________________
પ્રતિમાશતક | શ્લોક : ૮૭
૧૩૦૭ સત્તેજિટ્ટીગો ... એ સાક્ષીપાઠમાં ‘ffથરૂવે’ એ પ્રકારનો કરાયેલ પ્રયોગ ‘ધાન્યન ધનમ્' એની જેમ અભેદ અર્થમાં તૃતીયાનું આશ્રયણ છે, તેથી કોઈ પાસે ઘણું ધાન્ય હોય તો કહેવાય કે “ધાન્યથી તે ધનવાળો છે ત્યાં ધનની સાથે ધાન્યનો અભેદ અર્થ છે. તેમ નિચરૂપે' એ પ્રકારનો સત્તેવિટ્ટીગો ... એ સાક્ષીપાઠમાં કરાયેલ પ્રયોગમાં પણ નિગ્રંથરૂપ ચારિત્રની આચરણાથી અભિન્ન એવી સાત દૃષ્ટિઓ સંસારનું મૂળ છે, તેવો અર્થ થાય છે. માટે સાત દૃષ્ટિઓથી અભિન્ન એવી નિગ્રંથરૂપ ચારિત્રની આચરણા પણ અધર્મરૂપ છે, તેમ સિદ્ધ થાય છે. -
અહીં પાર્જચંદ્ર કહે કે “ધાન્યન થનમ્' એ પ્રયોગની જેમ ‘નિર્જન્યરૂપે' એ પ્રયોગમાં અભેદ અર્થમાં તૃતીયા વિભક્તિને ગ્રહણ કરવી કે ઉપલક્ષણ અર્થમાં તૃતીયા વિભક્તિને ગ્રહણ કરવી, તેનો કોઈ વિનિગમક નહિ હોવાથી અભેદ અર્થમાં તૃતીયા વિભક્તિને ગ્રહણ કરીને નિહ્નવોની નિગ્રંથ આચરણાને અધર્મરૂપ કહી શકાય નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે –
અધર્મરૂપ હોવાથી વિષ-ગરાદિ અનુષ્ઠાનોનો ઘણે ઠેકાણે શાસ્ત્રમાં નિષેધ કરેલો છે. તેથી નિહ્નવોનું ગર અનુષ્ઠાન પણ અધર્મરૂપ છે. માટે નિહ્નવોની દૃષ્ટિને અધર્મ કહેવી અને તેઓની નિગ્રંથરૂપ આચરણાને અધર્મ નથી એમ કહેવું, તે સંગત નથી; પરંતુ ગરઅનુષ્ઠાનરૂપ નિહ્નવોની આચરણા અધર્મરૂપ જ છે. માટે નિહ્નવોની આચરણાને અધર્મરૂપે સ્વીકારવા માટે “નિર્ણચોળ' એ વચન પ્રયોગને “ચેન થનમ્' એ પ્રયોગની જેમ અભેદ અર્થમાં સ્વીકારીને નિહ્નવોની સાત દૃષ્ટિ સાથે જોડવામાં આવે તો તેઓનું ગરઅનુષ્ઠાન સંસારનું મૂળ છે, તેમ સિદ્ધ થાય, માટે અભેદ અર્થમાં તૃતીયા વિભક્તિ ગ્રહણ કરવી એ ઉચિત છે.
અહીં વિશેષ એ છે કે ગરઅનુષ્ઠાન એ પરલોકના સાંસારિક સુખોની આશંસારૂપ છે, જ્યારે નિહ્નવો એવા સુખની આશંસાથી સંયમ પાળતા નથી, પરંતુ મોક્ષના આશયથી સંયમ પાળે છે. તેથી તેમનું અનુષ્ઠાન ગરઅનુષ્ઠાન છે, એ કઈ રીતે સંભવે ? તેનો ભાવ એ છે કે નિહ્નવો ઉત્સુત્રભાષણ કરે છે, ત્યારપછી તેમની રુચિ પોતાના ઉસૂત્રપ્રરૂપણાથી પ્રરૂપિત પદાર્થ પ્રત્યે હોય છે, જે સર્વજ્ઞના વચનની રુચિ કરતાં વિપરીત રૂચિ છે, તેથી તેમનામાં વિપર્યાસ વર્તે છે, માટે શબ્દમાત્રથી તેમને મોક્ષનો આશય હોવા છતાં અર્થથી મોક્ષનો આશય નથી; કેમ કે મોક્ષનો આશય તેમને સંભવે કે જેમને સર્વજ્ઞના વચન પ્રત્યે પૂર્ણ રુચિ વર્તતી હોય કે પૂર્ણ રુચિને અભિમુખ ભાવ હોય. આથી મિથ્યાત્વની અવસ્થામાં પણ પ્રથમની ચાર દૃષ્ટિઓમાં પૂર્ણ રીતે સર્વજ્ઞના વચનમાં રુચિ નહિ હોવા છતાં પણ અભિમુખ ભાવ હોય છે, પરંતુ નિહ્નવોને તો સર્વજ્ઞના વચનથી વિપરીત અનિવર્તિનીય રૂચિ હોય છે, તેથી તેઓનો ચારિત્રાચાર મોક્ષને અનનુકૂળ છે. આથી તેનો અંતર્ભાવ અમૃતઅનુષ્ઠાન કે તદ્ધતુઅનુષ્ઠાનમાં થઈ શકે નહિ, તેથી અર્થથી પારલૌકિક સંસારના સુખઅર્થક નિહ્નવોનું અનુષ્ઠાન પ્રાપ્ત થાય છે, તેથી તે ગરઅનુષ્ઠાનરૂપ બને છે. ઉત્થાન :
શ્લોકના પ્રથમ અને દ્વિતીય પાદનું વર્ણન ટીકામાં ગ્રંથકારશ્રીએ કર્યું. હવે શ્લોકના ત્રીજા અને ચોથા પાકનું ઉત્થાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે –