________________
પ્રતિમાશતક | શ્લોક : ૮૯
૧૩૧૯
ટીકા :
अन्त्येषु द्रव्ययोगेष्वपि निश्चयात्रैव मिश्रता, तन्मते द्रव्ययोगानामपि मिश्राणामभावात्, तत्तदंशप्राधान्ये शुभाशुभान्यतरस्यैव पर्यवसानाद्, निश्चयाङ्गव्यवहारेणापि तथाव्यवहरणात्, अत एवाशोकप्रधानं वनमशोकवनमिति विवक्षया न मिश्रभाषापत्तिः, ટીકાર્ય :
મy .. મિશ્રમષાપત્તિઃ, અંત્ય એવા દ્રવ્યયોગોમાં પણ-મન, વચન અને કાયદ્રવ્યના ઉપખંભથી જનિત પરિસ્પંદરૂપ દ્રવ્યયોગોમાં પણ, નિશ્ચયથી નિશ્ચયનયથી, મિશ્રતા નથી જ= શુદ્ધાશુદ્ધ યોગરૂપ મિશ્રતા નથી જ, કેમ કે તેના મતમાં-નિશ્ચયનયના મતમાં, દ્રવ્યયોગોના પણ મિશ્રણનો અભાવ છે. નિશ્ચયનયના મતમાં દ્રવ્યયોગોના મિશ્રણનો અભાવ કેમ છે ? તેમાં ગ્રંથકારશ્રી હેતુ કહે છે –
તે તે અંશના પ્રાધાન્યમાં-મન, વચન અને કાયાની પ્રવૃત્તિકાળમાં શુભ કે અશુભમાંથી જે જે અંશ પ્રધાન હોય તે તે અંશના પ્રાધાન્યમાં શુભ, અશુભ અવ્યતરનું જ પર્યવસાનપણું છે–તે ક્રિયામાં શુભ અંશપ્રધાન હોય તો પરિસ્પંદરૂપ તે યોગને નિશ્ચયનય શુભયોગ કહે છે અને અશુભ અંશપ્રધાન હોય તો પરિસ્પંદરૂપ તે યોગને નિશ્ચયનય અશુભ યોગ કહે છે.
અહીં પ્રશ્ન થાય કે નિશ્ચયનયથી પરિસ્પંદરૂપ દ્રવ્યયોગની મિશ્રતા ન હોય તોપણ વ્યવહારનયથી પરિસ્પંદરૂપ દ્રવ્યયોગની મિશ્રતા છે, તેથી તેને આશ્રયીને મિશ્રયોગની સિદ્ધિ થશે. તેથી ગ્રંથકારશ્રી કહે
નિશ્ચયાંગ વ્યવહારથી પણનિશ્ચયની સાથે સંબંધવાળા એવા વ્યવહારનયથી પણ, તે પ્રકારનું વ્યવહરણ હોવાને કારણે જે પ્રકારે નિશ્ચયનય પ્રધાન અંશને આશ્રયીને શુભ-અશુભમાંથી અત્યતર એક યોગને સ્વીકારે છે તે પ્રકારે વ્યવહારનયનું વક્તવ્ય હોવાને કારણે, નિશ્ચયાંગ વ્યવહારનયથી પણ દ્રવ્યયોગોમાં મિશ્રતા નથી, એમ અવય છે. નિશ્ચયાંગ વ્યવહારનયથી દ્રવ્યયોગોમાં મિશ્રતા નથી, તેની પુષ્ટિ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે –
આથી જ=નિશ્ચયાંગ વ્યવહારનયથી દ્રવ્યયોગોમાં મિશ્રતા નથી આથી જ, ‘અશોકપ્રધાન વન અશોકવન' એ પ્રકારની વિવક્ષાથી મિશ્રભાષાની આપત્તિ નથી વ્યવહારનયને મિશ્રભાષા સ્વીકારવાની પ્રાપ્તિરૂપ દોષ નથી. ભાવાર્થ :
પૂર્વે ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે યોગ બે પ્રકારના છે – (૧) ભાવયોગ અને (૨) દ્રવ્યયોગ.