________________
૧૩૦૯
પ્રતિમાશતક | શ્લોક : ૮૭
નદીના જળના જીવોનું હું ઉપમર્દન કરું છું, તેનાથી=નદીના જળના જીવોના ઉપમર્દનથી, નદી ઊતરીને હું વિહાર કરું છું, એ પ્રકારનો સાધુનો પણ ભાવ=અપવાદથી નદી ઊતરણકાળમાં વર્તતો સાધુનો પણ એ પ્રકારનો ભાવ, દુષ્ટ થાય.
૭ નવીનતનીવાનુપમયામીતિ - અહીં ‘રૂતિ’ શબ્દ વધારાનો ભાસે છે.
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ અપવાદથી નદી ઊતરનાર સાધુને પાપથી સૃષ્ટ ભાવ સ્વીકારવાની આપત્તિ આપી, ત્યાં પાર્શ્વચંદ્ર કહે છે .
-
તે . આમ્રહિતેન ? ।। યતમાન એવા સાધુની કૃતિની આનુષંગિકપણાથી ઉદ્દેશ્યત્વાખ્યવિષયતા=હું નદીને ઊતરું' એ પ્રકારની ઉદ્દેશ્યત્વાખ્યવિષયતા અને સાધ્યત્વાખ્યવિષયતા=‘નદીના જળના જીવોનું ઉપમર્દન કરું' એ રૂપ સાઘ્યત્વાખ્યવિષયતા નિષિદ્ધરૂપે અવચ્છિન્ન નથી=શાસ્ત્રમાં આ બંને વિષયતાનો સાધુને નિષેધ કરાયો નથી, એથી સાધુને નદી ઊતરવામાં દુષ્ટ ભાવ નથી, એ પ્રમાણે પાર્શ્વચંદ્ર કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે
-
ઉભયમાં પણ=ભગવાનની પૂજા કરનાર શ્રાવકમાં અને અપવાદથી નદી ઊતરનાર સાધુમાં પણ, આ=સાધુની નદી ઊતરવાની ક્રિયામાં આનુષંગિક ઉદ્દેશ્યત્વાખ્યવિષયતા અને સાધ્યત્વાખ્યવિષયતા યતમાનને નિષિદ્ધરૂપે અવચ્છિન્ન નથી તેમ ભગવાનની ભક્તિની ક્રિયા પણ શાસ્ત્રવિધિ પ્રમાણે યતમાનની આનુષંગિકરૂપે જે પ્રતિમાની પૂજારૂપ ઉદ્દેશ્યત્વાખ્યવિષયતા છે અને પુષ્પોના ઉપમર્ધનરૂપ સાધ્યત્વાખ્યવિષયતા છે તે નિષિદ્ધરૂપે અવચ્છિન્ન નથી એ, તુલ્ય છે. એથી આક્રેડિત વડે શું ?=ફરી ફરી કહેવા વડે શું ? ।।૮૭।।
૭ મુદ્રિત પુસ્તકમાં તથા હસ્તપ્રતમાં નિષિદ્ધરૂપાવિચ્છિન્ના પાઠ છે, ત્યાં નિષિદ્ધરૂપાવચ્છિન્ના પાઠની સંભાવના છે. ભાવાર્થ -
શ્લોકના પ્રથમના બે પાદ દ્વારા ગ્રંથકારશ્રીએ એ સ્થાપન કર્યું કે જો ભગવાનની પૂજામાં ભાવ અધર્મગત હોય અને ભગવાનની પૂજાની ક્રિયા ધર્મગત હોય તો તે પૂજાને ધર્માધર્મરૂપ મિશ્ર કહી શકાય નહિ, પરંતુ તે ભગવાનની પૂજાની ક્રિયાને અધર્મ જ કહેવી જોઈએ. હવે ભગવાનની પૂજામાં ભાવ અધર્મગત સંભવતો નથી. તે ગ્રંથકારશ્રી બતાવે છે
=
કોઈ શ્રાવક ભગવાનની ભક્તિ કરતો હોય ત્યારે અરિહંત પ્રતિમાને અર્ચન ક૨વાનો ભક્તિનો ભાવ છે, તેથી તે ભાવ પાપથી સ્પર્શાયેલો નથી. વળી વિવેકી શ્રાવક ભગવાનની વિધિપૂર્વક ભક્તિ કરતો હોય ત્યારે ભગવાનના વચનનું સ્મરણ હોવાથી ભગવાનના વચનના સ્મરણથી નિયંત્રિત ભગવાનની ભક્તિ કરવાનો ભાવ વર્તે છે, તેથી વિધિપૂર્વક કરાતી પૂજામાં વર્તતો ભાવ પાપથી સ્પર્શાતો નથી. આ રીતે ચિત્ સ્ખલનાથી યુક્ત પૂજામાં કે વિધિયુક્ત પૂજામાં વર્તતો ભાવ પાપથી સ્પર્શાતો નથી. તેમાં વ્યતિરેક દૃષ્ટાંત બતાવે છે અને તે વ્યતિરેક દૃષ્ટાંત દ્વારા જેમ ભગવાનની ભક્તિનો ભાવ પાપથી સ્પર્શાયેલ નથી, તેમ બતાવ્યું છે, તેમ પાર્શ્વચંદ્રની બુદ્ધિ આગ્રહવાળી છે, માટે પાપથી સ્પર્શાયેલી છે તેમ બતાવવું છે. તેથી