________________
પ્રતિમાશતક | શ્લોક : ૮૬
૧૨૯૯
ટીકા :___ या च बुद्धिकृता विधेयता विषयताविशेषरूपा सा भागे भवतु, न तावता क्षतिः, यतः सा प्रतिजनं प्रतिपाद्यं चित्राऽऽकरे स्याद्वादरत्नाकरे, स्थिता-व्यवस्थिता, “स्वपरव्यवसायि ज्ञानं प्रमाणम्" इत्यत्र विशेषणविशेष्यान्यतरप्रसिद्धौ तदन्यभागस्य विधेयत्वमुभयस्यैव चाप्रसिद्धावुभयस्यैव विधेयत्वमिति तत्रोक्तेः, 'रक्तं पटं वय', 'ब्राह्मणं स्नातं भोजय' इत्यादावेकविधेर्द्विविधेस्त्रिविधेश्च दर्शनात्, ટીકાર્ય :
વાર....સર્જનાત્, અને જે બુદ્ધિકૃત વિષયતાવિશેષરૂપ વિધેયતા છે, તે ભાગમાં હો એક દેશમાં હો, તેટલા માત્રથી ક્ષતિ નથી=ભગવાનની પૂજાને કહેનારા વિધિવાક્યને પૂર્ણ અર્થમાં સ્વીકારવામાં ક્ષતિ નથી.
જે કારણથી તે વિષયતાવિશેષરૂપ વિધેયતા, પ્રતિપાદન કરવા યોગ્ય એવા પ્રતિજનને આશ્રયીને ચિત્ર=જુદા જુદા પ્રકારની, આકરમાં=સ્યાદ્વાદરત્નાકરમાં, સ્થિત વ્યવસ્થિત છે; કેમ કે “સ્વપર વ્યવસાયી જ્ઞાન પ્રમાણ છે" એ પ્રકારના વચનમાં વિશેષણ-વિશેષ્ય અન્યતરની પ્રસિદ્ધિમાં તેનાથી અન્ય ભાગનું પ્રસિદ્ધિથી અન્ય ભાગનું વિધેયપણું અને ઉભયની જ અપ્રસિદ્ધિમાંવિશેષણ-વિશેષ્ય ઉભયની જ અપ્રસિદ્ધિમાં, ઉભયનું જ વિશેષણ-વિશેષ્ય ઉભયનું જ, વિધેયપણું છે. એ પ્રમાણે ત્યાં=સ્યાદ્વાદરત્નાકરમાં, ઉક્તિ છે કથન છે.
“રક્ત પટને વણ' ‘સ્નાત બ્રાહ્મણને વેદ ભણેલા બ્રાહ્મણને, ભોજન કરાવ' એ પ્રકારના વચનપ્રયોગમાં એકવિધિનું, દ્વિવિધિનું અને ત્રિવિધિનું દર્શન હોવાથી બુદ્ધિકૃત વિષયતાવિશેષરૂપ વિધેયતા ભાગમાં સ્વીકારવામાં ક્ષતિ નથી, એમ પૂર્વ સાથે સંબંધ છે. ભાવાર્થ :
શ્લોકના પ્રથમ પાદથી ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે વિધિવાક્યને કહેનારાં વચનોથી પ્રાપ્ત થતી વિધેયતા પૂર્ણ અર્થમાં જ હોય છે, પરંતુ વિધિવાક્યના એક દેશમાં વિધેયતા હોતી નથી. ત્યાં ગ્રંથકારશ્રીને સ્મરણ થયું કે કેટલાંક સ્થાને દેશમાં પણ વિધેયતા હોય છે. તેથી વિધિવાક્યથી થતી વિધેયતા પૂર્ણ અર્થમાં જ છે, તેવી વ્યાપ્તિ કેમ બંધાય ? તેથી દેશથી વિધેયતા ક્યાં હોય છે, તે સ્પષ્ટ કરવા માટે શ્લોકના બીજા પાદથી ગ્રંથકારશ્રી કહે છે –
જે વિધેયતા વિધિવાક્યથી નથી, પરંતુ બુદ્ધિકૃત છે, તે વિધેયતા વિષયતાવિશેષરૂપ છે અર્થાતું તે વિધેયતા ક્વચિત્ વિશેષણરૂપ વિષયતાને બતાવે છે, ક્વચિત્ વિશેષ્યરૂપ વિષયતાને બતાવે છે અને
ક્વચિત્ ઉભયરૂપ વિષયતાને બતાવે છે. તેથી તે વિધેયતા વિષયતાવિશેષરૂપ છે અને આવી વિષમતાવિશેષરૂપ વિધેયતા એક ભાગમાં પણ હોય એટલા માત્રથી વિધિવાક્યથી બોધ થતી વિધેયતા પૂર્ણ અર્થમાં હોય છે,