________________
પ્રતિમાશતક | શ્લોક : ૮૬
૧૩૦૧ કોઈ અન્ય માણસ રૂની પૂણીઓને વણતો હોય તેને વણવાની ક્રિયામાં પ્રવર્તાવવો નથી, પરંતુ રક્ત પટને વણવામાં પ્રવર્તાવવો છે. તે વખતે તેને કોઈ કહે કે રૂની પૂણીઓને નહિ, પરંતુ રક્ત પટને વણ. તે વચનથી વિધેયતા રક્ત પટમાં પ્રાપ્ત થાય છે. તેથી રક્ત અને પટ એ બેમાં વિધેયતા પ્રાપ્ત થાય છે.
વળી, કોઈ અન્ય માણસ રક્ત સિવાય અન્ય પટને વણતો હોય ત્યારે કોઈ કહે કે રક્ત પટને વણ. તે વખતે રક્તત્વરૂપ વિશેષણમાં વિધેયતા પ્રાપ્ત થાય છે, કેમ કે વણનાર માણસ પટ વણે છે, પરંતુ રક્ત પટ વણતો નથી. તેથી વિધાન કરનાર માણસ અન્ય વર્ણના પટને વણવાનું છોડાવીને રક્તમાં વણવાનું વિધાન કરે છે. તેથી આ સ્થાનમાં એક પ્રકારની વિધેયતા પ્રાપ્ત થાય છે. તેથી એ ફલિત થયું કે “રક્ત પટ વણ' એ વચનથી કોઈક શ્રોતાને આશ્રયીને એકવિધિ પ્રાપ્ત થાય છે, તો કોઈક શ્રોતાને આશ્રયીને દ્વિવિધિ પ્રાપ્ત થાય છે, તો વળી કોઈક શ્રોતાને આશ્રયીને ત્રિવિધિ પ્રાપ્ત થાય છે.
એ પ્રમાણે સ્નાત બ્રાહ્મણને=વેદ ભણેલા બ્રાહ્મણને, ભોજન કરાવ. એ સ્થાનમાં પણ રક્ત પટની જેમ કોઈક શ્રોતાને આશ્રયીને સ્નાતરૂપ એકવિધિ પ્રાપ્ત થાય છે, તો કોઈક શ્રોતાને આશ્રયીને સ્નાત બ્રાહ્મણ રૂપ દ્વિવિધિ પ્રાપ્ત થાય છે, તો વળી અન્ય કોઈક શ્રોતાને આશ્રયીને નાત બ્રાહ્મણને ભોજન કરાવ, એ રૂપ ત્રિવિધિ પ્રાપ્ત થાય છે. ઉત્થાન :
શ્લોકના બીજા પાદથી જે બતાવ્યું, તેનાથી એ ફલિત થયું કે જે વચનપ્રયોગમાં વિધિવાક્યનો પ્રયોગ નથી અને બુદ્ધિકૃત વિધેયતા છે, તે સ્થાનમાં વચનપ્રયોગથી પ્રાપ્ત થતા અર્થના એક ભાગમાં પણ શ્રોતાને આશ્રયીને વિધેયતા હોઈ શકે, પરંતુ પ્રવર્તક એવાં જે વિધિવાક્યો છે, તે વિધિવાક્યોથી તો પૂર્ણ અર્થમાં બોધ થાય છે. માટે ભગવાનની પૂજાને કહેનારા વિધિવાક્યથી યતના અંશમાં વિધિ છે, માટે પૂજામાં ધર્માધર્મરૂપ મિશ્રપણું છે, એ પાઠ્યચંદ્રનું વચન અનુચિત છે, તેમ સિદ્ધ થાય છે; અને તે સિદ્ધ થયેલા વચનને દઢ કરવા માટે શ્લોકના ત્રીજા, ચોથા પાદથી ગ્રંથકારશ્રી કહે છે – ટીકા :___ नो चेदेवम्, यतनाक्रियाभागाभ्यामेव च मिश्रत्वम्, तदा तत्प्रतिपादकं जैनं वचः, क्रियानयविधिश्च सर्वो मिश्रो भवेत्, इत्थं च धर्मपक्षोऽपि ताभ्यां भागाभ्यां मिश्रो भवेदिति मिश्राद्वयं स्यात्, इतरद्वयलोपेन तदेकशेषात्, तथा च तन्मिश्राद्वयं तव मतं भेदमयं पक्षत्रयप्रतिपादकं कथं न लुम्पति? 'स्वशस्त्रं स्वोपघाताय' इति न्यायस्तवापन्न इति भावः ।।८६।। ટીકાર્ય :
નો .. તિ ભાવ: | જો પાર્લચંદ્ર આમ ન સ્વીકારે=વિધિવાક્યથી પ્રાપ્ત થતી વિધેયતા પૂર્ણ અર્થમાં છે અને બુદ્ધિકૃત વિધેયતા ક્વચિત્ ભાગમાં પણ હોય, એ પ્રમાણે પાશ્મચંદ્ર ન સ્વીકારે, અને યતતા અને ક્રિયાના ભાગ દ્વારા જ મિશ્રપણું સ્વીકારે=ભગવાનની પૂજાને કહેનારા વચનમાં