________________
પ્રતિમાશતક | શ્લોક : ૮૮૮
૧૩૧૩
એક કાળમાં બે ક્રિયા સાથે ન રહે, એ પ્રકારના નિયમમાં શાસ્ત્રવચન બતાવવારૂપ હેતુ ગ્રંથકારશ્રી કહે છે –
ભિન્ન વિષયવાળી બે ક્રિયાનો એકી સાથે નિષેધ છે, એ પ્રકારનું વચન છે. ભાવાર્થ -
ચોથો ભાંગો ક્રિયા ધર્મગત અને ક્રિયા અધર્મગતને આશ્રયીને છે, અને શાસ્ત્રમાં ભિન્ન વિષયવાળી બે ક્રિયા એક કાળમાં સ્વીકારેલ નથી. તેથી પૂજાની ક્રિયામાં એક ક્રિયા હિંસાગત હોવાથી અધર્મરૂપ છે અને એક ક્રિયા ભગવાનની ભક્તિગત હોવાથી ધર્મરૂપ છે, તેમ કહીને મિશ્રપક્ષ સ્વીકારી શકાય નહિ; કેમ કે ઉપયોગપૂર્વકની ક્રિયાને આશ્રયીને ધર્માધર્મની વ્યવસ્થા છે. તેથી પૂજા કરનારનો ઉપયોગ પોતાના ભૌતિક સ્વાર્થ ખાતર જીવોના ઉપમદનમાં હોય ત્યારે તે ક્રિયાને અધર્મરૂપ કહેવાય છે,
જેમ – સંસારી જીવો પોતાના શારીરિક સુખના અર્થે આરંભ-સમારંભ કરતા હોય ત્યારે તે ક્રિયાને અધર્મની ક્રિયા કહેવાય છે, પરંતુ જ્યારે આત્માના ગુણોને વિકસાવવા માટે કોઈ જીવો ક્રિયા કરતા હોય અને તે ક્રિયાથી ગુણોનો વિકાસ થતો હોય તો તે ક્રિયાને ધર્મગત કહેવાય છે. પૂજા કરનાર શ્રાવકો ભગવાનની પૂજા કરતા હોય ત્યારે આરંભ-સમારંભ કરીને કર્મબંધને અનુકૂળ એવા ઉપયોગવાળી ક્રિયા અને ભગવાનની ભક્તિ કરીને નિર્જરાને અનુકૂળ એવા ઉપયોગવાળી ક્રિયા કરતા નથી, કેમ કે એકકાલીન ક્રિયામાં બે પ્રકારના વિરુદ્ધ ઉપયોગવાળી ક્રિયા હોઈ શકે નહિ; અને જો ભગવાનની પૂજાકાળમાં કોઈ આલોકનો કે પરલોકનો આશય હોય તો તે ક્રિયા કર્મબંધને અનુકૂળ પરિણામવાળી હોવાથી અધર્મરૂપ છે, અને ભગવાનના ગુણો પ્રત્યેના બહુમાનથી ઊઠેલી પૂજાની ક્રિયા હોય તો તે ક્રિયા આત્માના ગુણોને વિકસાવવાનું કારણ હોવાથી ધર્મરૂપ છે. માટે પૂજાની ક્રિયામાં પુષ્પાદિ જીવોની હિંસાની ક્રિયા છે અને ભગવાનની ભક્તિની ક્રિયા છે, તેમ કહીને ધર્માધર્મરૂપ પૂજાની ક્રિયાને સ્વીકારી શકાય નહિ; કેમ કે હિંસાના વિષયવાળી અધર્મની ક્રિયા અને ગુણના વિકાસને અનુકૂળ એવી ધર્મની ક્રિયા ભિન્ન વિષયવાળી છે, અને તે ભિન્ન વિષયવાળી બે ક્રિયા એક કાળમાં એક વ્યક્તિમાં સાથે રહી શકે નહિ, એ પ્રકારનું શાસ્ત્રવચન છે. માટે માત્ર બાહ્યદૃષ્ટિને સામે રાખીને ભગવાનની પૂજામાં પુષ્પાદિ જીવોની હિંસાની ક્રિયા છે અને ભગવાનની ભક્તિની ક્રિયા છે, એ રૂપ બે ક્રિયાઓને સ્વીકારીને મિશ્રપક્ષ સ્વીકારી શકાય નહિ.
શ્લોકના બીજા પાદનું ઉત્થાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ટીકાર્ચ -
પ્રવૃત્તેિ .... ૩પવાસ: . અને પ્રકૃતમાંeભગવાનની પૂજારૂપ દ્રવ્યસ્તવમાં, અસિદ્ધિ છે=ધર્માધર્મરૂપ ક્રિયાતી અસિદ્ધિ છે, એને પણ કહે છે=એને પણ શ્લોકના બીજા પાદથી કહે છે –
પ્રકૃતિ સ્થળમાં વ્યસ્તવસ્થાનમાં, ક્યાંય પણ આaધમધર્મગત ક્રિયા, નાપિકનૈવ નથી જ. આ કારણથી=એકી સાથે ધમધર્મગત બે ક્રિયાનો વિરોધ છે અને દ્રવ્યસ્તવમાં ધમધર્મરૂપ બે ક્રિયા નથી આ કારણથી, ચોથો પણ ભાંગો વૃથા છેઃમિશ્રપક્ષના સમર્થન માટે મૃષા ઉપચાસ છે.