; અને (૨) અન્ય કોઈ અવિધિથી દાનાદિ આપવાનું ચિંતવન કરતો હોય, આમ છતાં અવિધિથી ચિંતવનનો આશય ન હોય પરંતુ અજ્ઞાનને કારણે અવિધિથી દાનાદિ આપવાનું ચિંતવન કરતો હોય અને સામગ્રી મળે તો અવિધિથી દાનાદિ આપવાના ચિંતવનનું નિવર્તન થાય તેમ હોય, તો અવિધિથી દાનાદિ આપવાના ચિંતવનને પણ નિશ્ચયનય શુભયોગરૂપ સ્વીકારે છે, ફક્ત વિધિપૂર્વક દાનાદિના વિતરણનું ચિંતવન ક૨ના૨ને જેવો શુભ અધ્યવસાય છે, તેવો ઉત્કટ શુભ અધ્યવસાય અજ્ઞાનના કારણે અવિધિપૂર્વક દાન આપનારને નથી, પરંતુ દાનાદિ ધર્મ ક૨વાનો અધ્યવસાય છે અને વિધિ પ્રત્યે અનાદરભાવ નથી, માટે શુભ અધ્યવસાય છે.
તેથી એ ફલિત થાય કે વ્યવહારનય દ્રવ્યયોગને આશ્રયીને અવિધિથી દાનાદિના વિતરણના ચિંતવનાદિને શુભાશુભ મનોયોગાદિરૂપ કહે છે. તેને પણ નિશ્ચયનય કાં શુભયોગમાં કાં અશુભ યોગમાં અંતર્ભાવ કરે છે, પરંતુ મિશ્ર મનોયોગ સ્વીકારતો નથી; કેમ કે આગમમાં શુભ કે અશુભ અધ્યવસાયસ્થાનને છોડીને શુભાશુભ અધ્યવસાયસ્થાનરૂપ ત્રીજી મિશ્રરાશિ સ્વીકારેલ નથી, તેથી અધ્યવસાયરૂપ ભાવયોગમાં શુભાશુભરૂપ મિશ્રપણું નથી, પરંતુ કાં શુભપણું છે, કાં અશુભપણું છે; અને નિશ્ચયનય જે દ્રવ્યયોગમાં પ્રવર્તક અધ્યવસાય શુભ હોય તે દ્રવ્યયોગને શુભ સ્વીકારે છે અને જે દ્રવ્યયોગમાં પ્રવર્તક અધ્યવસાય અશુભ હોય તે દ્રવ્યયોગને અશુભ સ્વીકારે છે. વળી ભાવયોગમાં એક સમયમાં કાં શુભયોગ હોય, કાં અશુભ યોગ હોય, પરંતુ મિશ્રયોગ હોતો નથી અને કર્મબંધ ભાવયોગ પ્રમાણે થાય છે, તેથી ભાવયોગ પ્રત્યય કર્મ પણ પૃથક્ પુણ્યરૂપ બંધાય છે અથવા તો પૃથક્ પાપરૂપ બંધાય છે, પરંતુ મિશ્રરૂપ બંધાતું નથી.
અહીં દ્રવ્યયોગ બે પ્રકારનો છે એમ કહ્યું, તેથી એ પ્રાપ્ત થાય કે જીવ જ્યારે મનથી ચિંતવન કરવાને અભિમુખ પ્રયત્નવાળો થાય છે, ત્યારે મનોવર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરે છે અને તે મનોવર્ગણાનાં પુદ્ગલોને અવલંબીને પરિસ્પંદનરૂપ મનોવ્યાપાર=આત્મપ્રદેશોના મલનરૂપ આત્મવ્યાપાર કરે છે અને તે મનોવ્યાપારથી જીવ અધ્યવસાય કરે છે ત્યારે જે દ્રવ્યમનોવ્યાપાર કરવાને અનુકૂળ અને દ્રવ્યમનોવ્યાપારકાળમાં વર્તતો જીવનો અધ્યવસાય છે, તે ભાવયોગ છે; અને તે અધ્યવસાયથી પ્રેરાઈને જીવ મનોવર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરે છે, તે પુદ્ગલો મનોયોગપ્રવર્તક દ્રવ્ય છે, અને તે મનોયોગપ્રવર્તક મનોવર્ગણાનાં પુદ્ગલો દ્રવ્યમનોયોગ છે, અને તે મનોવર્ગણાનાં પુદ્ગલોને અવલંબીને જીવ જે પરિસ્કંદરૂપ વ્યાપાર કરે